Book Title: Shubh Sangraha Part 02
Author(s): Bhikshu Akhandanand
Publisher: Sastu Sahityavardhak Karyalay

View full book text
Previous | Next

Page 557
________________ ભારતવર્ષની જનનીઓને પટ થયેા છે, કે જેને પૃથ્વીના મહાપ્રજાઓના મંડળમાં સ્થાન આપ્યાવિના છુટકેાજ નથી. આ અધી શારીરિક તાલીમના પ્રતાપ. જાપાને તેની તમામ શાળાઓમાં વિદ્યાર્થીઓને શારીરિક તાલીમ આપવા માંડી અને જાપાની જીવાનને લશ્કરી શિક્ષણ આપવા માંડયું, તેનુંજ આ પરિણામ. હિંદુસ્થાને પૃથ્વીની મહાપ્રજાએમાં પેાતાનુ યેાગ્ય સ્થાન મેળવવું હાય, યૂરેપનાં ગીધ અને ગરુડ તેને લક્ષ માનવાની ભૂલ ન કરે એવા પ્રતાપી બનવું હાય, તેા જાપાને માત્ર અંધીજ સદીમાં જે પ્રકારનું પરિવર્તન સાધ્યું તે પ્રકારનું પરિવર્તન સાધ્યાવિના છુટકા નથી. તમે તાકાત ન બતાવેા, તમે ખાવડાંના બળને પરિચય ન કરાવે, ત્યાંસુધી માનનીય પ્રજાતરી કે તમારા કાઈ સ્વીકાર કરવાનું નથી. નવયુવકે ! તમારા પૂર્ણ આરેાગ્યથી પ્રકાશતા ચહેરા જોઇ મને ખૂબ આનંદ થાય છે. તમને સુખી, સ્મિત ફરકાવતા જોઇને મને ભારે હર્ષ થાય છે; પણ એ છતાં, તમને આથીયે વધારે પ્રતાપી અને પાણીદાર બનવાની પ્રાર્થના કરવાની મારી અંતરેચ્છાને નથી રોકી શકતા. જુવાને ! આ વૃદ્ધી તમારી પાસે આગ્રહભરી માગણી છે કે, પ્રતિદિન નિયમિત વ્યાયામ-ઉપાસના કરો, પવનસુત હનુમાનજીની મૂર્તિમનસમક્ષ કલ્પી, તેના જેવા બળવાન બનવાને બરાબર જહેમત ઉઠાવો અને આ દીન, દરિદ્ર, વિદેશીપીડિત ભારતવર્ષના ઉલ્હારના સ ંદેશ લઇને તમારા માતૃદેશને ગામડે ગામડે ઘૂમજો. ભારતવર્ષની જનનીઓને ( તા. ૩૦-૭-૧૯૨૭ ના “સૌરાષ્ટ્ર” ના મુખપૃપરથી ) દરેક યુવકે બ્રહ્મચારી વિદ્યાર્થી-જીવનનુ વ્રત લઇને નિયમિત વ્યાયામનુ સેવન કરવું જોઇએ, એમ હું જ્યારે કહું છું ત્યારે એકલા યુવકાને-એકલા કુમારીને ઉદ્દેશીનેજ નથી ખેલતા; પણ ત્યારે હું ભારતવની કુમારીઓને પણ કસરત કરવાનું કહું છું. પુરાતનકાળમાં આ નારી આજના જેવી નિળ નહેાતી. જેને ઉંચકવા જતાં લ'કાપતિ દશાનનના ગના ચૂરેચૂરા થઈ ગયા હતા, એ શિવધનુષ્યને પેાતાની એક આંગળીએ સાવ સહેલાઇથી ફેરવતાં માતા સીતાદેવીમાં કેટલું અગાધ સામર્થ્ય હતું, તેની તમને કલ્પના આવી શકે છે ? પોતાને ઉંચકી જતા ખળશાળી જયદ્રથરાજાને ધક્કો લગાવી પાતાળમાં હડસેલી દેનારાં પાંડવપત્ની દ્રૌપદીજી કેટલી અતુલ તાકાત ધરાવતાં હતાં, તેને તમને ખ્યાલ આવી શકે છે ? યુદ્ધમાં એકચિત્ત બનેલા દશરથરાજાના રથની ધરી એકાએક તૂટી ગઇ ત્યારે, પેાતાની આંગળી ધરીને સ્થાને ગોઠવીને, દશરથ મહારાજને વિજયી બનાવનારાં કૈકેયીની શક્તિનુ તમે માપ કાઢી શકે છે ? ભૂતકાળમાં આ નારી એવી અદ્ભુત શક્તિ ધરાવતી અને શક્તિમાતાનું ગદાયી નામ પામીને પૂજાતી. આજે, એક ભારતવર્ષી સિવાય, આખી દુનિયાની નારીએ ‘શક્તિમાતા' બનવા જેટલુ સામર્થ્ય ધરાવે છે. માત્ર ભારતવર્ષની મહિલાજ અબળા બની ગઇ છે. એક પ્રજાતરીકે આપણે સ્વમાનપ્રિય બનવું હેાય તે, આપણા પુત્ર અને પુત્રીઓને, દુનિયાના કા પણ દેશનાં પુત્રપુત્રી સાથે શારીરિક તાકાતમાં સ્પર્ધા કરી શકે એવાં બળશાળી બનાવ્યાવિના છૂટકાજ નથી. હું વૃદ્ધ છતાં, પ્રભુધામ તરફ પ્રયાણ માંડુ એ પહેલાં, આ પવિત્ર ભૂમિ ઉપર એવા રૂડા દિવસ જોવા તલસ છું, કે જ્યારે મારી પાસે બેઠેલી આ બાળાએમાંથી કૈકેયીએ, દ્રૌપદીએ અને સીતાદેવીએ પ્રગટ થઇ ભારતવર્ષના અને ભારતીય સંસ્કૃતિના વિજયની ગાથા ગાતી હાય.... આજે ખાળગ્નની ક્રૂર રૂઢિએ આપણાં નવજુવાન કુમાર અને કુમારીએનાં તેજ હરી લીધાં છે; અને ખીજી અનેક રીતે, હિંદી પ્રજાના-ખાસ કરીને હિંદુ કામના પ્રાણને વધ થઇ રહ્યો છે. એ બધું છતાં, હું આશા રાખું છું કે, મારી પાસે બેઠેલા આ પ્રપુલ્લ વદનવાળા જીવાને એ ક્રૂર રૂઢિઓને જોતજોતામાં દફનાવી દેશે અને ભાવિ ભારતવર્ષની જન્મદાત્રીઓને એવી પ્રતાપી, એવી પ્રાણવાન, અને એવી શક્તિવાળી બનાવશે કે તેમના પ્રતાપે આ ભારતવર્ષ પ્રાચીનકાળમાં જેવું હતું તેવુ, જગતભરનું પુનિત તીર્થધામ બની રહેશે ! --પડિત મદનમેાહન માલવીયાજી Shree Sudharmaswami Gyanbhandar-Umara, Surat www.umaragyanbhandar.com

Loading...

Page Navigation
1 ... 555 556 557 558 559 560 561 562 563 564 565 566 567 568 569 570 571 572 573 574 575 576 577 578 579 580 581 582 583 584 585 586 587 588 589 590 591 592 593 594