Book Title: Shubh Sangraha Part 02
Author(s): Bhikshu Akhandanand
Publisher: Sastu Sahityavardhak Karyalay

View full book text
Previous | Next

Page 571
________________ હિંદ હજી પણ જગતને સંસ્કૃતિના પાઠ આપી શકે તેમ છે. 03 હિંદુ હજી પણ જગતને સંસ્કૃતિના પાઠ આપી શકે તેમ છે. હિંદના સંગીતવેત્તા શ્રી દિલીપ રાય એમના અનુપમ સ’ગીતથી યૂરોપમાં દૃઢ થતી જતી એ છાપ ( ‘હિંદુસ્થાન અને પ્રજામિત્ર'ના એક અંકમાંથી) (મહાન બંગાળી નાટકકાર શ્રી. ટ્વિન્દ્રલાલ રૅયના ચિરંજીવી શ્રી. દિલીપકુમાર રૅય એક ઉસ્તાદ સંગીતશાસ્ત્રી છે અને હિંદના સગીતને ઉદ્દાર તેમના દિલમાં નિરંતર રમી રહ્યાં છે. એજ કામને માટે તેએ હમણાં થેડાજ સમય ઉપર હિંદના કિનારા છેાડીને યૂરોપ-અમેરિકાને પ્રવાસે ગયા હતા; અને હમણાંજ તેમને અમે રિકામાં અપૂર્વ સત્કાર મળ્યાના સમાચાર . અત્રે આવ્યા છે. તેમનુ સંગીત સાંભળવુ' એ માનવજીવનની અનેરી મેાજ છે. મને ચાકર રાખાજી ના ભજનથી એએ ગુજરાતને જાણીતા છે.) પશ્ચિમની પાસેથી શિક્ષણ લેવા જવાને ખદલે તેને શિક્ષણ આપવા માટે પૂર્વમાંથી ધણી ઓછી વ્યક્તિએ ત્યાં ગઇ છે. એવી ઘેાડી વ્યક્તિઓમાંની એક તે જાણીતા બંગાળી સંગીતવેત્તા ખાજી દિલીપકુમાર રૉય છે. ઘણી બાબતમાં પશ્ચિમને આમ શિક્ષણુ આપવા ધણા પુરુષોને હિંદ ત્યાં માકલી શકે તેમ છે, પરંતુ ઈંગ્લેંડની સફરે જતા હિંદને ખરેખરા એકનિષ્ઠ એવા પુત્રો ઘણાજ ઓછા છે, કે જેએ પશ્ચિમની સરે જવા અગાઉ અથવા તે ત્યાં પહેાંચ્યા પછી ‘સાહેબશાહી' બની ગયા ન હેાય. આ નાનકડા બેટમાં (ઈંગ્લેંડમાં) જે હજારા હિંદી વિદ્યાર્થીએ શિક્ષણ લેવા રહે છે, તેઓ ‘સાહેબશાહી' બની ગયા છે, એ સાચેજ દિલગીર થવા જેવુ છે. હિંદની સ’સ્કૃતિમાટે અભિમાન એવા હિદીએ તે આપણને માત્ર ગણ્યાગાંઠયાજ મળે છે,કે જેમને એવી પૂરેપૂરી આત્મ શ્રદ્ધા બેસી ગઇ હુંય કે, હિંદની પાસે પેાતાની તેમજ યુગયુગથી પોતાનામાં પચાવી દીધેલી એવી પરની સંસ્કૃતિમાંથી પશ્ચિમને ધણુંય આપવા જેવું છે. જો કે થાડાં વર્ષો પહેલાંજ હિંદુ માત્ર ઘરને ચાહનારાઓનેાજ દેશ ગણાતા, માણસા ભાગ્યેજ દરિયાપાર જતા; છતાંપણ તેના ઉદાત્ત હૃદયને લીધે, તે દેશવાસીએ પેાતાનીજ ભૂમિમાં અનેક જાતિ અને સંસ્કૃતિના સમાગમમાં આવેલા છે. શ્રી દિલીપ બાજી શ્રી. દિલીપ બાજી એવી આત્મશ્રદ્દાઓ ધરાવનારામાંના એક છે, કે જેએ એમ માને છે કે, હિં’દમાં ‘આપવા’ ની શક્તિ છે. તે સંકુચિત નજરના માનવી નથી. તેમણે દરિયાપારતી સક્રા ખેડેલી છે અને તેમનું દૃષ્ટિબિંદુ વિશાળ છે, તેમજ પશ્ચિમની ઘણી જાતિઓના જીવનમાં તે ભેળાયલા પણ છે. આ બધાને સારૂ એમના દિલમાં સ્થાન છે, તેપણ હિંદના આદર્શ સંગીતની દેશીયતા મટી જાય તે એમને ગમતું નથી, અને તેથી તેમને એજ એક વિચાર હમેશાં રહે છે. હિંદનું આદર્શ સ’ગીત હિંદનું સંગીત આદશ છે, એ વાત હજી પશ્ચિમને સમજવાની છે. એ વાત શ્રી દિલીપ બાજુ પાસેથી જાણી શકાય છે. જેમણે સર જગદીશચંદ્રના ભાષણમાંના કેટલાક રાપાએ હિંદુએ કરતાં ચારગણી વધુ લાગણીવાળા હોય છે, પરંતુ સામાન્ય યૂરેપીયન કરતાં હિંદુ વિદ્યાર્થી ખમણી લાગણી ધરાવે છે'' એ ખુલાસા સાંભળ્યા છે, તેએ દિલીપ કુમારની કદર કરી શકશે તેમજ તેમને સમજી શકશે, હિંદી સંગીતમાંનું સત્ય આમાં રહેલું સત્ય કદાચ હિંદી સંગીતમાંથી પણ તરી આવે છે; કારણ આપણે વાંચીએ છીએ કેઃ પશ્ચિમના સંગીતની સ્વરમાલિકામાં અસપ્તકથી કમી સૂર નથી, જ્યારે હિંદી સંગીતમાં પાસપીકના સૂર પણ છે અને તેને લીધે ચૂરેપીયને હિંદી સૂરાની નકલ કરી શકત નથી.” વળી પ્રાચીન હિંદુ રાગે! ધણુાજ થાડા યૂપીયને જાણે છે અને એ રાગેનાં સ્વરૂપ એવ છે કે, આપણે પશ્ચિમની ‘ટેશન'ની પદ્ધતિમાં ઉતરી શકતા નથી. . ૪૩ Shree Sudharmaswami Gyanbhandar-Umara, Surat www.umaragyanbhandar.com

Loading...

Page Navigation
1 ... 569 570 571 572 573 574 575 576 577 578 579 580 581 582 583 584 585 586 587 588 589 590 591 592 593 594