________________
६४८
જ્ઞાનના દીપક પ્રગટાવે. જ્ઞાનના દીપક પ્રગટાવો.
(દલિતકોમ ના તા. ૭-૧૨-૨૬ ના અંકમાંથી ) આજ આપણે કટોકટીના જમાનામાંથી પસાર થઈએ છીએ. આથી કરીને આજથી ત્રણચાર જમાના પહેલાં આપણે જે જાતની જીંદગી ગુજારતા, તે જાતની જીંદગી ગુજારવાથી આપણું કામ નહિ ચાલી શકે. આપણે પ્રજાઓ અને સામ્રાજ્યની ચઢતી અને પડતી નિહાળી છે. જપાનના ઉત્થાન અને વિકાસ તમે જોયા. અધી સદી પહેલાંનું જપાન કેવું હતું તે તમે જાર્યું છે. તેણે પોતાના આળસને દર ફેંકી દીધું, નમાલાપણાને હટાવી દીધું અને આજ પ્રજાસંઘની વચમાં જઈ ખડ છે. તે પ્રગતિ અને કીતિના માર્ગ ઉપર આગળ ધપી રહ્યું છે, અને આપણે જમાનાઓ થયાં ઉંઘમાં પડયા છીએ. એ ઉંઘમાં ને ઉંઘમાં આપણે પાછળ પડતા ગયા છીએ.
બ્રિટિશ હિંદમાં આપણી આજની હાલત કાજે રાજકર્તાવર્ગને માથે સઘળા દોષ ઠાલવવામાં આવે છે પણ તેજ વખતે આપણે એક બાબત ભૂલીએ છીએ. એ બાબત એ છે કે, આપણે ફરજ ચૂકયા છીએ; અને આ ભૂલનો દોષ બીજને માથે ઢોળવાના બહાનાની સગવડ આપણે
ધી કાઢી છે, પણ માતૃભૂમિના સાચા પુત્રતરીકેની આપણી ફરજ જે આપણે અદા ન કરીએ તે રાજકતાં ગમે તેટલો ભલો હોય તોય શું કરી શકવાના ?
સમસ્ત હિંદી પ્રજાનો એકજ ધર્મ છે. એ ધર્મ તે રાષ્ટ્રધર્મ, માતૃભૂમિપ્રત્યે અનન્ય પ્રેમધર્મ. રૂ–જપાનીસ યુદ્ધસમયે જપાનની પ્રજા એજ પ્રેમધર્મથી થેલી બની હતી. દેશની ભૂમિ પ્રત્યેના એ અનન્ય પ્રેમને કારણે એ યુદ્ધ માં કેટલીક માતાએ આપઘાત કરવાનું બહેતર મા તુ; ડેાર! તેમનાં બાળકે લડાઈના કાયદાની રૂએ સૈન્યમાં ભરતી થઈ શક્યાં ન હતાં. જપાનીસ માતાઓને એ અપૂર્વ જુસ્સો હતો. રાજપૂન વીરત્વના દિવસોમાં આપણા દેશમાં પણ એવી માતાઓ હતી અને અત્યારે પણ ફાંસીને લાકડે લટકતા પોતાના પુત્રને જોઇ હસનારી કોઈ કોઈ માતાએ હયાત છે. પોતાની જાત–પેટની પ્રજાને સ્થાને રાષ્ટ્રપૂજાની સ્થાપના કરવી પડશે. એ તવ જયારે આપણી માતાએ સમજશે, ત્યારે તે ક્ષણ આપણા દેશના ઈતિહાસમાં નેધવાલાયક પળ લેખાશે. તમારા દેશપ્રત્યેને તમારો પહેલો ધર્મ એ છે કે, તમે તમારી માતાઓ, બહેનો, સ્ત્રીઓ અને પુત્રીને સમજાવે કે વિશ્વવિદ્યાલયનું શિક્ષણ પામી બહાર આવવામાં સરકારી કે ખાનગી ગુલામી કરવા કરતાં કાઈ આરજ હેતુ રહે છે. તમારા બાળકને સ્નાતક બન્યા પછી વકીલાત કાજે ધકેલતા નહિ. રાષ્ટ્રની શક્તિના ગર્વનો ખ્યાલ રાખો. આપણે દેશ વકીલોથી ઉભરાય છે. આજ આપણે દેશભરમાં કામ કરનારાઓની જરૂરત છે. આજ દેશના ખૂણે ખૂણામાં, ગામડે ગામડે, દૂર દૂરના ઝુંપડે ઝુંપડે, એ અજ્ઞાનના અંધકારમાં પડેલાં દરેક સ્થાનમાં જ્ઞાનને દીપક પ્રગટાવવાની જરૂરત છે.
આપણા દેશના વાનપ્રસ્થ થયેલા અમલદારો પણ દેશકાર્યમાં સારી સેવા બજાવી શકે; પણ હાલ તે તેઓ પણ નોકરી પરથી ઉતર્યા પછી નકામો સમય બરબાદ કરે છે. આ અમલદારોમાંના કેટલાક તો પોતાના અમલદરમ્યાન “સ્વદેશ”-વિલાયતયાત્રા કરવા પાછળ હજાર રૂપીઆ ખચ કાઢે છે. આ હજારો રૂપીઆમાંથી જે તેઓ શેડી પણ રકમ તેમના આ દેશવાસી અજ્ઞાન ભાઈઓને કેળવણી આપવા પાછળ ખચે તેય દેશપ્રત્યે અગણિત સેવા બજાવી શકે. તેઓ ભલે રાજકારણમાં ભાગ ન લે! પણ દેશની સામાજિક, આર્થિક કે ધાર્મિક સુ કાજે તેમણે શું કર્યું છે ? “.” તેઓ ગામડાઓના પુનર્ગઠનની બાબતમાં લાંબી-ચાડી વાતો ફેકે છે.
આપણા કાર્યનું કેન્દ્ર ગામડાંઓ છે. કેળવાયેલા વર્ગને કોઈ ને કોઈ દિવસ ગામડાંઓમાં પાછા જવું જ પડશે, તે પછી આજેજ તે કામ શા સારૂ કરતા નથી ?
આચાર્ય પ્રફુલચંદ્ર રાય
Shree Sudharmaswami Gyanbhandar-Umara, Surat
www.umaragyanbhandar.com