________________
ગોસ્વામી તુલસીદાસજીનાં વચનામૃત પિઠે ફૂદીને નીચ અમીના ઉપર તૂટી પડી! અમીના આ પ્રસંગમાટે બીલકુલ તૈયાર નહોતી. તે બીલકુલ અસાવધ હોવાથી શાંતાએ કંઈ પણ હરકતવગર તેને ચેટલો પકડી જમીન ઉપર ચરાપાટ પછાડી અને છાતી ઉપર ચઢી બેઠી ! અમીના બૂમ મારવા લાગી. પેલા યવમે તેની બૂમ સાંભળી એકદમ બહાર આવવા માટે ઉઠયા; પરંતુ ઓરડાના દ્વારની બહારથી સાંકળ વાસેલી હતી. ઘણા આંચકા મારવા લાગ્યા, પરંતુ મજબૂત દ્વાર અને મજબૂત સાંકળ જરા પણ મચક આપે તેમ નહોતું. તેઓ દ્વારા તોડવા માટે અંદરથી લાઠીઓના પ્રહાર કરવા લાગ્યા. બહાર શાંતા અને અમીનાનું હૃદયુદ્ધ થઈ રહ્યું હતું. અમીનાની છાતી ઉપર ચઢી બેઠેલી શાંતાને એકદમ કંઇ પ્રેરણ થઈ આવી હોય તેમ તેણે મહાકાળીનું રૂપ ધારણ કરી પાપિણી અમીનાના કંઠ ઉપર બંને હાથના અંગુઠા જોરથી દબાવી દીધા. અમીનાને પ્રાણ રૂંધાવા લાગ્યો અને તેના હાથ–પગ તરફડવા લાગ્યા.
આ બાજુ લાઠીના પ્રહારથી એારડાનું મજબૂત દ્વાર તૂટે એમ નહિ લાગવાથી યવનોએ એક યુક્તિ શોધી કાઢી. તેમણે જોરથી બૂમ મારી શાંતાને ધમકી આપી કે, “ જે દ્વાર નહિ ઉઘાડે તો તારા છોકરાને કાપી નાખીશું ! ” શાંતા તો ગાંડી બની ગઈ હતી, તેને દેહનું પણ પૂરું ભાન નહોતું; તે તે અમીનાના કંઠમાં બંને અંગુઠા ઘુસાડી દેવામાટે જોર કરી કરીને આંચકા દઈ રહી હતી. યવન એ શાંતાના બાળકને સોટીવડે મારવા માંડ્યો. બાળક બૂમે બૂમ પાડવા લાગ્યો. શાંતા આ કંઈ સાંભળતી નહોતી. થોડીવારમાં તે પાપીએ દરવાજો ઉપરની જાળીમાંથી બાળકનો કાંડામાંથી કાપી નાખેલો પંજે બહાર ફેંક. રુધિરથી લાલચોળ રંગાઈ ગયેલો પંજો બરાબર શાંતાની સમક્ષ આવી પડશે. પડતાં જ તેના રુધિરના છાંટા શાંતાના મુખ ઉપર પથા. શાંતા ચમકી. આંખે ફાડીને પંજા સામું જોઈ રહી. કુમળી કળી જેવી પુત્રની આંગળીઓ ઓળખી. કાન ફાડી નાખે તેવી ચીસ પાડીને તેણે અમીનાનો કંઠ દબાવી દીધો! અમીનાની આંખો ફાટી ગઈ. અંતે જીદંગીભર કરેલાં પાપોનો હિસાબ આપવા તેને અધમ ઓમા કિરતારના દરબારમાં ઉડી ગયો !
શાંતા અર્ધઘેલી જેવી હાલતમાં તે દુષ્ટાની છાતી ઉપરથી ઉઠીને બહાર માર્ગ ઉપર દેડી આવી, બૂમો મારવા લાગી. થોડીવારમાં પાંચ-પચીસ માણસોનું ટોળું તેની આસપાસ ફરી વળ્યું. પોલીસના બે-ત્રણ સિપાઈઓ પણ ત્યાં આવી પહોંચ્યા. તેમણે શાંતાને શાંત પાડી, વસ્તુસ્થિતિ જાણી બીજા વધારે પોલીસોને બોલાવીને તેઓએ દરવાજો ઉઘાડો. સર્વને પકડી લીધા. બહાર અમીનાનું મુડદુ પડ્યું હતું. શાંતા “મારો પુત્ર કયાં ? ” એવી બુમ પાડી જ્યાં પિતાને પૂરવામાં આવી હતી તે ઓરડામાં દોડી. પાપીઓએ તેના પુત્રનું માથું ધડથી જૂદું કરી નાખ્યું હતું. તેણે છાતીમાથું ફૂટયાં નહિ. તેની માનસિક અવસ્થા દિવ્ય બની ગઈ હતી. પુત્રના મસ્તકને હાથમાં ઉપાડી લીધું અને છાતી સરસું ચાંપીને નાચવા લાગી–ગાવા લાગી
• મેં તો દીકરો વેચી સત લીધું રે, મેં તો ધન્ય જીવન આજ કીધું રે,
પેલા યવન–પાપીઓને પ્રાણુદંડ મળ્યો, તેમાંના માત્ર બે જણ કાળા પાણીની સજા પામ્યા. શાંતાને સરકારે શાબાશી આપીને સાસરાને ઘેર પહોંચાડી દીધી. તેના માટે ગામમાં વાત ચાલીદીકરે ગુમાવ્યો, પણ શિયળ-ધર્મ ન ગુમાવ્યો ! ”
ગોસ્વામી તુલસીદાસજીનાં વચનામૃત રાજ વૃથા, ગજરાજ વૃથા, વનિતા સે વૃથા, સબ સાજ વૃથા તે; ગર્વ વૃથા, ગુણ સર્વ વૃથા, અસ દ્રવ્ય વૃથા, ગયે દાન દયાત; યાર વૃથા, પરિવાર વૃથા, સંસાર વૃથા, ગુરુ નિત્ય ચેતાતે; એક રામકે નામ વિના જગમેં, ધિક્કાર, સભી ચતુરાઈ કી બાતેં.
Shree Sudharmaswami Gyanbhandar-Umara, Surat
www.umaragyanbhandar.com