Book Title: Shubh Sangraha Part 02
Author(s): Bhikshu Akhandanand
Publisher: Sastu Sahityavardhak Karyalay

View full book text
Previous | Next

Page 537
________________ ૬૩૯ સ્વામી વિવેકાનંદની ૨૫ મી સંવત્સરી સ્વામી વિવેકાનંદની ૨૫ મી સંવત્સરી દેવ કરતાં પણ દેશને વધારે ગણનાર સંતવિશ્વવ્યાપકસંરકૃતિના ઉપદેશક એમનાં કેટલાંક બોધવચનો (લેખક:-દેશભક્ત-હિંદુસ્થાન' તા-૪-૭-૨૭ ના અંકમાંથી ) ઘણાને ખબર પણ નહિ હશે કે આજથી બરાબર ૨૫ વર્ષ પહેલાં આજે હિંદુધર્મ અને હિંદી રાષ્ટ્રને કીર્તિધ્વજ યૂરોપ-અમેરિકા સુધી ઉરાડનાર અને ઉપનિષના અપૂર્વ તત્ત્વજ્ઞાનના ભંડારની પશ્ચિમને ઝાંખી કરાવનાર વીર વિવેકાનંદ સ્વર્ગે સીધાવ્યા હતા. સ્વામી વિવેકાનંદ ભગવાં વસ્ત્રધારી સંન્યાસી હતા; પરંતુ તેઓ આજના સાધુ સંન્યાસીઓ કરતાં જુદી જાતના સંન્યાસી હતા. તેઓ વિશ્વવ્યાપક સંસ્કૃતિના સ્થાપક અને ઉપદેશક હતા. ધર્મના ઉપદેશદ્વારા તેમણે હિંદીએના બુઝાઈ ગયેલા રાષ્ટ્રપ્રેમના અગ્નિને નવી આહુતિઓ આપીને સળગાવ્યો અને આજે રાષ્ટ્રવાદની જે જવલંત ભાવનાઓ હિંદમાં જાગી છે, તેમાં સ્વામી વિવેકાનંદનો હિસ્સો પણ જેવો તે નથી.૪ જ્યારે હિંદની સ્વતંત્રતાનો ઇતિહાસ આલેખાશે, ત્યારે સ્વામી વિવેકાનંદનું તેમાં અપૂર્વ સ્થાન રહેશે. અત્યારે હિંદમાં ચારે તરફથી જાગ્રતિનું મોજું ફરી વળેલું છે, એટલે સ્વામી વિવેકાનંદના કાર્યની ભવ્યતા કેઈ સમજી શકે નહિ; પરંતુ તેમના કાર્યની મહત્તા સમજવાને તેમના કાર્યમાં દષ્ટિપાત કરવો જોઈએ. સ્વામી વિવેકાનંદના સમયનું હિંદ એટલે વિનતાનો સમય અને એક રીતે કહીએ તો તે હિંદની રાષ્ટ્રીય ચળવળ પહેલાંનો કાળ. રાજદ્વારી આગેવાનો આપણી રાષ્ટ્રીય ચળવળની શરૂઆત બંગભંગના વખતથી આકે છે; અને તે સમય ઇ. સ. ૧૯૦૫ ની સાલથી શરૂ થાય છે. જયારે સ્વામી વિવેકાનંદ ૧૯૦૨ માં જુલાઈની ચાથી તારીખે સ્વર્ગવાસી થયા, એટલે તેમના જીવનકાળમાં તો હિંદમાં રાષ્ટ્રીય જાગૃતિ જેવું કાંઈજ નહોતું. પ્રજા સંકુચિત ધાર્મિક ભાવનામાં ડૂબેલી હતી. કેળવણીનો પ્રચાર જુજ જાજ હતો. બ્રીટીશ સરકારના રાજતંત્રને સૌ સુવર્ણયુગની ઉપમા આપતા અને તે અમલ અમર તપે એવી અનેક શુભાશિષ ઉચારાતી. સ્વરાજયની ચળવળને તો જરાયે નામ-નિશાન હતું નહિ. રાષ્ટ્રીય કેંગ્રેસને જન્મ થયો હતો ખરો, પરંતુ તેની બેઠક એટલે કોઈ શાળા કે કૅલેજની ડીબેટીંગ સોસાયટી. તેમાં જે ભાષણો અને હરા થતા તે માત્ર પાલમેંટને વિનતિતરીકે હતા, જે કાંઇપણ ચળવળ ચાલતી હતી તે સામાજિક સુધારાની ચળવળ હતી. તેવા નરમ અને ઠંડા વાતાવરણમાં સ્વામી વિવેકાનંદને પ્રખર રાષ્ટ્રવાદના મંત્રો હિંદીઓના કાનમાં ફેંકવાના હતા. વળી તે સ્વામી હોવાથી તેમની ગણના પણ તે વખતે બહુ થતી નહોતી; પણ તે વખતે એક બનાવ બન્યો, જેણે સ્વામી વિવેકાનંદની શક્તિઓનો પરચો બતાવ્યો અને ત્યારથીજ સ્વામી વિવેકાનંદની જવલંત દેશભક્તિ અને માતૃપ્રેમની ધગશ જોઈને હિંદીઓ અંજાયા. . સ. ૧૯૦૦ કે તેની આસપાસ શીકાંગમાં દુનિયાના સર્વ ધર્મોની પરિપઃ ભરવામાં આવી હતી. ત્યાં દરેક દેશમાંથી ધર્મના પ્રતિનિધિઓને બોલાવવામાં આવેલા. હિંદ તરફથી શ્રી મઝમુદાર અને બીજા આગેવાન ગયેલા. સ્વામી વિવેકાનંદને પ્રતિનિધિતરીકે આમંત્રણ નહોતું મળ્યું; પરંતુ તેને પ્રભાવશાળી આત્મા એ પરિષદમાં જઇને હિંદની ઝળકતી સંસ્કૃતિને સંદેશ જગતને સુણાવવા તલસતા હતાપરંતુ અમેરિકા શી રીતે જવું અને જાય તો પણ કોની સીફારસથી શીકાગે પરિષદમાં દાખલ થવું, એ બધી પારાવાર મુશ્કેલીઓ વિવેકાનંદના માર્ગમાં ખડકની માફક ઉભી હતી: પરંતુ દેહ અને આત્માનાં બલિદાન આપનાર તપસ્વીઓને કયું કાર્ય અસાધ્ય હોય છે ? સ્વામી x અરે ! આવું તે શામાટે લખ્યું હશે? આખા જગતભરનું મહાનપણું હઈયાં કરવા ઈચ્છનાર હાલના કોઈ મહાન દેશભક્ત કે જે આવા આવા સંતની પણ નિંદામાં મઝા માણે છે, તેમના જીવ તો એવું તેવું વાંચીને બસ બળીને કોયલા જેવાજ બની જવાના ! કેમકે પોતે કોના પાયા ઉપર ઉભે છે તેનું તો ભાઈને ભાન પણ નહિ ! પ્રભુ સેવાઓ પર દયા કરે એજ યાચના. ભિક્ષુ-અખંડાનંદ Shree Sudharmaswami Gyanbhandar-Umara, Surat www.umaragyanbhandar.com

Loading...

Page Navigation
1 ... 535 536 537 538 539 540 541 542 543 544 545 546 547 548 549 550 551 552 553 554 555 556 557 558 559 560 561 562 563 564 565 566 567 568 569 570 571 572 573 574 575 576 577 578 579 580 581 582 583 584 585 586 587 588 589 590 591 592 593 594