________________
wwwww wwww wwwvwwwvvvvvvvvvvvv
આ તે પુરુષવર્ગનાં પરાક્રમ કે દૂર કાળાં કમ!!
૬૩૫ જ્યાં આવી પ્રજા પાકે ત્યાં જગજજનનીઓને માટે જેલખાનાં અને ગુલામી ખતે તૈયાર થાય, માતૃપદની ઠામ ઠામ અવગણના થાય, સ્વયંશિક્તિ અને દેવીઓને અબળા, બેગમ એવાં અપમાનજનક વિશેષણો લગાડવામાં આવે. અરે એટલું જ નહિ પણ माता रक्षात कौमारे, भर्ता रक्षति यौवने । पुत्रा रक्षात वार्धक्ये, न स्त्री स्वातंत्र्यमर्हति।' જેવા કલેકે રચાય અને પોતાની જ માતાની સ્વતંત્રતા હરી લઈ પ્રજા જાતે સ્વતંત્રતા, ગુમાવી બેસે . આવી રીતે પતન પામેલી પ્રજાની ઉન્નતિમાને સાચો માર્ગ ભૂલ્યા ત્યાંથી ફરીથી ગણવું તે છે. સમાજના એ સુધારક અને નેતાઓ ! સાવધાન થાઓ અને આ લગ્નમહીનામાં લગ્નની ભડભડ હોળીઓ અટકાવી “પરણવું એ તે પ્રભુતામાં પગલાં માંડવાં' “ લગ્ન એટલે સ્વર્ગનું સોપાન' એ વ્યાખ્યાઓ સાચી પાડી બતાવવા મથે.
જૂની પુરાણી થઈ ગયેલી રૂઢિઓને આંધળી રીતે અનુસરવા જતાં પ્રજા મુડદાલ અને અચેતન બની જાય છે. જે સમયે જે કારણસર રૂઢિ યોજવામાં આવી હોય તે સમય અને કારણ બજોનો નાશ થઈ જવા છતાં રૂઢિઓના ભૂતને પકડી રાખનાર પ્રજા જાતે ભૂત જેવી બની જાય છે. રૂરિભક્ત પ્રજા અને ઘેટાના ટોળામાં ફરક રહેતો નથી. “ચાલ્યું આવે છે, માટે તેને ચલાવ્યા. કરવું એજ એ મુડદાલ પ્રજાનું જીવનસૂત્ર બને છે. એ વહેમભરી રૂઢિઓના ડરથીજ પછી તે તે પ્રજા નીતિ અને ધર્મનું પણ પાલન કરે છે. પરિણામે પ્રજાનું પતન થાય છે. રૂઢિની ગુલામી. એજ તે પ્રજાનું લક્ષ્ય બને છે.
સ્ત્રીઓને પડદા પાછળ ગાંધી રાખવાની પ્રથા એ જાતની રૂઢિની ગુલામીનું સુસ્મૃતિચિ છે. તુર્કસ્તાન સ્વતંત્ર થયું ને એ ગુલામીને તેડી ફોડી નાખી. ઈજીપ્તમાં ચેતન આવ્યું અને. સ્ત્રીઓના મુખ ઉપરથી પરતંત્રતાના, ગુલામીના, અપમાનના પડદા હઠવા લાગ્યા ! પણ અચેતન: હિંદમાં તે હિંદુ અને મુસલમાનમાં પડદાનાં પ્રાબલ્ય હજી જેમનાં તેમ કાયમ છે.'
X
એ પડદા સ્ત્રીઓ માટે અપમાનની પરાકાષ્ઠા છે. પડદા પાછળ રહેવાથી જ સ્ત્રી જાતિ પવિત્ર રહી શકે એવી ક્રૂર કલ્પનાનું એ મૂર્તિમંત સ્વરૂપ સ્ત્રી જાતિને હીણપત લગાડનાર છે; અને શું સ્ત્રીઓ એ અપમાનને-એ હીણપતને પસંદ કરે છે ? કદી નહિ. નવા યુગની સ્વતંત્રતાને ચહાનારી સ્ત્રી કદી પણ એ માનભંગ દશાને લઈ ચલાવવા તૈયાર નથીજ.
એનું ઉદાહરણ બંગાળની સ્ત્રી કેળવણી પરિષદમાંનું મીસીસ આર. એસ. હુસેનના હૈયાનો પુકાર પૂરું પાડે છે. એ બહેન સામાન્ય બાઈ નથી. સેળસેળ વરસથી તે એ સખાવત સ્મારક શાળા ચલાવી રહેલ છે. નથી તે એ ઉછાંછળાં કે નથી તો વગરવિચારે એક અક્ષર પણ બોલનાર.. એ બહેન દરદભરી ચીસ પાડતાં કહે છે –
પડદાની રૂઢિને જીવલેણ કારોનીક એસીડ ગેસની સાથે સરખાવવી જોઈએ. જે તે ગેસની સામે સાવચેતીના ઉપાય લેવામાં ન આવે તો તેનાથી દુઃખવિનાનું મરણ થાય છે. તે જ રીતે પડદા પાછળ અમારી બહેનોનું, એ પડદાને લીધે ઉત્પન્ન થતા પ્રાણસંહારક વાયુને લીધે દુઃખવિના ધીરે ધીરે મરણ થાય છે અર્થાત ધીરે ધીરે મરણ લાવનાર વિષ અથવા તે ગેસના જેવીજ પરદાની અસર વૈદ્યકીય નજરે થાય છે.”
છે પરંતુ મનુષ્યત્વની નજરે એના આત્મા ઉપર જે ખરાબ અસર થાય છે, તેની તે સમાજ નથી ! કુદરતે મનુષ્યને સરજીને ખુલ્લા હવાઅજવાળાની તેને ભેટ કરી ! પણ મનુષ્ય પોતાની જીજાતિને માટે પડદો સરીને એ નૈસર્ગિક ભેટ ઉપર લૂંટ ચલાવી ! એથી સ્ત્રી જાતિના આત્માનું. દેખીતી રીતે જહનતજ થાય છે !
મીસીસ હુસેન એવી ફરીઆદ કરે છે કે, “હિંદમાં આ બહેનની ફરીઆદ સાંભળનાર કોઈ
Shree Sudharmaswami Gyanbhandar-Umara, Surat
www.umaragyanbhandar.com