Book Title: Shubh Sangraha Part 02
Author(s): Bhikshu Akhandanand
Publisher: Sastu Sahityavardhak Karyalay

View full book text
Previous | Next

Page 518
________________ ૬૨૦ નિર્બળતાનાં કારણે અને તેના ઉપાયે ભારતવર્ષના યુવક અને યુવતીઓ કે જેમના ઉપર ભારતવર્ષને આધાર રહેલો છે, તેમને રંગ ગુલાબના ફૂલ જે હા જોઈએ તે ફિક્કો ફક જેવો દેખાય છે. ગુલાબના ફૂલ ઉપર જેમ હિમ પડવાથી જે અસર થાય છે, તેવી જ અસર આ ભવિષ્યના આધારરૂપ જુવાનીઆ વર્ગ ઉપર જોવામાં આવે છે, તેનું કારણ માત્ર વીર્યની નષ્ટતાજ છે. નબળાઇ તમામ રોગોનું મૂળ કારણ હોય છે. નબળા માણસ ધનાઢય છતાં બળવાન નેકરેથી અંદરથી દબાતે રહે છે. નિર્બળ પુરૂ સ્ત્રીને આધીન હોય છે. કમજોર બાપ છોકરાઓની સંભાળ લેવામાં અશક્ત હોય છે. દુર્બળ મનુષ્ય આપત્તિસમે કાઈને ઉપયોગી થઈ શકતો નથી. કમ જોર પોતાના કાર્યમાં નિષ્ફળતા મેળવે છે. બળહીન રેવેની મુસાફરીમાં દુઃખી થાય છે, તેને કોઈ ડબ્બામાં બેસવા દેતું નથી. એક શીખ કે પઠાણને માટે એની મેળે જગ્યા ખાલી થાય છે. કમજોર ધનાઢય છતાં ખાવાપીવામાં આનંદ લઈ શકતો નથી. નિર્બળ પિતાના દેવ-ધર્મની રક્ષા કરી શકતો નથી વગેરે, વગેરે. આ તમામ વાતે અમે જાણીએ છીએ પણ બળવાન થવાના યન અમે કરતા નથી. જુવાનીઆ વર્ગમાંથી ભાગ્યે જ કોઈ એવો જોવામાં આવશે કે જેણે પોતાના વીર્યની યથાવિધિ રક્ષા કરી હોય. વિદ્વાન વર્ગ તે વીર્યની નષ્ટતાનું કારણ બાળલગ્ન બતાવે છે. અને તે વિષય ઉપર મેટાં મોટાં ભાષણે અને લાંબા લાંબા અનેક લેખે કરી ચુક્યા છે. જો કે બાળલગ્ન વીર્ય નષ્ટ થવાનું એક કારણ છે; પણ તેના કરતાં એક મેટું કારણ બીજું છે, જેની તરફ હું તમારું ધ્યાન ખેંચવા માગું છું. તે કારણ અથવા દોષ હસ્તક્રિયા છે. આ રોગ એટલો બધો પ્રસરી ગયો છે કે કોઈપણ ઉછરતા છોકરાને લાગુ પડયાવિના રહેતેજ નથી અને તે એટલા બધા પ્રમાણમાં વધી ગયો છે કે છોકરાઓના લગ્નનો વખત આવે તે પહેલાં તે તેના શરીરની પાયમાલી થઈ ચૂકી હોય છે. અમારી વૈદ્યકીય લાઇન હોવાને લીધે અમને અનુભવસિદ્ધ થઈ ચૂક્યું છે કે, ભણેલા વર્ગમાં આશરે નવ્વાણું ટકો છેકરાએ આ ક્રિયામાં એાછા વધતા સપડાયેલા હોય છે; અને ઉગતી જુવાનીમાંજ આ ઉધઈરૂપી ટેવથી કાન્તિ, શક્તિ, ઉત્સાહ વગેરે યકત ક્રિયાહીન થઈ રંગ પીળા પડે છે, જઠરાગ્નિ મંદ થઈ ભૂખ નષ્ટ થાય છે, આંતરડાની ક્રિયા શુન્ય થવાથી કબજીઆતનો રોગ લાગુ પડે છે અને માથાનું દરદ થયા કરે છે. મગજ નબળાં પડવાથી યાદશક્તિ જતી રહે છે, કોઈની સાથે વાત કરવી પણ ગમતી નથી. તે એકલો રહેવાનું વધારે પસંદ કરે છે. હદપારની ટેવ વધી જવાથી અંતે પથારીવશ થઈ થોડી મુદતમાં જ પરલોકગમન કરી જાય છે, અને કદાચ જે જીવતો પણ રહે તે છાપાંઓમાં જાહેરખબરો વાંચી તેમાંથી શક્તિની દવાઓ અને લગાડવાના લેપ શેાધી વાંચી દવાઓમાં ધનનો નાશ કરી દિવસ વ્યતીત કરે છે. હવે આપણે વિચાર કરીશું કે બાળલગ્નવિષેનાં મોટાં મોટાં ભાષણ તથા લેખે કાંઈ પણ કામમાં આવી શકે ખરાં કે ? કારણ કે ચાર આવે તે પહેલાં તે સર્વ નષ્ટ થઈ ગયું હોય છે, હવે રક્ષા શાની કરવી ? બાળલગ્ન કરો યા ન કરો તે બરાબર છે. હસ્તક્રિયા કરતાં પહેલાં અજ્ઞાનતાને લીધે ખબર નથી હોતી કે વીર્ય એજ શરીરમાં તેજ, શક્તિ, કાતિ અને અક્કલનું કારણ હોય છે. રૂપ અને તંદુરસ્તી વગેરે જે કંઈ છે, તે આનેજ પ્રતાપે છે, એ ભાન વીર્ય નષ્ટ થઈ ગયા પછી આવે છે; પણ રિ પૂછવાય ગ્યા હોત ઈંગ વિડીયૉ ગુન સારૂ રહેત? હસ્તક્રિયાથી બચી જઈ કદાચ જે થયુ વીર્ય રહી ગયું હોય તે બાળલગ્નના ભોગ થઈ પડે છે ખરા, જેથી વખત બે વખત સ્ત્રીસમાગમમાં લુબ્ધ થઈ શારીરિક શક્તિનો અંત અ ણે છે. જેમ જેમ માણસ દુર્બળ થતું જાય છે, તેમ તેમ વિષયવાસના વધતી જાય છે. ળતાને લીધે વિપયભાગ કરી શકાતી નથી, તે પણ ત્રીસ ગણે ય રાતમાં અનેકવાર કરે છે, પરંતુ કંઇ ન વળી શકવાને લીધે સ્ત્રીની નજરમાં હમેશને લીધે હલકે અને માનહીન થઈ તેની ઇચ્છાને આધીન થઈ જાય છે. સ્ત્રીની તૃપ્તિ ન થવાથી તે બિચારી સારા કુટુંબની હોય તો દુ:ખી થાય છે, જેના પરિણામે તે પ્રદર વગેરે અનેક રોગ આદિમાં સપડાઈ જાય છે; અને દિવસે દિવસે ક્ષીણ થઈ ઉછરતી જુવાનીમાં જ મૃત્યુનો ભાગ થઈ પડે છે. આ બધી ક્રિયા એક ક્ષણમાત્રને આનંદને માટે થાય છે અને તે આનંદ પ્રાપ્ત થઈ શકતું નથી. તે પ્રાપ્ત થાય Shree Sudharmaswami Gyanbhandar-Umara, Surat www.umaragyanbhandar.com

Loading...

Page Navigation
1 ... 516 517 518 519 520 521 522 523 524 525 526 527 528 529 530 531 532 533 534 535 536 537 538 539 540 541 542 543 544 545 546 547 548 549 550 551 552 553 554 555 556 557 558 559 560 561 562 563 564 565 566 567 568 569 570 571 572 573 574 575 576 577 578 579 580 581 582 583 584 585 586 587 588 589 590 591 592 593 594