Book Title: Shubh Sangraha Part 02
Author(s): Bhikshu Akhandanand
Publisher: Sastu Sahityavardhak Karyalay

View full book text
Previous | Next

Page 542
________________ ૬૪૪ તક્ષશિલાનું પ્રાચીન વિદ્યાપીઠ બ્રાહ્મણ વિદ્યાથી ઓના વેષ ધારણ કરીને તક્ષશિલા ગયા અને ત્યાંના એક પ્રસિદ્ધ અધ્યાપક પાસે તેઓએ અભ્યાસ કર્યો. એકે તે અભ્યાસમાં સફળતા સંપાદન કરી, પણ એકવાર કાઇ ગ્રામવાસીએ વિદ્યાલયમાં ભાજન આપ્યું હતું ત્યાં અજાણતાં ચાંડાલની ખેલીમાં ને વાતચત કરતાં પકડાઇ ગયા અને પરિણામે તેમને વિદ્યાપીઠમાંથી દૂર કરવામાં આવ્યા. ચાંડાલિસવાય બધી જાતિએ.ને અધ્યયન કરાવવામાં આવતું, એ આપણે જોયું. અધી તિએ વંશપર’પરાના ધંધાને માટે તૈયારી કરતી એવું ખાસ નહેતું. કેટલાક બ્રાહ્મણા જાદુને અભ્યાસ કરતા અને કેટલાક ધનુર્વિદ્યામાં પ્રાવીણ્ય મેળવતા. કાઈ બ્રાહ્મણ વિજ્ઞાન શીખતે! અને કાઇ વેદત્રયી તથા અઢાર કલાના અભ્યાસ કરતો. બધા પ્રકારના અને બધી સ્થિતિના યુવાને વિદ્યાના ઉપાર્જનમાં નાત-જાતના ભેદો માવી દેતા. રાજકુમારો અને શ્રીમતના પુત્રા, વ્યાપા રીઓ અને દરજીએ, પેાતાની ફી ન આપી શકે તેવા ગરીબ વિદ્યાર્થીઓ-સર્વે-સમાનતાથી પરસ્પર વર્તાતા. એકજ વિદ્યાલય અને વિદ્યાગુરુના શિષ્યેતર કે બંધુભાવની ગાંઠથી તે બંધાતા. પ્રામાણિક શ્રમનુ ગૌરવ તે સ્વીકારતા હતા. ગરીબ વિદ્યાર્થી એને સેવકની પેઠે સેવા કરવી પડતી; પરંતુ ઉચ્ચ વર્ગના વિદ્યાર્થી એની સાથે તેએક સમાનતાના ધેારણે રહી શકતા. વળી વિદ્યાલયમાં સાદા અને નિયમનનાં કેટલાંક ધારણા ઉપર ભાર મૂકવામાં આવતા, તેથી બધા ભેદ આપે।આપ દૂર થઇ જતા. આપણે ઉપર જોઈ ગયા કે, કાશીના રાજકુમારને એના પિતાએ માત્ર એક ચપલની બ્લેડ, પાંદડાંની છત્રી અને એકહજાર દામ આપ્યાં હતાં. એમાંથી પોતાના ખાનગી ખર્ચ માટે રસ્તામાં તે એક પાઇ પણ વાપરી શકે તેમ નહતુ. આ પ્રમાણે એક રાજકુમાર એક નિર્ધન મનુષ્યતરીકે વિદ્યાલયમાં પ્રવેશ કરે છે. કાશીનો રાજકુમાર બ્રુટની વાત પણ કાંઇક આવીજ છે. એક વખત અધારામાં અથડાવાથી એનાથી એક બ્રાહ્મણનું ભિક્ષાનું કમંડળ ભાગી ગયું. એના બદલામાં એક ટકના ભાજનની કિંમત આપવાનુ એ બ્રાહ્મણે એને કહ્યું, ત્યારે રાજકુમારે ઉત્તર વાળ્યાઃ–અત્યારે હું ભાજનની કિમત આપી શકું તેમ નથી. હું કાશીના રાનને પુત્ર છું, માટે જ્યારે હું મારા રાજ્યમાં પાછે જાઉં