Book Title: Shubh Sangraha Part 02
Author(s): Bhikshu Akhandanand
Publisher: Sastu Sahityavardhak Karyalay

View full book text
Previous | Next

Page 587
________________ तुलसीकृत रामायणनी ४०० आवृत्तिओ! (સસ્તા સાહિત્યની તુલસીક્ત રામાયણના નિવેદન ઉપરથી). અન્ય સર્વ રામાયણ કરતાં વાલ્મીકિ રામાયણ પ્રાચીન છે, સર્વ રામાયણની માતા છે. તથા સર્વ કઈ માટે ઉપકારક પણ ઓછી નથી, છતાં પણ આજથી સાડાત્રણ વર્ષ પર રચાચેલી તુલસીકૃત રામાયણનો પ્રચાર હિંદી ભાષામાં આટલે બધ-લગભગ ચારસે આવૃત્તિ જેટલે શાથી થ? અને તે ઘરેઘેર ઘરગતુ વસ્તુ શાથી બની રહી? કારણકે– મહાત્મા તુલસીદાસજી પણ વાલમીકિ જેવા મહષિ અને પરોપકારી હતા. કારણકે–તે પણ વાલ્મીકિ પેરે પરમાત્માને સાક્ષાત્કાર પામેલા ગોસ્વામીજીએ રચેલી છે. કારણકે–તેમણે પણ તે અનેક જમાના જોયા પછી એંશી વર્ષની પાકટ વયે રચી છે. કારણકે–તેમણે પણ તે શ્રીહરિ સાથે ઘાડા સંબંધમાં રહીને રચી છે. કારણકે-તેમણે પણ તે પૂર્ણપ્રેમે, ઉભરાતા હદયે અને વહેતાં ચક્ષુએ રચી છે. કારણકે-તેથી તે પણ જાણે વેદની પેઠે શ્રીહરિએ પિતેજ રચી હોય એવી બની છે. કારણકે-તુલસીદાસજીનાં નિરભિમાન અને લઘુતા પણ એવું જ દર્શાવી રહ્યાં છે. કારણકે–તે હિંદી ભાષામાં રચાવાથી કેટવધિ માને માટે સમજવી સુગમ થઈ છે. કારણકે તે આબાદ ઔષધિરૂપે અને દિવ્ય કાવ્યમાં રચાવાથી તળસ્પર્શી પિચકારી બની છે. કારણકે-એમાં હિંદુજાતિના પિતામહ અને કુશળ મહાદ્ય એવા ગોસ્વામીજીએ અવ દશાનાં મૂળ કારણ, આબાદ ઉપાય અને પથ્યાપથ્યની સમજણ સમાવેલાં છે. કારણકે-એ પિચકારી વાપરી જાણવાથી, તેમાં કહેલા–સર્વ દુઃખના ઔષધરૂપ સાત્વિક આચારવિચાર-સીધે સીધા હૃદયમાં પ્રવેશી રેમેરમ વ્યાપી જાય તેવા છે. કારણકે-તેના બનાવનારે તેને કુશળતાથી, એકાગ્ર ચિત્તથી, અનન્ય નિષ્ઠાથી, સર્વભાવથી તથા એકાન્ત અને મૌન સેવીને તૈયાર કરવાથી એવી ઉત્તમ, લેકપ્રિય અને સપયોગી થઈ પડી, કે જેથી સ્વાર્થભ્રષ્ટ ઈર્ષાળુ માન તરફથી ગોસ્વામીજીને ખરાબ નિંદાએ તથા જીવ લેવાનાં કાવત્રાંરૂપે પણ પુષ્કળ ઈનામ મળ્યું હતું. કારણકે–તે એવી થવાથી સીયારામજીનાં સ્મરણ અને હિંદુજાતિની હયાતિ રહી શક્યાં. કારણ કે-તે એવી હવાથી જ ધર્મનીતિનાં સેંકડો ઉત્તમોત્તમ વચન કોડ હિંદી સ્ત્રી પુરુષની જીભે વસી જઈને સેંકડો વર્ષથી વદાતા અને ગવાતાં આવ્યાં છે. કારણકે-ગુરુઓના ગુરુ, વૈદ્યોના વૈદ્ય અને સકળ જ્ઞાનશક્તિના સાગર એવા શ્રીહરિએ વિ -દેશીઓ અને વિધર્મીઓના ડાચામાં જઈ પડેલાં હિંદુસંતાનોનો સમૂળ નાશ થતો અટકાવવા સારૂજ ગોસ્વામીજીને સવા વર્ષની વય સુધી વાપર્યા. કારણકે-શ્રી ગોસ્વામીજીની વાણું આજે પણ પામર વિષયી પ્રાણીઓની અને સર્વ કે. ની હલકાઈ તથા તે છડાઈને કતલ કરવામાં સોંસરી ઉતરી જાય એવી તીણી .તલવારનું અને પાણીદાર બરછીનું કામ બજાવવા સમર્થ છે. કારણકે-સ્વાર્થસાધક ઈર્ષાળુ માન તરફથી છોડાતાં કટાક્ષ, નિંદા વગેરેનાં તીવ્ર બાણે વડે માનનાં હદય ભેદાઈ જાય, ત્યારે તેના ઉપર શાન્તિ અને આશ્વાસનનું સુંદર ઔષધ આપવામાં રામાયણમૈયાના જેવું હૃદય અન્યત્ર દુર્લભ છે. કારણકે–ગોસ્વામીજીએ માનવબંધુઓના સમર્થ વૈદ્યતરીકે ઉડામાં ઉંડાં નિદાન સમજ વામાં તથા ઉંચામાં ઉંચા અને સાદાસીધા ઉપાય દર્શાવવામાં હદ વાળી છે. રા. ૪૪. Shree Sudharmaswami Gyanbhandar-Umara, Surat www.umaragyanbhandar.com

Loading...

Page Navigation
1 ... 585 586 587 588 589 590 591 592 593 594