________________
તક્ષશિલાનુ પ્રાચીન વિદ્યાપીઠ
તક્ષશિલાનું પ્રાચીન વિદ્યાપીઠ
( લેખકઃ-રતિલાલ મોહનલાલ ત્રિવેદી, વૈશાખ-૧૯૮૩ ના“ વસ’ત ”માંથી )
• એન્સાઇકલે પીડીઆ બ્રિટાનિકા ' જેવા ગ્રંથમાં લખ્યું છે કે, હિંદના ઇતિહાસમાં કોઇ કાળે હિંદેશ વિદ્યાના સસ્કારથી રહિત નહેાતા. દેવનાગરી લિપિનું મૂળ પ્રાચીનતામાં લુપ્ત થયું છે. શિલાલેખ, તામ્રપટ અને તાડપત્રપરના લેખા તથા ઉત્તરકાળમાં કાગળના વિશાળ ઉત્પાદન(મેન્યુફેક્ચર)પરથી જણાય છે કે, હિંદમાં સામાન્ય કેળવણી હતી; એટલુંજ નહિ પણ લખવાની કળાનેા પણ એ દેશમાં સર્વસાધારણ પ્રચાર હતા. વળી પુરાતનતા અને બુદ્દિની મુમતામાં બ્રાહ્મણેાએ સાચવેલું હિંદનું સાહિત્ય અપ્રતિમ છે. રાજ્યેની અનેક ઉથલપાથલેા છતાં ગામડાંમાં શિષ્ટવગેને માતૃભાધાદ્વારા અતિસરળ પ્રકારનું શિક્ષણ સર્વકાળે આપવામાં આવ્યું છે. કાશી અને નદીઓનાં સરસ્વતીમંદિરે, એથેન્સ અને ઍલેક્ઝાન્ડ્રિયાનાં વિદ્યાલયેાનું સ્મરણ કરાવે છે; અને ગણિતનું શિક્ષણ હારેસે વર્ણવેલી રામની કેળવણીનું સ્વરૂપ સંભારી આપે છે,
૬૪૨
આપણા દેશમાં અતિપ્રાચીન કાળથી તે અટારમી સદીના મધ્યભાગસુધી સાહિત્ય અને કલાના અદ્ભુત સ્રોત વદ્યા કર્યાં છે. યુનિવર્સિટીએ વિજ્જતાનુ મડળ હોવી જોઇએ' એ ન્યુમેને બાંધેલું લક્ષણ તક્ષશિલા, નાલન્દા અને વિક્રમશિલા જેવાં પ્રાચીન વિદ્યાપીઠે સુયોગ્ય રીતે લાગુ પડે છે. તક્ષશિલાના મહાન વિદ્યાપીડનુ વર્ણન કરવાના આ લેખને હેતુ છે. રાવલપીડીની વાયવ્યમાં એકવીસ માલને અતરે વિદ્યાનું આ સુપ્રસિદ્ધ કદ્રસ્થાન આવેલું હતું. હમણાંજ તક્ષશિલાનાં પૌરાતિનેક અવશેષો સર અને માલના પ્રયાસથી બહાર કાઢવામાં આવ્યાં છે. એક અત્યંત મનોહર ખીણમાં ટેકરીએની વચ્ચે તક્ષશિલા નગર હતું. પૂર્વે મધ્યએશિયા અને પશ્ચિમ એશિયાને હિંદુ સાથે જોડનાર મહાન વ્યાપારી મા પર આ શહેરની સ્થિતિ હતી. સીકંદરના સમયમાં તે અતિસમૃદ્દ નગર હતું. નગરની વસ્તી ઘણી હતી. આસપાસને પ્રદેશ કળરૂપ હતા. પ્રસિદ્ધ ચીનના પ્રવાસી હ્યુએનસ ંગે એ પ્રદેશની રમણીયતા અને ફળદ્રુપતાનું વર્ણન કર્યું છે. સ. પૂર્વે ઠઠ્ઠા સૈકામાં આ વિદ્યાપીઠની ખ્યાતિ સર્વત્ર પ્રસરી હતી, એવાં પ્રમાણેા આપણા પ્રાચીન ગ્રંથમાં છે. મહાભારતમાં તક્ષશિલાના એક શિક્ષાગુરુ ધોમ્યતા ઉલ્લેખ છે.
સમકાલીન જીવનની સ્થિતિનું પ્રતિબિંબ બૌદ્ધ જાતકેામાં પડેલુ છે. વિદ્યા અને સંસ્કારિતાના વાતાવરણથી કેટલાંક જાતકો ભરપુર છે. ખાસ કરીને તત્કાલીન કેળવણીની પદ્ધતિ અને વ્યવસ્થાવિષે આ ગ્રંથ ખૂબ પ્રકાશ પાડે છે.
કાશીના એક રાન્તને બ્રહ્મદત્ત નામે પુત્ર હતા. જૂના વખતમાં પોતાની પડેશમાં કોઇ પ્રસિદ્ધ વિદ્યાગુરુ હોય, તથાપિ રાજકુમારોની કેળવણીની પરિપૂર્ણતામા≥ રાજાએ તેમને દૂર દેશાવર મેકલતા. આમ કરવામાં એમને હેતુ એ હતે. કે, કુમારનું અભિમાન ગળી નય, ટકા વેતાં શીખે અને જગતના વ્યવહારથી પિરિચત થાય. કાશીરાજે પણ સેળ વર્ષના બ્રહ્મદત્તને પેાતાની પાસે ખેલાવ્યા અને એક તળિયાવાળા ચંપલની બ્લેડ, પાંદડાંની એક છત્રી અતે એક હજાર દામ આપીને તેને કહ્યું:- પુત્ર! તક્ષશિલા જા અને ત્યાં અભ્યાસ કરી આવ.'
રાજકુમારે પિતાની આજ્ઞા માથે ચઢાવી. માતા-પિતાને વંદન કરીને યોગ્ય સમયમાં નક્ષશિલા પહોંચ્યા. ત્યાં તેણે આચાર્યના નિવાસની તપાસ કરી અને અધ્યયન પૂરૂં થયા પછી પેાતાના ગૃહના દ્વાર પાસે આચાર્ય આમતેમ આંટા મારતા હતા ત્યાં તે જઇ પહેાંચ્યા. આચાય ને જોતાંવેતજ કુમારે ચંપલ કાઢી નાખ્યાં, છત્રી બંધ કરી અને પ્રણામ કરી ગુરુસમક્ષ શાંતિથી ઉભું રહ્યા. કુમાર ચાકી ગયા છે, એમ વિચારી ગુરુએ તેનું તત્કાલ સ્વાગત કર્યું. કુમારે ભાજન કર્યું અને થેડીવાર આરામ લીધે, પછી તે ગુરુ પાસે પાહે આવ્યે અને અદબ વાળી એમની સમીપ ઉભે.
‘ તમે ક્યાંથી આવેા છે ?'
× હસ્તલિખિત * અલિ' માંને મારા લેખ ઘેડાક ફેરફાર કરીને પ્રસિદ્ધ કરેલા છે.
Shree Sudharmaswami Gyanbhandar-Umara, Surat
(લેખ)
www.umaragyanbhandar.com