Book Title: Shubh Sangraha Part 02
Author(s): Bhikshu Akhandanand
Publisher: Sastu Sahityavardhak Karyalay

View full book text
Previous | Next

Page 529
________________ ૬૩ શિવાજીનો સંદેશે-તેમના આત્મા સાથે વાતચીત કરડેલું હોય અથવા ઝાડા કે કેલેરો થયેલ હોય તેની સુસ્તી ઉડાડવા માટે અરીઠાનું પાણી આપવામાં આવે છે. હિસ્ટીરિયા જેવા દરદમાં તેનો ધુમાડો આપવાથી સારો ફાયદો થાય છે. અરીઠાના ફળનું અંજન કરવાથી સપના ઝેરનો નાશ થાય છે. ઉલટી કરાવવાને માટે અરીઠાનું પાણી લગભગ પાંચ રૂપિયાભાર આપવું. અરીઠાનાં બી ઝેરી છે એમ નહિ સમજવું જોઈએ. અમુક એક વનસ્પતિને એક ભાગ ખોરાક તરીકે વપરાતો હોય તે તેને બીજો ભાગ ઝેરી ન હોય. ઝેર શબ્દથી લાંબો વિચાર કરી જોતાં માણસના શરીરને જે જે વસ્તુ હરકતકતાં હોય તે સમજવું. એવા દાખલાઓ બનેલા છે કે કેટલીક વનસ્પતિને જ્યારે એક ભાગ સલામતીભરેલી રીતે શાક વગેરે કરવામાં વપરાય છે, ત્યારે તેને બીજો ભાગ ઝેરી પૂરવાર થયેલો હોય છે. ગુજરાતમાં ફણસીની શગે ઘણી જાણીતી છે, અને તેથી કરીને તેનું શાક ઘણું માણસો ખાય છે, પણ તેનું મૂળ ખાવામાં આવે છે તેથી ઝેરની અસર ઉત્પન્ન થાય છે. રતાળુના મૂળનું શાક તમામ લોકે ખાય છે, તેમ તેને બાફીને તથા તેનાં ભજી આપણે ખાઈએ છીએ; પણ એના વેલાની કુમળી ડાંડીઓના પાનનું શાક થાણના તુરંગમાં કેદીઓએ ખાધું હતું, તેથી તેઓને ઝેરની અસર થતાં ઉલટી ને ઝાડો થયો હતો. શરીરે ફોલા થયા હોય અને તે પાકપર આવતા ન હોય તો અરીઠાના ફીણનાં પોતાં મૂકવાથી પાક પર આવી જાય છે. મગજ ભ્રમિત થયું હોય, મગજપર વાયુની અસર હોય એવાં દરદમાં અરીઠાનો ભૂકો સુવાડવામાં આવે છે. અરીઠા ગર્ભને પાડી નાખે છે, ત્રિદોષને મટાડે છે અને અરીઠાના અંદરનો ગર્ભ પાચનશક્તિ વધારે છે. અરીઠાનું ફીણ રેશમી કપડાં ધોવા માટે સાબુ કરતાં પચાસગણું વધારે સરસ છે; તેમજ માથાના વાળ, દાગીના તથા કપડાં સાફ કરવામાં ખાસ કરીને વપરાય છે. = = શિવાજીનો સંદેશ–તેમના આત્મા સાથે વાતચીત “હિંદુસ્થાનના તા. ૬-૫૨૭ના અંકમાંથી) ગયા રવિવારે મૃત આત્મા સાથે વાત કરવાના કાર્યમાં પ્રવીણ એવા સ્પીરીચુલીસ્ટોની એક બેઠક મળી હતી. શિવાજીના ત્રિશત સાંવત્સરિક જન્મોત્સવની શરૂઆત થ૦ લોકેએ શિવાજી તરફથી સંદેશો મેળવ્યો હતો. પ્રિન્સેસ સ્ટ્રીટમાં રહેતા ડૉ. જેકબ ઈઝાકીએલ, જેઓ એક ક્યુ છે અને રીટાયર્ડ આર. એમ. એસ. હોઈ ઉપલી વિદ્યામાં પ્રવીણ છે, તેમણે શિવાજી તરફથી મળેલો સંદેશે કાગળ ઉપર લખી લીધું હતું. સંદેશ દરમિયાન દેખાયું હતું કે, શ્રી શિવાજી હમણાં સત્યલોકમાં છે. ઉપલી સભા તરફથી શ્રી શિવાજીને નીચે મુજબ સંભળાયેલો સંદેશ પ્રગટ કરવામાં આવે છે - દેશની સ્થિતિ દિવસે દિવસે બગડતી જાય છે. સ્વદેશસેવા કરનારાઓની સંખ્યા ઘટતી જાય છે; અને દંભીએ દેશને વધુ નુકસાન કરતા જાય છે. હાલની ચળવળો દેશને વધારે ને વધારે ગુલામીમાં જકડતી જાય છે. સંગઠનની ચળવળ હજુ વધુ જોરમાં ચલાવવાની જરૂર છે. આટલું થયા પછી જ બીજાઓ તમને માન આપશે. શુદ્ધિની ચળવળ ચલાવી દેશને એકત્ર કરો, આ કાર્યક્રમ જે થોડાં વર્ષ ચાલશે તે હિંદુસમાજ વધુ બળવાન થશે અને ભવિયમાં જો જરૂર પડશે તે એમ થયા પછી જ સમાજ ટકી રહેશે.” - જ્યારે મીટ જેકબે “સ્વરાજ્ય ક્યારે મળશે ? એવો સવાલ પૂછ્યો, ત્યારે શ્રી શિવાજીએ જવાબ આપ્યો કે, “જ્યારે દેશસેવકે સ્વરાજ્ય લેવાને પૂરતા તૈયાર થશે ત્યારે સ્વરાજ્ય મળશે.” આગળ ચાલતાં શ્રી શિવાજીએ કહ્યું કે, “જે શુદ્ધિ અને સંગઠનની ચળવળો ચાલુ હોય તેજ આવા સમારંભ ફતેહમંદ ગણી શકાય. શુદ્ધિ અને સંગઠનમાં જ તમારા બધા સમારંભ આરંભ. મારા સંદેશને લોકો માને યા ન માને તોપણ તમો તમારું કાર્ય કરજે. આજે એ કરતાં બીજો સંદેશ હું આપતો નથી.” “તમારા જન્મમહોત્સવને સમારંભ કયા ચોક્કસ દિવસે થવો જોઈએ? એ સવાલ જ્યારે ડૉ. જેકબે પૂછ્યો ત્યારે શ્રી શિવાજીએ જવાબ આપ્યો કે, “આ દિવસ ખરો હોય યા ખોટ હેય તે વિષે મને કશું લાગતુંવળગતું નથી.” Shree Sudharmaswami Gyanbhandar-Umara, Surat www.umaragyanbhandar.com

Loading...

Page Navigation
1 ... 527 528 529 530 531 532 533 534 535 536 537 538 539 540 541 542 543 544 545 546 547 548 549 550 551 552 553 554 555 556 557 558 559 560 561 562 563 564 565 566 567 568 569 570 571 572 573 574 575 576 577 578 579 580 581 582 583 584 585 586 587 588 589 590 591 592 593 594