Book Title: Shubh Sangraha Part 02
Author(s): Bhikshu Akhandanand
Publisher: Sastu Sahityavardhak Karyalay

View full book text
Previous | Next

Page 563
________________ X ગ્લૅડસ્ટનનાં કેટલાંક બોધવચનો ધર્મ એ એક મહાન શક્તિ છે. તેની આગળ રાજાઓએ તથા રાજ્યપ્રકરણી પુરૂષોએ પણ પોતાનાં કામોની ઝડતી કેઈપણ વખતે આપવી જ પડશે. ૪ જે રાષ્ટ્રની સઘળા પ્રકારની સંસ્થાઓમાં તેમજ કાર્યોમાં અભિવૃદ્ધિ જોવામાં આવે, તે રાષ્ટ્રની ઉન્નતિ થતી ચાલે છે, એમ સમજવું. આપણે પિતાનું કર્તવ્ય બજાવવામાં કદી પાછી પાની કરવી જોઈએ નહિ તેમ તેમાંની અડચણ પ્રત્યે દુર્લક્ષ્ય પણ કરવું જોઈએ નહિ. x X પાપના સંભધિમાં ઈથરનો ભય રાખીને વતં, એટલે તેમાં સધળું જ આવી નય છે. પરમાર્થની વાત ઘણુજ આઈબરથી કહેવી અને રહેણ તેનાથી ઉલટી રાખવી, એના જેવું સહેલું કામ બીજું નથી. ' એકાદ જોયેલી વાત ઉપરથી અંતરાત્માની પ્રેરણાને ખોટી માનવાને મનુષ્ય મહિત થાય છે; આ પ્રકારનો પ્રસંગ ખરેખર અત્યંત ભયંકર અને ઘણું સંકટનો છે. એકાદ મહાન માણસના વિચારોને પોતે વિચાર નહિ કરતાં કબૂલ કરવા, એ જેટલું ખોટું છે; તેટલું જ મહાન માણસોના વિચારોને યોગ્ય માન ન આપવું એ પણ ખોટું છે. મનુષ્ય પ્રાણી, એ આ સૃષ્ટિમાં સર્વ સારી વસ્તુઓને કળશ છે. મનુષ્યજાતિ, મનુષ્યસ્વભાવ, મનુષ્યકર્તવ્ય તથા મનુષ્યનું ભવિતવ્ય એ સર્વ અભ્યાસને અત્યુત્તમ વિષયે છે. x ચિરકાળની કીર્તિની ઇચ્છા એ સત્કાર્યો કરવાને ઉત્તમ પ્રકારની વૃત્તિ છે; પરંતુ તેને આપણું અંતરાત્માની અને પરમાત્માની આજ્ઞા નીચેજ રાખવી. મારે અંતકાળ પાસે આવતો જાય છે, તેમ તેમ મને મતભેદ ઓછો દેખાતો જાય છે અને ઐક્ય અત્યંત મોટું જણાય છે. કોઈ પણ રાષ્ટ્ર અને કોઈ પણ યુગના મનુષ્યનો ઉદ્યોગ અને પરસ્પરને પ્રેમ તેમની ઈશ્વરભક્તિના પ્રમાણપર આધાર રાખે છે. અસત્ય અને દંભના પ્રકાશ કદાચ થોડો સમય કાયમ રહેશે; પરંતુ પરિણામે તો તે ખુલું પડી જઈને અપકીર્તિ અને વિપત્તિ આવ્યા સિવાય રહેશેજ નહિ. પરમેશ્વરપ્રત્યેનાં કર્તવ્યો તરફ આપણું લક્ષ્ય પુષ્કળ હોવું જોઇએ અને તે જેટલા પ્રમાણમાં હશે તેટલાજ પ્રમાણમાં આપણી ભવિષ્ય ઉન્નતિ થનાર છે. માત્ર ક્ષણિક પશ્ચાત્તાપથીજ કાંઈ અપરાધ ટળી જતો નથી, પરંતુ પશ્ચાત્તાપને ક્રમ એકસરખો ચાલો જોઈએ તથા પરિપૂર્ણ થવો જોઈએ. તે સિવાય પાપશુદ્ધિ-ચિત્તશુદ્ધિ થતી નથી. ગ્રંથસંગ્રહ કરવામાં ગ્રંથાવલોકનની આવડત, સમય, પૈસા, જ્ઞાન, સારાસાર-વિચાર અને દૃઢ નિશ્ચય એટલા ગુણોની જરૂર છે. એમાંના આવડત અને નિશ્વય એ બે ગુણે મારામાં છે. Shree Sudharmaswami Gyanbhandar-Umara, Surat www.umaragyanbhandar.com

Loading...

Page Navigation
1 ... 561 562 563 564 565 566 567 568 569 570 571 572 573 574 575 576 577 578 579 580 581 582 583 584 585 586 587 588 589 590 591 592 593 594