Book Title: Shubh Sangraha Part 02
Author(s): Bhikshu Akhandanand
Publisher: Sastu Sahityavardhak Karyalay

View full book text
Previous | Next

Page 577
________________ wwwwwwwwww કુલીનતાને કાળો નાગ ૧ ૬૭૯ શ્રદ્ધાએ તો આજે બોલવાનો નિરધાર કર્યો હતો, તે ફરીથી બોલવા લાગી. આ વખતે તેનાં નેત્રોમાં અનેરું તેજ-મુખમંડળ ઉપર દૈવી ઓજસ-ચમકી રહ્યું હતું. કે યોગિની મૈયાસમાં તે દીપી રહી હતી. “શું કામ રડો છો ? હાથનાં કર્યા હૈયે વાગ્યાં છે, પણ તમારી દીકરી દુ:ખી થાય તેમાંએ દૈવી હેતુજ રહ્યો છે. જે ઘેર પારકી પુત્રીઓ દુઃખી થઈ હોય, તે ઘરની પુત્રીઓને સ્વને પણ સુખ નજ મળે. પિતાજી! બેલો, તમારાજ કુટુંબમાં પુત્રવધૂઓને હીંચકાની સાંકળે એટલાએ બાંધી હીંચકવામાં આવી નથી ? તેમને ઘેડાઓની ચાબુકે ફટકાવવામાં આવેલ નથી ? તેમના મુખમાં શ્વાનવી...ભરવામાં આવેલ નથી? નરક્યાતના આથી વધારે શું હશે? જગતના લેકે ! કાન હોય તે આ મૃત્યુશામાં પડેલી સ્ત્રીનાં વચન સાંભળજે. જે ઘરની પુત્રવધૂઓ ઉપર ત્રાસ પડે છે, તે ઘરની દીકરીઓ કદી સુખી નહિ થાય. જે ઘરમાં પુત્રવધુઓ પીડાય છે, તે ઘરની લક્ષ્મી, સુખ, ઉન્નતિ, વિદ્યા, સદાચાર સધળું હરાય છે ! એ ખોટી મેટાઈ માટે મરતાં, ખાનદાની સિવાયના કહેવાતા કુલીનેને ઘેર રહેંસાવા માટે તમારી દીકરીઓ દેનારાં માબાપ ! આખો હોય તે જુઓ, કુલીન કુટુંબને ભોગ થઈ પડેલ આ સ્ત્રીને !” (૩). શ્રદ્ધાની જ્ઞાતિમાં એક વર્ગ પિતાને કુલીન મનાવતા હતા, બીજા વર્ગને તેઓ પિતાનાથી ઉતરતા ગણતા. તેમને પોતાની દીકરીઓ દેતા નહિ, પરંતુ જેમને તેઓ ઉતરતા માનતા તેમની દીકરીઓ ચાંલ્લાવિના લેતા પણ નહિ. બીજા વર્ગમાં પોતાની જાતને માટે શ્રદ્ધા અને આત્મભાન કશું નહોતું. ધીરે ધીરે બધું લુપ્ત થઈ ગયું હતું, એટલે એવું અપમાન પણ રાજી થઈને કબૂલ કરવામાંજ પિતાને મેટાઈ મળેલી ગણતા. પરિણામે કલીને એમની દીકરીઓ(પિતાની સ્ત્રીએ)ને અપાર કછુ આપતાં. તેમને પેટપૂરતું ખાવા કે પહેરવા વસ્ત્રો પણ આપતા નહિ. વસ્ત્રો તે એના બાપેજ પૂરાં પાડવાં જોઈએ, એટલું જ નહિ પરંતુ રસોડાપ્રવેશ માટે તથા બીજી વિધિઓ માટે પણ કન્યાના પિતાએ મોટી રકમ આપવી જ જોઈએ, એવો હકક એ વર્ગે સ્થાપિત કરી દીધો હતો. ન્યાયની ખાતર કહેવું જોઈએ કે, નોકરશાહીને ખરાબમાં ખરાબ સભ્ય પણ એ કહેવાતા કુળવાને જે સંગદિલ નથી હેતે; જનરલ ડાયરની ક્રૂરતા પણ એમની કરતા આગળ કુછ બિસાતમાં ન ગણાય. જેની પુત્રીને તેઓ પત્ની તરીકે સ્વીકારે, તે માણસે એમનું તમામ ખર્ચા નીભાવવું જ જોઈએ, એવી તેમની માન્યતા હતી. એ વર્ગના શિક્ષિત યુવકે સુદ્ધાં એજ મતને માનનારા અને સ્ત્રીઓને ઘરની ઉંદરડી કરતાં પણ તુચ્છ ગણનારા હતા. આમ છતાં શ્રદ્ધાના પિતા જેવા અનેક પિતાઓ એમની ન્યાતમાં હતા, કે જેઓ કરગરીને પણ તેમને કન્યાઓ આપતા અને એથી પિતાના કુળને આકાશમાં ચઢાવેલું ગણતા ! જે વર્ગ માંથી સારાસારને વિચાર કરવાની શક્તિ, સ્વાભિમાન અને વિવેકબુદ્ધિનો નાશ થયો હોય, તે વર્ગની શ્રદ્ધા જેવી નિર્દોષ બાળાઓ અકાળે મૃત્વમુખે પડે તેમાં શી નવાઈ ? એ વર્ગનો ઉદ્ધાર શી રીતે થાય ? શ્રદ્ધા જન્મથી જ કોમળ હૃદયની, સંસ્કારી આત્માવાળી અને દુશ્મનને પણ વહાલી લાગે તેવા સ્વભાવવાળી હતી. એનાં માતાપિતાની તે એકની એક પુત્રી હોવાથી કુટુંબની લાડકી હતી. એ લાડને પરિણામે તેના વિદ્યાભ્યાસમાં કે ગૃહવ્યવહારના કાર્યનાં યોગ્ય શિક્ષણમાં લગારે ક્ષતિ આવવા દીધી નહતી. | શ્રદ્ધાના પિતા એના ગામમાં ડાહ્યા પુરુષ ગણાતા, પાંચ પૈસે સુખી અને પિતાના વિભાગમાં કુલીન ગણાતા; એટલે શ્રદ્ધાને કહેવાતા કુલીનને ઘેર દેવામાં જ તેઓ મેટાઈ માનતા હતા. એને લીધે જ તેમણે પોતાના કુટુંબના રિવાજની સામે થઈને, ન્યાતમાં વધારે ખાનદાન ગણતા કુટુંબમાં શ્રદ્ધાને દીધી; પરંતુ એમની ન્યાતમાં ચારિત્ર્ય કે વિદ્યાની કટીથી ખાનદાની નહોતી અંકાતી. અમુક ગામમાં અને તેમાં પણ અમુક કુટુંબમાં જન્મે તે-પછી ભલે ચેરી કરતે હોય, ગરીબોનાં ગળાં રહેતો હોય, ખરાબ કર્મો કરી જેલ સેવી આવ્યો હોય, ભીખ માગતો હોય છતાં પણ તે-ખાનદાન ગણત. પિતાને હલકા ગણાવનારાઓ એ રીતે ખાનદાનીની કસોટી કરતા, એટલે એ કહેવાતા કલીનો વધારે મકકમ બની પોતાની જોહુકમી વધાયેજ જતા. એ ન્યાતનો યુવક Shree Sudharmaswami Gyanbhandar-Umara, Surat www.umaragyanbhandar.com

Loading...

Page Navigation
1 ... 575 576 577 578 579 580 581 582 583 584 585 586 587 588 589 590 591 592 593 594