________________
AAAAAAA૧ ૧૧,૧૧૧
નિર્બળતાનાં કારણે અને તેના ઉપાય પણ કેવી રીતે ? જ્યાં સુધી કુદરતી નિયમાનુસાર કોઈ કાર્ય કરવામાં ન આવે ત્યાં સુધી કાર્યસિદ્ધિ થતી જ નથી. કાર્યસિદ્ધિ જ્યાંસુધી થાય નહિ ત્યાં સુધી આનંદ પ્રાપ્ત થાયજ કેમ ?
થાકેલા માણસને ઉંધને આનંદ ઘણોજ આવે છે. ઉંધ્યા પછી તે હલકે ફૂલ જેવો જણાય છે. ખૂબ ભૂખ લાગવાથી અનાજમાં મીઠાશ અને સ્વાદ લાગે છે; અગર થાક વગર એક મશરૂ કે મખમલની ગાદી પર પણ ઘણીવાર સુધી આળોટવું પડે છે. અંતે ઉંધ તો આવે છે, પણ તે તો આળોટવાના થાકથીજ. ભૂખવગર ખાય તે ગળામાં તે ઉતરશે, પણ સ્વાદવગર. ભલેને તેઓ ગમે તેવા પક્વાન્સ અને મિષ્ટ પદાર્થો ન હોય ? અને ખાધા પછી ગુણને બદલે અવગુણજ કરશે. તે જ પ્રમાણે સ્ત્રીભોગની હકીકત છે. કુદરતી ઇરછા થયા સિવાય સ્ત્રીસંગ કરે તે અતિશય હાનિકારક છે.
બે બાજુ આવી સ્થિતિ હોવાથી પ્રજા ઉત્પન્ન કરવાની પણ શક્તિ રહેતી નથી; અને કદાચ જે ગર્ભ રહી જાય તે એક-બે માસમાંજ સ્રાવ થઈ જાય, અગર નવ માસ થયા પહેલાંજ ગર્ભપાત થાય અને કદાચ જે ગર્ભના દિવસે આશરે ૨૮૦ પૂરા થઈ જાય તો પ્રતિ કરાવવા જેટલી પણ શક્તિ હોતી નથી, જેથી દવા અગર શસ્ત્રક્રિયા વગેરેના આધારે પ્રસૂતિ કરાવવી પડે છે. તે વખતે બાળક અને માતા બેમાંથી એક પણ સહીસલામત પાર ઉતરે તો ઇશ્વરને પાડ. દિલગીરી એ છે કે આ આપણું ભણેલા વર્ગમાં જ આવી ભુંડી દશા થાય છે. અભણ ગામડીઆ આપણું શહેરીઓ કરતાં કંઇક સારા. જેમ જેમ મોટાં શહેરોમાં જોશે, તેમ તેમ શારીરિક સ્થિતિ વધારે પ્રમાણમાં ખરાબ જોવામાં આવશે. તેનું કારણ નાટક, સિનેમા અને પ્રેમરસમય નોવેલો છે. આ ત્રણ વાનાએ આપણું ભારતવર્ષની જે અધોગતિ આણું છે, તે વર્ણવવા યોગ્ય નથી. આ ત્રણના પ્રતાપે નાના યુવક અને યુવતીઓ પ્રેમરસમાં પડી મનમાં અનેક કલ્પનાઓ ઘડી અનેક રોગોનાં ભોગ થઈ પડે છે. ઉપર વર્ણવેલી ત્રણ વસ્તુઓના પ્રતાપે નવજવાન છોકરા અને છોકરીઓ કપિત પ્રીતિપાત્ર પોતાના મનમાં ક૯પી રાતદિવસ તેમની કલ્પના કરી કરી કુથી કરે છે, જેના પ્રતાપે વિય અને રજ પાતળું થઈ સ્ત્રાવ થયા કરે છે. પછી તેનું ભયંકર પરિણામ જે આવે છે, તે જગપ્રસિદ્ધ છે. વીર્ય પાતળું થવાથી હમેશાં સ્વપ્ન કે પેશાબમાં સ્ત્રાવ થયા કરે છે, જેથી સ્ત્રી સમાગમ કરતી વખતે તરત ખલિત થઈ શીતળ થઈ જઈ શરમિંદા થાય છે, અને સુભાગ્યે જે કઈ આવાં દુર્વ્યસનથી બચી ગયેલો હોય તે પરણ્યા પછી સ્ત્રીને એટલે બધો દુરૂપયોગ કરે છે કે અનેકવાર રતિક્રિયા કર્યા જ કરે છે, જેથી બન્ને બાજુ શરીરની હાનિ થયા સિવાય બીજું કાંઈ પરિણામ આવતું નથી. કોઈના સમજાવ્યોથી આ ટેવ મૂકવાને બદલે જવાબ આપે છે કે, અમારી પોતાની સ્ત્રી છે, ગમે તેટલીવાર તેને વાપરી શકીએ; પણ તેને ખબર નથી કે પોતાની સ્ત્રી તો શું પણ પોતાના શરીરને નષ્ટ કરવું તે કુદરતે અને સરકારે ગુન્હો ઠરાવ્યું છે. પિતાની કોઈ પણ વસ્તુ ઉપયોગ કરવા માટે હોય છે, દુરૂપયોગ કરવામાટે હોતી નથી. સરકારના કાયદાથી બચી જવાનો સંભવ છે, પણ કુદરતના કાયદા લાગુ પડ્યાવિના રહેશેજ નહિ. અને તે ભોગવ્યાવગર છૂટકોજ નથી.
અમે જગતમાં કેવળ ક્ષણિક સુખને માટેજ ઉત્પન્ન થયેલા નથી. અમારે માથે અનેક જોખમદારીઓ છે. બાળબચ્ચાંને ઉછેરવાં, માબાપની સેવા કરવી, પાડોશીઓને મદદ આપવી, ભારતભૂમિની સેવા બજાવવી અને પરલોકની તૈયારી કરવી વગેરે. આ તમામ અમારા માથે છે. જ્યારે અમારા પોતાનાં જ શરીર નિર્બળ કરી નાખીશું, પિતાની શક્તિ ખોઈ બેસીશું, તે બીજાના કાર્યમાં શું મદદ આપી શકીશું ? ધારો કે તમારી પાસે પુષ્કળ ધન છે તેથી શું ?
ત્યારે શરીરથી કાયર થઈ તમારામાં બેલવાની પણ ઈચ્છા નહિ હશે અને લોકોની સામે આવતાં લાજ આવશે ત્યારે તમારાં ધન વગેરે કંઈ કામ આવી શકશે નહિ.
જ્યારે સ્ત્રીપુરુષની સામાન્યતાવિષે વાત ચાલે છે, તે વખતે તો પુરુષ પિતાને એક મોટો વાં. બદ્ધિશાળી અને ડહાપણના ભંડારરૂપ માની દરેક વાતના આરોપ સ્ત્રી જાતિ પર ઢળી પાડે છે. પુરુષને કામાંધ, નિર્બળ, વિષયાસક્ત વગેરે બનાવવાના તેનામાંજ અવગુણો છે; પરંતુ જે ઈન્સાફદષ્ટિથી પક્ષપાતરહિત થઈ જોઈએ તો સ્ત્રી જેને પુરુષ કમઅક્કલ, મૂર્ખ, અને વિષયને ભંડાર માને છે, તે કઈ દિવસ પિતાના મઢેથી પિતાની કામવાસનાને વ્યક્ત કરતી નથી; અને
Shree Sudharmaswami Gyanbhandar-Umara, Surat
www.umaragyanbhandar.com