________________
વિધવાવિવાહગ્યિ છે કે અગ્ય?
વિધવાવિવાહ યોગ્ય છે કે અયોગ્ય? (લેખક:-મ મોહનદાસ કરમચંદ ગાંધી-નવજીવન’ તા. ૧૦-૭-૨૭ ના અંકમાંથી)
અવિચારી માબાપે જેને બચપણમાં પરણાવી દીધી હતી, જેણે પતિને કદી જોયો કે ઓળખ્યો ન હતો તે બાળા ‘વિધવા થઈ એ બીનાને વિષે મેં મત આપ્યો હતો કે, તેનો વિવાહ હું થયો ગણું નહિ; પણ વિવાહ થયો ગણાય કે નહિ એ ચર્ચા બાજુએ મેલીને તે બાળાને ફરી પરણાવવાનો માબાપને ધર્મ છે. આ મારો અભિપ્રાય છાપે ચઢયો જોઈ એક સજજને મને લાંબો કાગળ હિંદીમાં લખ્યો છે તેની મતલબ આ છે –
“જે કારણે તમે બાળવિધવાનાં પુનર્લગ્નને સારૂ યોજશે, તે બધાં બીજી વિધવાઓને લાગુ પાડી શકાશે, તે પછી તમે વિધવા માત્રના પુનર્વિવાહને ઉત્તેજન આપશો ? હું તે કહું છું કે, પુરુષોનાંજ પુનર્લગ્ન રોકવા જોઈએ, ને વિધવાવિવાહની છૂટ છે. નજ આપવી જોઈએ.
આવા પ્રકારની દલીલથી મનુષ્ય ઘણું પાપ કરતો આવ્યો છે. ઉત્તરધ્રુવમાં જ્યાં બારે માસ બરફ જામેલો રહે છે, ત્યાં મનુષ્યને માંસાહાર કરવો પડે છે; તેથી અહીં ગરમીમાં પણ માંસ ખાવામાં દોષ નથી એવી દલીલ કરનારા માંસાહારીઓને હું ઓળખું છું. - જ્યાં ત્યાંથી પાપને પોષવાની વાત આપણને તુરત જડી આવે છે. પુરુષ પુનર્લગ્ન કરતો રોકાવાનો નથી, પણ એને આડે ધરીને વિધવાને ન્યાય ચૂકવવાનું મુલતવી રાખો. સ્વરાજ્યને સારૂ આપણને નાલાયક બનાવનાર કહે છે, ‘લાયક બને ને સ્વરાજ્ય લ્યો.' અસ્પૃશ્યને દબાવી તેની અધોગતિ કરનાર આપણે કહીએ છીએઃ “અસ્પૃશ્યો સારા થાય ને ભલે આપણી સાથે ભળે.
મનુષ્ય પોતાની પાસે ખોટા વાણિયાની જેમ બે ત્રાજવાં રાખે છે. એકથી લે છે અને બીજાથી દે છે. પોતાના પર્વત જેવડા દોષ રાઈના દાણા જેટલા ઝીણું જુએ છે ને બીજાના રાઈ જેટલા દોષને પર્વત જેવડા જુએ છે.
જે ન્યાયબુદ્ધિથી પુરુષ વિચારે તો જાણે કે, વિધવાને દબાવવાનો તેને અધિકાર નથી. બળાત્યારે પળાવેલું વૈધવ્ય ભૂષણ નથી, પણ દૂષણ છે. એ ગુપ્ત રોગ છે ને સંગપ્રસંગે ફૂટી નીકળે છે. ઉમ્મરે પહોંચેલી સ્ત્રી વિધવા થતાં ફરી પરણવાની ઈચ્છા સરખી ન કરે તે જગદ્વધા છે– તે ધર્મનો સ્તંભ છે; પણ જેને ફરી પરણવાની ઈચ્છા થઈ છે, ને જે સમાજના ભયથી કે કાયદાના અંકુશથી રોકાય છે, તે તે મનથી ફરી પરણી ચૂકી છે. તે વંદના કરવા લાયક નથી, તે દયાને પાત્ર છે ને તેને ફરી વિવાહ કરવાની છૂટ હોવી જોઈએ. પૂર્વે હતી. રૂઢિને વશ થઈને ઉંચ વર્ણના ગણુતા હિંદુઓએ આ ઐચ્છિક ધર્મને કાયદો કરી મેલી ધર્મમાં બળાત્કાર દાખલ કર્યો છે. | ન્યાય એમ કહે છે કે, જ્યાં લગી વિધુરને ફરી પરણવાને હકક છે, ત્યાં લગી વિધવાને તેજ શરતે હેવો જ જોઈએ. સમાજની રક્ષાને સારૂ અમુક પ્રતિબંધની આવશ્યકતા રહે છે. તે પ્રતિબંધ બન્ને વર્ગને સારું સરખા હોવા જોઈએ; ને તેમાં જેમ આખા સમજુ પુરુષવર્ગની તેમ સમજુ સ્ત્રીઓની સંમતિ હેવી જોઈએ.
બાળવિધવા અને બીજી વિધવા વચ્ચેનો ભેદ ભૂલાવો ન જોઈએ, બાળવિધવાને ફરી પર ણાવી દેવાનો માબાપને ને સમાજનો ધર્મ છે; પણ બીજી વિધવાને વિષે તેવો ધર્મ નથી. તેમની ઉપર તે અત્યારે રૂટિન કે કાનૂનનો જે બળાત્કાર છે, તે દૂર કરવાની આવશ્યકતા છે. એટલે કે તેવી વિધવા બીજે વિવાહ કરવા ઈચ્છે તો તેને તેમ કરવાની છૂટ હોવી જોઈએ.
મોટી ઉમ્મરે પહોંચેલાં વિધુર કે વિધવાનાં પુનર્લગ્ન ઉપર તે કેવળ પ્રજામતનો અંકુશજ હોઈ શકે. અત્યારે તે પ્રજામત ઉલટી દિશામાં વહી રહ્યો છે; પણ જ્યાં ધર્મનું, મર્યાદાનું, સંયમનું પાલને વ્યાપક હોય, ત્યાં થોડાંજ સ્ત્રીપુરુષે મર્યાદાનું ઉલ્લંધન કરશે. અત્યારે તે જે પાળે તેનો ધર્મ છે. સાઠ વર્ષના ધનિક બુટ્ટા દશ કે બાર વર્ષની કન્યાની સાથે ત્રીજે વિવાહ કરતાં શરમાતા નથી ને સમાજ તેને સાંખે છેઅને જ્યારે ગરીબ વીસ વર્ષની વિધવા સંયમ જાળવવાને યત્ન કરતાં છતાં નથી જાળવી શકતી તેથી ફરી વિવાહ કરવા ઇચ્છે છે, ત્યારે સમાજ તેને તિરસ્કાર કરે છે ! આ ધર્મ નહિ પણ અધર્મ છે.
Shree Sudharmaswami Gyanbhandar-Umara, Surat
www.umaragyanbhandar.com