________________
૬૫૮
ભારતવર્ષના ભાવિ વિધાયકાને
આપણા કેટલાય પડિતા અને અધ્યાપકા પેાતાની પ્રાતઃસબ્બામાંથી પરવાર્યાં પછી નિયમિત વ્યાયામ કરે છે, એ મારે જાત અનુભવ છે; પણ એ બધુ છતાં એક રાષ્ટ્રતરીકે, એક પ્રજાતરીકે, આપણે શારીરિક શિક્ષણનું મહત્ત્વ ભૂલ્યા છીએ અને પરિણામે આપણે જોઇએ છીર્ભે કે, આપણી પ્રજાની વર્ષો થયાં અધતિ થઇ રહી છે.
આપણા વિદ્યાર્થીઓએ બ્રહ્મચર્યના ઉચ્ચ આદર્શ ગુમાવ્યેા છે, એ તેને મને અનહદ ગ્લાનિ થાય છે. જીવનનાં પ્રથમ પચીસ વર્ષે તનના અને મનના વિકાસમાં વ્યતીત થવાં ોઇએ, એ પુરાતન ભાવનાને આજના વિદ્યાર્થી-જીવનમાં સ્થાન નથી રહ્યું. એ બ્રહ્મચ`દીક્ષાની ભાવના સર્વસંમાનિત જીવનધર્મ તરીકે જીવત નથી રહી શકી. આપણા પૃદ્ધે બ્રહ્મચર્યની જે કિ ંમત આંકતા, તે કિ`મત આપણે નથી આંકતા. અહા ! ઋષિઓના તપેવનમાં વેદની ઋચાએાના મૂળ પાથી ગુંજી રહેતાં ગુરુકુળામાં વિદ્યાર્થીઓને મૂકવામાં આવતા, ત્યારે તે વા સર્વ દેશીય વિકાસ પામતા ? ત્યારે તેએ કેવી અજબ શરીરશક્તિ સપાદન કરતા ? ત્યારે આર્યોવના ઉચમાં ઉચ્ચ કુરુબેના પુત્રોને-રાજવંશીઓ સુદ્ધાંને-શિક્ષણાર્થે તે દરેક બ્રાહ્મણ ગુરુએને ઘેર મેાકલાતા; અને ત્યાં સુકુમાર અને વિલાસી જીવન જીવવાનું શિક્ષણ નહિ પણ કાર, કષ્ટમય અને તપસ્વી જીવન જીવવાની તાલીમ અપાતી. એ રીતે તાલીમ પામી તે ગૃહસ્થજીવનને માટે
લાયક બનતા.
આપણે હવે એ પુરાણી બ્રહ્મચારી વિદ્યાર્થી--જીવનની પ્રથાને પુનર્જન્મ આપવાના છે. બ્રહ્મચ. એજ સર્વશ્રેo ખળ છે. જ્યારે અર્જુને પોતાના એક પ્રતિસ્પર્ધીને દ્વાર દીધી, ત્યારે એ પરાજિત પ્રતિસ્પર્ધા એ અર્જુનને કહેલું કે, “ તમે મને આ પરાજય આપે! છે! એ તમારા બ્રહ્મચય'ને પ્રતાપ છે.’ બ્રહ્મચર્યા તેના દીક્ષાવારીમાં એવી અજબ તાકાત પૂરે છે. આ હેતુથીજ આપણા વિદ્યાર્થીઓને માટે પુનિત બ્રહ્મચારી જીવનની ભાવનાને પુનરુદ્ધાર કરવાને છે. એ ભાવનાના પુનરુદ્ધારની સાથે શારીરિક તાલીમની ભાવનાને પણ જીવતી કરવાની જરૂરત છે. જેમ આપણે એક ધાર્મિક ફરજતરીકે, સવાર અને સાંજ, નિયમિત સધ્યા કરીએ છીએ, તેમ દરેક સ્ત્રીપુરુષે પ્રતિદિન નિયમિત શારીરિક કસરત કરવીજ ોઇએ.
