________________
કુલીનતાનો કાળો નાગ કુલીનતાને કાળો નાગ
(એક બળતી બાળાની સાચી કરુણ કથા). (લેખક:-શ્રી સુધાકાન્ત ભટ્ટ–હિંદુસ્થાન તા. ૧૨-૮-ર૭ના અંકમાંથી) (કુલીનતાને નામે સમાજમાં ચાલી રહેલાં પારાવાર પાપની હવે અવધિ થતી જાય છે. નીચેની કરુણ આમાથા ગુજરાતના હિંદુસમાજમાં ખરેખરી બનેલી છે. ઓ હિંદુસમાજ ! મૃત્યુશસ્થાપર સૂતેલી બાઈને રડતા હૃદયની કારમી ચીસ સાંભળ. અને સાવધ થા !)
“ બા, પુષ્મા કાકી, ચંપા ભાભી ! તમે બધાં અહીં આવો, બહાર બીજું જે કો તેને પણ લેતાં આવો. ભલે મારી બા ગમે તે કહે. હવે હું તમારી ઘડી બે ઘડીની મહેમાન છું.”
શ્રદ્ધા ! તારું સો વર્ષનું આયુષ્ય છે. એવું અમંગળ ન બોલીએ.” પુષ્મા કાકીએ તેની પાસે જતાં કહ્યું.
બેટા ! ઊંકટરે કહ્યું છે કે, તું વધારે બોલીશ તો મગજ ઉપર દબાણ વધશે, માટે આજનો દહાડો શાંત રહે.” શ્રદ્ધાની બા વિદ્યાએ દયામણું મોટું કરીને કહ્યું.
બા ! મારે આજેજ બેસવું છે, કાલે તો પછી હું અહીં બેલવા કે તને સતાવવા રહેવાની નથી.” મંદસ્વરે શ્રદ્ધાએ “વાસ ખાતાં ખાતાં કહ્યું.
ગુલાબની ખીલતી કળીને ભીમાં નાખી હોય, તેવી શ્રદ્ધાની દશા હતી. એના શરીરનું વાન, એના ચહેરાને ડાળ, એનું સપ્રમાણ નાક અને એનાં દીર્ઘ શ્રટીવાળાં ને જોઈને કોઈ પણ કહી શકે કે, તંદુરસ્ત હાલતમાં શ્રદ્ધા ખુબસુરત ગણાતી કન્યાઓમાંની એક હશે; પરંતુ સુકોમળ વેલીને વિશ્વના આછા આછા તાપે કરમાવી નાખવામાં આવી હોય, તેવી તેની દેહલતા કરમાઈ ગઈ હતી. માંદગીએ તેના શરીરને જેટલું નહોતું તાવી નાખ્યું, તેટલું માનસિક વ્યથાએ તાવી નાખ્યું હતું.
પુત્રીનાં કરુણ વચન સાંભળીને વિદ્યાનાં નેત્રોમાંથી મોતી જેવાં અશ્રુઓ ટપકી રહ્યાં. તેણે સાડી પાછળ મુખને ઢાંકવાના ઘણા પ્રયત્ન કર્યા; પરંતુ ચતુર શ્રદ્ધા તે જોઈ ગઈ. માતાને આશ્વાસન આપતાં તેણે કહ્યું -“બા ! આમ શોક કર્યો શું વળવાનું છે ? જો હું તને વહાલી હોઉં તો મારી મૃત્યુશા ઉપરની છેલ્લી ઇચ્છા તું પૂર્ણ કર-બધાને અંદર આવવા દે.”
શ્રદ્ધાના શબ્દોથી સર્વને દયા આવી. પુત્રીના આગ્રહ આગળ ડૉકટરની આજ્ઞા માતાને માલવિનાની લાગી. તેણે બહાર બેઠેલાં સર્વને માનપૂર્વક અંદર બેલાવ્યાં.
માંદા માણસની પાસે આવી, તેને અનેક તરેહના પ્રશ્ન પૂછી કંટાળો આપી, માંદગીમાં ધારો કરવા જેવું હિંદુસંસારમાં નિય બને છે. ડોકટરોની ગમે તેવી સલાહ હોય કે દરદીને ખુલ્લામાં રાખવો, તેની પાસે વધારે ગરદી થવા ન દેવી, તેની સાથે તો કોઈને પણ વાત સરખીએ ન કરવા દેવી; પરંતુ હિંદુસમાજમાં સોમાં પંચાણું ઠેકાણે તેનાથી ઉલટું જ વર્તન કરવામાં આવે છે.
પરંતુ વિદ્યાએ આજસુધી ઑકટરની દરેક સૂચનાઓને કડક અમલ કર્યો હતો. આજે પુત્રીનાં કરણ વચનાએ તેની એ દઢતાને પીગળાવી દીધી.
બહારથી બધાં અંદર ગયાં. શ્રદ્ધાએ ધીરે રહીને પડખું બદલ્યું. સૌને સત્કાર કરતાં તેણે કહ્યું – “ આવો.”
તેને લાગુ પડેલી ખાંસીથી તેને અવાજ બદલાઈ ગયો હતો, છતાં પણ એક વખતે એના ગાળામાં કાર્યાલ કે બુલબુલને વાસો હશે, એવું જણાતું હતું. વિનય અને વિવેકની તે તે શ્રદ્ધામૂર્તાિ જ હશે એવું અત્યારે પણ તેની વાતચીતની ઢબ ઉપરથી લાગતું હતું; અને હતું પણ તેમજ.
“બહેન ! બધાં આવ્યાં છે, પણ હવે તું વધારે ન બોલે તો સારું. '' પુષ્પાએ સૌની વતીથી કહ્યું.
“પુષ્મા કાકી ! તમારી મારા ઉપરની મમતા એમ કહેવડાવે છે; પરંતુ મારે અંતરાત્મા કહે છે કે, હવે હું બહુ બહુ તો એકાદ દિવસની જ મહેમાન છું. હું પણ સમજું છું કે, વધારે બોલવાથી મારી પ્રકૃતિ બગડશે; પરંતુ હવે મને જીવાડવાના તમારા બધા ઉપાયો વ્યર્થ જવાનું છે. મારી
Shree Sudharmaswami Gyanbhandar-Umara, Surat
www.umaragyanbhandar.com