Book Title: Shubh Sangraha Part 02
Author(s): Bhikshu Akhandanand
Publisher: Sastu Sahityavardhak Karyalay

View full book text
Previous | Next

Page 564
________________ ગ્લૅડસ્ટનનાં કેટલાંક બોધવચને અનુભવ થવા પહેલાં પુષ્કળ વાત પર વિશ્વાસ મૂક એ ડહાપણ છે. શિક્ષણના હેતુઓમાં એક હેતુ એ પણ છે ખરે કે, તેની સહાયથી મનુષ્ય કોઈ પણ ધંધે કરી શકે; પણ આ હેતુ ગૌણ હોઈને મુખ્ય હેતુ તે એજ છે કે, પવિત્ર વિષયોથી અંતઃકરણને ઉન્નત કરવું. કાઈ પણ કારણથી કિંવા હેતુથી મનુષ્ય જે દિવસે પિતાના અંતરાત્માની આજ્ઞા-પ્રેરણાનું અપમાન કરે છે, તે દિવસ તેને માટે ઘણાજ ખરાબ અને મહા અનર્થકારી છે. X શરીરશ્રમ લજજાસ્પદ હોવાની સમજ લોકોમાંથી દૂર કરવી જોઈએ; એટલું જ નહિ પણ જાતે શરીરશ્રમ કરીને તેથી થયેલી પોતાની શારીરિક ઉન્નતિનું દૃષ્ટાંત એવી સમજ ધરાવનારાઓને દર્શાવી આપવું જોઈએ. X તમે જેમ જેમ વિશેષ જ્ઞાન મેળવતા જશે, તેમ તેમ તમને જણાશે કે, આપણે જે કાંઈ જ્ઞાન મેળવ્યું છે તે બહુજ થોડું છે અને જે મેળવવાનું છે તે અગાધ છે. આપણે જેટલું જાણતા હોઈએ છીએ, તેને જ આપણે જ્ઞાન કહીએ છીએ. તે આપણી જીભ આપણે સ્વાધીન હોવાથી જ કહીએ છીએ; નહિ તે જ્ઞાન કહ્યું એટલે તેમાં સહજ પણ અજ્ઞાન હોવું જોઈએ નહિ, પરંતુ એવું ક્યાં હોય છે? ગુએ આપણું કામ જે અંતઃકરણપૂર્વક કર્યું છે, તે જોતાં તમે તેમને કાંઈ માન અથવા પદાર્થ આપો, તેથી કાંઈ તમે તેમના ઋણમાંથી મુક્ત થઇ શકતા નથી. - ઈશ્વરી સત્ય સમજવાનાં જે સાધનો આપણા હાથમાં છે, તેને યથાયોગ્ય ઉપયોગ કરે એ આપણી જ સત્તામાં છે. તે જ્ઞાનનું તન, મન કે ધન ઉપર) જે કાંઈ શુભ પરિણામ આવે તે ઈશ્વરને જ અર્પણ કરવું જોઇએ. x કર્તવ્યકર્મ પ્રત્યે મનુષ્યના હદયમાં જે અગાધ શ્રદ્ધા અને તે શ્રદ્ધામાંથી અત્યંત લીનતા તથા દઢ નિશ્ચયનું જે મિશ્રણ ઉત્પન્ન થાય છે, તે જ આ મનુષ્યપર પરમેશ્વરની કૃપા ઉતારવાનું અને તે કૃપાને કાયમ રાખવાનું ઉત્કૃષ્ટ સાધન છે. દુકાનમાં માલ પુષ્કળ ભર્યો હોય, પરંતુ ઘરાકી બિલકુલ ન હોય તે એવી દુકાન જેમ નિફળ છે, તેમ મનમાં અનેક સારી વાતો સમાઇ રહેલી હોવા છતાં તે પ્રમાણે ક્રિયા ન થતી હોય એવું શિક્ષણ પણ નિષ્ફળ છે. આપણું મનવૃત્તિપરજ આપણી સત્તા ચાલતી ન હોય, તો પછી બાહ્ય સૃષ્ટિ ઉપર અર્થાત જગતના પદાર્થો ઉપર આપણી સત્તા વધતી જાય છે અથવા તે “આપણે અધિકાધિક જ્ઞાની થતા જઈએ છીએ એ ગર્વ કરવો એ વ્યર્થ જ છે. આ પાપમય જગતમાં અનેક સ્થળે સત્યને એથે જ અસત્ય અને ધર્મશ્રદ્ધાને એથેજ અશ્રદ્ધા અને અધાર્મિકતા છુપાઈ રહેલાં હોય છે, માટે સાવધ રહેવું. મનુષ્યના મનપર સતા ચલાવવાને પુરુષાર્થ અને પ્રારબ્ધની જે લડાઈ ચાલી રહી છે, તેના Shree Sudharmaswami Gyanbhandar-Umara, Surat www.umaragyanbhandar.com

Loading...

Page Navigation
1 ... 562 563 564 565 566 567 568 569 570 571 572 573 574 575 576 577 578 579 580 581 582 583 584 585 586 587 588 589 590 591 592 593 594