Book Title: Shubh Sangraha Part 02
Author(s): Bhikshu Akhandanand
Publisher: Sastu Sahityavardhak Karyalay

View full book text
Previous | Next

Page 549
________________ સર્વ દુ:ખની દવા અથવા માલવીઓ-સ્મૃતિ સર્વ દુઃખોની દવા અથવા માલવીઆસ્માત (“આર્યપ્રકાશ ના તા. ૬-૬-૧૯૨૬ ના અંકમાંથી) અનેક સામાજિક કુરૂઢિઓથી જર્જરિત થયેલ હિંદુધર્મના અશક્ત શરીરને બહારના હુમલાઓએ વધારે કમજોર બનાવી દીધું છે. આ દશા જોઈને હિંદદેવી રડી ઉઠી છે, પિતાના વહાલા બાળક હિંદુધર્મની રક્ષા થાય તે માટે સનાતન ધર્મના નેતા પં. મદનમોહન માલવીઆને તે પૂછે છે: ભારતદેવી–હે નરશ્રેષ્ઠ ! ભારતવર્ષ આર્યસંસ્કૃતિનો જૂને પિષક છે–આર્યસંસ્કૃતિના સૂર્યનો અહીંથીજ ઉદય થાય છે. આજે આ સંસ્કૃતિ નાશ પામી રહી છે, ઠેરઠેર હિંદુમંદિરે તોડી નંખાય છે, ગુંડાઓ હિંદુ સ્ત્રીઓને ઉઠાવી લઈ જાય છે, હજારો લોકે પરધમ, ખ્રિસ્તિ અને મુસલમાન બને છે; હિંદુએ. અંદર અંદર લડી રહ્યા છે. આવી દશામાં હિંદુ ધર્મની રક્ષા અને તેના પ્રાણ કેમ બચે ? તે કહો. માલવી –હદયદ્રાવક કરુણપૂર્ણ સ્વરે કહે છે કે, આ દશાની ઔષધિ માતાજી ! આ રહીઃ संघे शक्तिः कलौ युगे। અર્થાત કલિયુગમાં તે એકતામાંજ શક્તિ છે. हिताय सर्वलोकानां निग्रहाय च दुष्कृताम् । धर्मसंस्थापनार्थाय प्रणम्य परमेश्वरम् ॥ १॥ ग्रामे ग्राम सभा कार्या ग्रामे ग्रामे कथा शुभा। पाठशाला मल्छशाला प्रतिपर्व महोत्सवः ॥२॥ પરમેશ્વરને પ્રણામ કરીને પ્રાપ્તિમાત્રના કલ્યાણને માટે, દુષ્ટોનું તાડન અને નિયમન કરવા માટે તથા ધર્મની સ્થાપનાને માટે ધર્માનુસાર સંગઠન-મિલાપ કરી ગામેગામે સભાઓ સ્થાપવી જોઈએ, ગામે ગામે કથા–ઉત્સ બેસાડવા જોઈએ, પાઠશાળા અને મલ્લશાળાઓ ઉઘાડવી જોઈએ, દરેક પર્વોએ મહત્સવ ઉજવવા જોઈએ. ૧-૨ अनाथाः विधवाः रक्ष्या मन्दिराणि तथा च गौधयं संघटनं कृत्वा देयं दानं च तद्धितम् ३ સર્વેએ એકત્ર થઈને અનાથ, વિધવાઓ, મંદિર અને ગાયની રક્ષા કરવી જોઈએ અને તે માટે દાન આપવું. ૩ स्त्रीणां समादरः कार्यो दुःखितेषु दया तथा। अहिंसका न हन्तव्या आततायी वधाहणः॥४॥ સ્ત્રીઓનું સન્માન કરવું જોઈએ; દુઃખીઓ પર દયા રાખવી જોઈએ; અહિંસકેનું હનન કરવું નહિ; આતતાયીનો તે વધજ કરે. (એટલે કે જે બીજાપર હુમલા કરતા નથી તેને માર નહિ, પરંતુ જે પાપી-દુષ્ટ હોય, સ્ત્રીઓ પર અત્યાચાર કરતે હેય, અથવા પારકું ધન પચાવી પડતો હોય અને બીજાના ઘરને બાળી મૂકતે હેય તેને જ મારે. જે આવા લકને માર્યાવગર પિતાના અથવા બીજાના પ્રાણ કે ધન ન બચી શક્તાં હોય તે તેમને મારી નાખવા એજ ધર્મ છે.) ૪ अभयं सत्यमस्तेयं ब्रह्मचर्य धृतिः क्षमा । सेव्यं सदाऽमृतमिव स्त्रीभिश्च पुरुषैस्तथा ॥५॥ સ્ત્રીઓ અને પુરુષોએ અભય, સત્ય, ચોરી ન કરવી, બ્રહ્મચર્ય, ધૃતિ અને ક્ષમાનું અમૃતની પેઠે સેવન કરવું જોઈએ. ૫ कर्मणां फलमस्तीति विस्मर्तव्यं न जातु चित् । भवेत्पुनः पुनर्जन्म मोक्षस्तदनुसारतः ॥६॥ સારાં કર્મોનું ફળ સારું અને નિઘ કર્મોનું ફળ ખરાબ મળે છે, એ ન ભૂલવું જોઈએ. કર્મો પ્રમાણેજ પ્રાણીઓને વારંવાર જન્મ લેવા પડે છે અને તે જ પ્રમાણે મેક્ષ મળે છે. ૬ स्मर्तव्यः सततं विष्णुः सर्वभूतेष्ववस्थितः। एक एवाद्वितीयो यः शोकपापहरः शिवः॥७॥ 'पवित्राणां पवित्रम् यो मंगलानाश्च मंगलम् । दैवतं देवतानां च लोकानां योऽव्ययः पिता' ન ઘટઘટમાં રહેવાવાળા–સર્વવ્યાપક ઈશ્વરનું સદૈવ સ્મરણ કરવું જોઈએ, કે જેના સમાન બીજું કોઈ નથી, જે એક અદ્વિતીય છે અને દુઃખ તથા પાપને હરણ કરવાવાળે શિવ Shree Sudharmaswami Gyanbhandar-Umara, Surat www.umaragyanbhandar.com

Loading...

Page Navigation
1 ... 547 548 549 550 551 552 553 554 555 556 557 558 559 560 561 562 563 564 565 566 567 568 569 570 571 572 573 574 575 576 577 578 579 580 581 582 583 584 585 586 587 588 589 590 591 592 593 594