Book Title: Shubh Sangraha Part 02
Author(s): Bhikshu Akhandanand
Publisher: Sastu Sahityavardhak Karyalay

View full book text
Previous | Next

Page 570
________________ FR દૂધમાં સાકર ભળી ! ! ભારરૂપ છે, ખાજારૂપ છે. જે વિદ્યા, જે શિક્ષણ નવયુવાનેામાં રવાતંત્ર્યજીસ્સા ઉત્પન્ન ન કરી શકે, માતૃભૂમિની ભક્તિ, સ્વમાન અને વધ માટે મરી ફીટવાનુ આદર્શી શિક્ષણ ન આપી શકે; તે વિદ્યા, તે શિક્ષણ, તે શાળા અને કાલેજે ભારતીય ઉન્નતિ અને સ્વરાજ્ય તેમજ સ્વતત્રતાની પ્રાપ્તિમાં અડચણ અને વિઘ્નરૂપજ છે. આજતુ શિક્ષણ એ શિક્ષણુ નથી, પરંતુ ગુલામીનાં બંધનેને મજબૂત કરનારૂં એક ભયંકર યંત્ર છે. રાજ્યકારેાભારમાં સહેલાઇથી સસ્તાપણે ચલાવવામાં સહાયભૂત થનારૂં ગુલામીને પેખનારૂં એક યંત્ર છે. જે દેશમાં સ્વરાજ સ્થાપવુ હોય, તે વિદ્યાર્થીઓને સ્વમાન, સ્વધમ અને સ્વાતંત્ર્યના સંસ્કારા ઉત્પન્ન કરવા પ્રયાસેા આદરે. રાષ્ટ્રોન્નતિ એજ જીંદગીનુ` સાય. એ પવિત્ર મંત્ર વિદ્યાર્થીઓના કાનમાં જ્યારે ગુબ્બર કરતા થાય, ત્યારેજ આપણા પવિત્ર ધ, આપણે વહાલા દેશ ઉન્નત થાય, સ્વતંત્ર થાય અને જગતમાં ત્યારેજ આપણે ભારતવર્ષને વિજયડકા વગડાવી શકીએ. નેવનાં પાણી મેાભે ચઢયાં !! ( ‘હિં’દુસ્થાન” તા. ૨૨-૮-૧૯૨૭ ના અકમાંથી ) ** હિંદુધર્મના ૠતિહાસમાં તા. ૨૧ મી ઓગસ્ટ ૧૯૨૭ ના દિવસ જરૂર યાદગાર બની જશે ! દિલ્હીમાં તે દિવસે ગાસ્વામી શ્રી ગગાપ્રસાદજી મહારાજે પેાતાના કટરાનીલ મદિરમાં અત્યજોતે દાખલ થવા દીધા ! સાંજના છ વાગે માટે જલસા કરવામાં આવ્યા અને સખ્યા બધું અત્યજોએ યમુનાજીમાં સ્નાન કરીને, અને કપાળમાં તિલક લગાવીને મહારાજશ્રીની મંજુરીથી દેવદિરમાં પ્રવેશ કર્યો. હિંદુભાઇએએ તેમના સત્કાર કર્યાં અને પ્રસાદ વહેં'ચવામાં આવ્યે ! · દિલ્હીના અર્જુન ” પત્રના તા. ૨૮ મી ઑગસ્ટના એકમાં આ ખુશખબર પ્રગટ કરવામાં આવી છે; અને આવાં આવકારદાયક પગલાંનું દેશભરમાં અનુકરણ કરવામાં આવે, અને હિંદુધમ ઉપરના કલંકને ટાળવાની સાથે, બ્રિટિશ સંસ્થાનામાં અસ્પૃસ્યતાના સંબંધમાં, એ હિંદીએના હક્કો લૂંટનારા સુંદમીજાજી ગારા જે મેણાંટાણાં મારે છે, તેને પણ સદાને માટે અત આવે; એવું આખા દેશનેા નીતિપરાયણ, ધર્મપ્રેમી, વિચારશીલ વં ઇચ્છે છે!! હિંદુ માન્યતા મુજ” ગંગાનદીમાં નહાવાથી જેમ પવિત્ર થાય છે, તેમ મહારાજશ્રી ગંગાપ્રસાદજીએ પેાતાની ઉદારી બુદ્ધિના ઉદધિમાં સ્નાન કરાવી અસ્પૃસ્ય મનાતા અત્યોને પાવન કરીને, પેાતાના સુયશને સદાને માટે અમર બનાવ્યે છે ! પરમાત્મા અમારા ધર્માંચાયોંના સકળ સધને આવી સન્મતિ અર્પી ! ! ! * * * દૂધમાં સાકર ભળી !! ( હિં’દુસ્થાન' તા. ૨૨-૮-૧૯૨૭ ના અંકમાંથી ) દૂધમાં સાકર અને છાશમાં મીઠુ હાય ” એ વાત સાચી છે! હિંદુ મહાતિને પીડી રહેલા અસ્પૃશ્યતાના મહા પુરા રાગનાં પાછાં પગલાંની વાત સંભળાવનારા “ અર્જુને '' એક ખીજી પણ ખુશ વધાઇ આપી છે! ઝાંસી જીલ્લાના મઉ ગામમાં હિંદુ-મુસલમાનાએ એક કરાર કર્યો છે; અને તેમાં બન્ને કામેાની સારી સમજ, દેાસ્તી અને બિરાદરીનાં અચ્છાં દન થતાં જણાય છે! આ કરારની જે મતલબ પ્રગટ કરવામાં આવી છે, તે એવી છે કે, ગમે તે વખતે, રસ્તે, રાત ને દિવસ, ૨૪ કલાક, ઔાય તે દિર પાસે મુસલમાનને અને હાય તે મસ્જીદ પાસે હિંદુએને વાજા વગાડવાની છુટ છે! સામાજિક, ધાર્મિક કે ગમે તે પ્રકારનાં સરધસે। કે જલસા હાય, અને ગમે તેવા નાચરંગ કે ગાનતાન–તમાશા થતા હોય, તાપણુ મંદિશ આગળ હિંદુએએ કે મસ્જીદે! આગળ મુસલમાનોએ કાઇ જાતની કાંઇ દખલ કરવાની નથી ! ! વાહ ! આના કરતાં વધારે ખુશખબર બીજી કી હેાઇ શકે? અને વળી જ્યારે કામી કલહના વેરાન રણમાં એકસપીને આવે! સુંદર બગીચેા દશ્યમાન થાય છે, ત્યારે તે! ખરેખર આનંદના એધ ઉછળવા લાગે છે !! મઉની અસર દેશભરમાં થાય તે “ સ્વરાજ્ય '' કેવુ' જલદીદેડયું આવે ?! હિંદુ-મુસ્લીમ આગેવાના આ કરારનું ઉદાર અને આવકારદાયક અનુકરણ કરશે ? ! ખુદા માલૂમ ! ! ! 66 Shree Sudharmaswami Gyanbhandar-Umara, Surat www.umaragyanbhandar.com

Loading...

Page Navigation
1 ... 568 569 570 571 572 573 574 575 576 577 578 579 580 581 582 583 584 585 586 587 588 589 590 591 592 593 594