આજે જ્યારે ભારતવર્ષની પ્રજા તેને બ્રહ્મચર્યને આદર્શ અને તેના શરીરવિકાસના ધર્મને ભૂલી છે, ત્યારે એ દિશામાં, પશ્ચિમની પ્રજાએ કેવી અજબ પ્રગતિ કરી છે એ તમે જાણા છે ? પશ્ચિમની અર્વાચીન પ્રજાએએ શારીરિક તાકાતની કિંમત બરાબર આંકી લીધી છે અને તેમને એક એક જુવાન ભીમ અને હનુમાન બને તે અર્થે, તેએ ભગીરથ પ્રયાસ કરી રહ્યા છે. મને પારાવાર અકસેસ તે। એ થાય છે કે, જેમ આપણે જીવનની બધી દિશાઓમાં પાશ્ચિમાન્ય પ્રજાએથી ક્યાંય પછાત પડી ગયા છીએ, તેમ આ શરીરવિકાસની દિશામાં પણ આપણે તેમના કરતાં કયાંય પાછળ છીએ. અમેરિકનોએ અને અગ્રેન્નેએ, ફ્રેન્ચેએ અને જર્મન એ, ખાસ પરિશ્રમ ઉડ્ડાવી, શરીર-વ્યાયામની વિશિષ્ટ પદ્ધતિએ ગોધી કાઢી છે. માત્ર પચાસ વ પહેલાં માયકાંગલા સમા લાગતા આપણા એશિયાઈ બાંધવ જાપાનીએ!એ પણ, આ અર્ધી સદીમાં તે કૈાઇ વિસ્મયજનક પરિવર્તન સાધી લીધુ છે. પચાસ વર્ષાં પહેલાં જે જાપાનને ભરખી જવા ચૂરોપીય પ્રશ્નએ આપસઆપસમાં રિફાઇ ખેલી રહી હતી, તેજ જાપાન સામે ખુરી નજર માંડવાની પણ આજે કાઈ ચાપીય પ્રજા હિંમત કરી શકતી નથી. એટલી તાકાત અને શક્તિ આજે જાપાનીઓએ જમાવી લીધાં છે. આમ જાપાનીએ વખતસર જાગી ઉડ્ડયા અને કામ, તિ અને ધર્મના ભેદે ભૂલી તેમણે સ્વદેશપ્રેમનેજ એક સવેપર જીવનધ બનાવ્યા અને પછી તેમણે તેમના જીવાનેાને શારીરિક તાલીમ આપવા માંડી. આ રીતે સ્વદેશપૃાની દીક્ષા લીધા પછી, માત્ર બે દશકામાં તે! તેમણે કેટલી સિદ્ધિ સંપાદન કરી, એ તમે કાઇ નણા છે. ? તેમણે વીસ વમાં તે તેમના જીવાનેને એવા તૈયાર કરી દીધા કે, ૧૮૯૫ માં જ્યારે ચીન સાથે લડાઇમાં ઉતરવું પડયું, ત્યારે તેએ ચીનને સમ્ર હાર આપી શકયા. પછી તે! ૧૯૦૫માં રશિયાને પણ પરાજિત કર્યું. આમ જાપાને જ્યારે રશિયા જેવી બળવાન યૂરોપીય પ્રજાની સામે ટક્કર ઝીલી; એટલુંજ નહિ પણ તેને સમ્ર હાર દીધી, ત્યારે યૂરેપની અન્ય પ્રજાએની આંખા આર્ડનાં ડળ ખુલી ગયાં. તેમને જ્ઞાન થયું કે, એશિયાઇ પૃથ્વી ઉપર એક એવી નવી પ્રજાને જન્મ
Shree Sudharmaswami Gyanbhandar-Umara, Surat
www.umaragyanbhandar.com