Book Title: Shubh Sangraha Part 02
Author(s): Bhikshu Akhandanand
Publisher: Sastu Sahityavardhak Karyalay

View full book text
Previous | Next

Page 569
________________ આજનું શિક્ષણ એ શિક્ષણ નથી. આજનું શિક્ષણ એ શિક્ષણ નથી. પરંતુ ગુલામીનાં બંધનોને મજબૂત કરનારું એક ભયંકર યંત્ર છે. (લેખક – મૂળશંકર જાદવજી વ્યાસ-ધરાષ્ટ્રશક્તિ” તા. ૧૨-૮-૧૯૨૭ ના અંકમાંથી) આપણે નિશાળો અને વિદ્યાલય દેશોન્નતિનાં અમીઝરણું હોઈ શકે, આપણા સમાજ અને ધર્મ ઈતિહાસના દુર્ગસમાં હોઈ શકે, સ્વાતંત્રય અને સ્વરાજના રથચક્રસમા બની શકે; પરંતુ એ બધું કયારે? જ્યારે એ શિક્ષણકારોબાર આપણા મત મુજબ ચલાવાય ત્યારે જ. અંગ્રેજે પૂરા વિચક્ષણ છે, એમણે ભારતવર્ષને યશસ્વી ઇતિહાસ નિહાળ્યો, એમણે આર્ય સંસ્કૃતિની ઝમક તથા પ્રાચીન ઋષિમુનિઓના પવિત્ર સંસ્કારે જોયા, પ્રાચીન શૂરવીરાના વીરત્વનાં ગુણગાન સાંભળ્યાં, બ્રહ્મર્ષિઓની ગહે ગૃહે વ્યાપી રહેલી બ્રહ્મદીક્ષાઓનું સચરાચર તેજ ભાળ્યું, ગ્રીસ અને પાર્ટીના કેસરીઓથી પણ અધિક ક્ષત્રિયની ભસ્મમાં છુપાયેલી દૈવી શક્તિની ચીનગારીઓ ભાળી, વૈોનાં વાણિજ્યશક્તિનાં સાહસો માપ્યાં, શદ્રોની ભક્તિપરાયણ નિઃસ્વાર્થ સેવાઓ જોઈ, આકાશમાંથી ઉતરતા વજસામે ટટાર ઉભા રહેનાર વીર કેસરીઓની સુકીર્તિઓ સાંભળી અને રણમેદાને જતા કંથને કુમકુમતિલક કરીને કમરે સમશેર બાંધનારી અને મૃત પતિની સાથે ચિતામાં હસતે મોઢે “જય માતૃભૂમિ, જય માતૃભૂમિ” “જય પતિદેવ, જય પતિદેવીની જયગર્જના કરતી સળગી જનારી ભારતી સતીઓને અપાર મહિમા સાંભળ્યો. જે દેશમાં આવી અજબ સંસ્કૃતિ, આવું અદ્ભુત શુરાતન, અનેરું એજિસ અને અપૂર્વ શક્તિ હોય; આ ક્ષણભંગુર દેહને ફેડીને યશસ્વી દેહને ચિરંજીવી કરવાની હોંશ જે દેશમાં હોય એવા દેશની વિરાટ પ્રજાને વશ કરવાવાળ-તેને ગુલામ બનાવવાવાળું આ જગતમાં કોઈ જગ્યું નથી. એ સનાતન સત્ય અંગ્રેજોની વિચક્ષણ બુદ્ધિએ પારખી લીધું. ભારતવર્ષમાં અંગ્રેજ સત્તનતના પાયા ઉડા નાખવા એ વિદેશીઓએ હિંદના બાળહૈયા ઉપર જૂદીજ છાપ ચીતરવા માંડી. હિંદની અગાધ શક્તિને મુઠ્ઠીમાં પકડી અને આ દેશમાં ટેક, સ્વમાન અને પવિત્ર કીતિમાટે મરી ફીટવાનું આદર્શ શિક્ષણ મળતું, તેજ દેશમાં આજે અમારા યુવાન હિંદીઓને કોલેજોમાં બ્રિટિશ સમા કઈ બહાદુરે પાકયા નથી, હિંદના ઇતિહાસમાં યુરોપના ઈતિહાસસમું વિત નથી, વેલિંગ્ટન અને નેહસન તો ઈલાંડમાંજ પાકે, નેપોલિયન અને ઢોલ તે યૂરોપમાંજ જન્મ, ઈલીઝાબેથ અને સમ્રાજ્ઞી વિકટોરીઓ જેવી સ્ત્રીવિભૂતિઓ તો લંડનની યશસ્વી ગાદીએજ હોય ! વાચક ! ભારતીય ઇતિહાસનો પડદો જરા ઉચો કર. ઇગ્લાંડ કે યૂરોપની વિભૂતિઓનાં નામો તિ ત્યાંજ અમર હશે અને ત્યાં જ રહેશે. પરંતુ જગતના દેટસ કરેડ માનવલોકના ઈતિહાસમાં ભગવાન શ્રીકૃષ્ણ અને પ્રતાપી રામચંદ્ર કેટલા થયા છે? જગતમાંથી ગર્વનો નાશ કરનાર પરશુધારી દ્ધના અવતારમાં ભગવાન પરશુરામ કેટલા છે ? દ્રૌપદી અને સીતા જેવી અડગ ટેકીલી, દમયંતી અને તારામતી જેવી આદર્શ સતીઓ કેટલી છે? રણમેદાને ઝઝુમનારી દુર્ગાના અવતાર સમી બ્રાહ્મણ સમાજના રત્નસમી લક્ષ્મીબાઈ કેટલી છે? મહાન સિકંદર જેની અપૂર્વ શક્તિથી શરમાય તેવા બ્રાહ્મણસમ્રાટું પૌરસ કેટલા છે? મરણીયા પ્રતાપ અને વીર દુર્ગાદાસ કેટલા છે? દેહદિવાલો ખડી કરીને શત્રુઓની સામે માતૃભૂમિની રક્ષા માટે કિલા રચનારા બ્રહ્મતેજથી દેદીપ્યમાન બ્રહ્મર્ષિઓ અને ક્ષાત્રતેજથી સૂર્યાસમાં ક્ષત્રિય કેટલા છે? ૨૫-૩૦ વર્ષની ટુંકી મુદતમાં જગતની એક મહાન જબરદસ્ત સલતનતના પાયા હચમચાવી મૂકી તેના ચૂરા કરનારા શિવાજી મહારાજ કેટલા છે ? વિશ્વમાં જે શોધ્યું ન મળે તેવું ઘણુંએ આપણું આ પવિત્ર હિંદમાં છે, પણ એ ભાન કરાવનાર શાળાઓ અને કૅલેજે તો આજે અમારા ભારતના ભાવી સંચાલકોને ગુલામી પ્રથાનું જ શિક્ષણ દે છે. ભૂખે મરતી માતાઓ-બહેને અને બચ્ચાંઓના દુઃખભર્યા પોકારો સાંભળીને માતૃભૂમિનો ઉપહાસ થતી જોઈને જે વિદ્યાર્થીઓનાં હૈયાં નથી દુઃખતાં તે વિદ્યાથીએ, તે શિક્ષણ હિંદને Shree Sudharmaswami Gyanbhandar-Umara, Surat www.umaragyanbhandar.com

Loading...

Page Navigation
1 ... 567 568 569 570 571 572 573 574 575 576 577 578 579 580 581 582 583 584 585 586 587 588 589 590 591 592 593 594