ત્યારે તું મારી પાસે આવજે.' આ ઉપરથી જણાય છે કે, રાજાના પુત્રા પણ વિદ્યાલયમાં પેાતાની પાસે દ્રવ્ય રાખી શકતા નહિ. વળી રાજપુત્ર અપરાધ કરે તે સામાન્ય વિદ્યાર્થીના જેટલાજ તેને દંડ થતા. વિદ્યાર્થી ઓને સાદે ખારાક આપવામાં આવતા. ચાખાની ઘેંશ નાસ્તામાં અપાતી, ભાજનનાં નિમ ત્રણામાં શેરડી, ગેાળ, દહી અને દૂધ પીરસાતાં. બીજી રીતે પણ વિદ્યાર્થીનુ જીવન આકરૂ હતું. આ અનેકરંગી છાત્રાનાં વિદ્યાલયેા ઉપરાંત તક્ષશિલામાં બ્રાહ્મગ કે ક્ષત્રિયના વિશિષ્ટ વર્ષાંતે માટે પણ વિદ્યાલયો હતાં. કાષ્ઠ ગુરુને ત્યાં પાંચસા બ્રાહ્મણ-વિદ્યાર્થીએજ હાય ! કાને ત્યાં માત્ર ક્ષત્રિયેજ હોય. પાંચસો વિદ્યાથી એને એકીસાથે શિક્ષણ આપવુ, એ એક ગુરુને માટે અવસ્ય ઘણુ કણ હતું. ઉંચા વર્ગના વિદ્યાર્થીએ ગુરુને શિક્ષણુકામાં ખાસ સહાયતા આપતા. કેટલીક વાર વિઘાગુરુ પોતેજ ‘વડા વિદ્યાર્થી ’તે પેાતાની ગેરહાજરીમાં પેાતાનું કામ સંભાળવાનુ કહેતા. તક્ષશિલાના એક વિદ્યાગુરુ એકવાર કાંઇ કામને માટે કાશી ગયા અને વડા વિદ્યાર્થીને કહેતા ગયા કે, પુત્ર! બહારગામ જાઉ છું; મારી ગેરહાજરીમાં આ શિષ્યાનું શિક્ષણ તારે સભાળવાનું છે.' આ પ્રમાણે આ મેટા વિદ્યાર્થીએ અધ્યાપકના કામાટે તુરતજ લાયક બનતા. હમેશાં વિદ્યાલયોમાં રાત્રે અને દિવસે છૂંદે જૂડે સમયે ઘણા વર્ષો લેવાતા. વિદ્યાર્થીઓને અનુકૂળ આવે એવા સમયેા ગેાડવી અધ્યાપન થયું. ગરીબ વિદ્યાથી ઓ જેએ દિવસે પરિચર્યોંમાં રોકાતા તેઓ ગુરુએ પાસે રાત્રે ભણતા. રાજકુમાર હૈં અધ્યાપક પાસેથી શિક્ષણ લઇ મેડી રાત્રે અંધારામાં પોતાને ઘેર પાશ કર્યો હતે. જે જે વિદ્યાર્થીએ જ઼ી આપીને ભણતા તેમને જ્યેષ્ઠપુત્રસમાન ગણવામાં આવતા અને ત્યારે તેએ ઇચ્છે ત્યારે તેમને શીખવવામાં આવતું. હવે આપણે તક્ષિશલાના અભ્યાસક્રમ ઉપર આવીએ. જાતકેામાં વારંવાર ઉલ્લેખ કરવામાં આવ્યા છે કે, તળિરાલામાં વેદત્રયી અને અષ્ટાદશ કલામાં કેળવણી પરિપૂર્ણ કરવાને વિદ્યાર્થીએ Shree Sudharmaswami Gyanbhandar-Umara, Surat www.umaragyanbhandar.com

Loading...

Page Navigation
1 ... 540 541 542 543 544 545 546 547 548 549 550 551 552 553 554 555 556 557 558 559 560 561 562 563 564 565 566 567 568 569 570 571 572 573 574 575 576 577 578 579 580 581 582 583 584 585 586 587 588 589 590 591 592 593 594