________________
અસ્પૃશ્યોં શાસ્ત્ર વિરુદ્ધ છે?
૬૨૫ જે પ્રજા થશે તે તે આવા રોગોથી મુક્ત રહેશે, માટે લગ્નસંબંધ થતાં પહેલાં બન્ને બાજુથી વૈદ્યકીય સલાહ લેવી જરૂરી છે.
મોટાં શહેરોવાળા. નાનાં ગામડાંઓમાં લગ્ન સંબંધ જોડે તો કેટલાક અંશે ઠીક થઈ પડે: અને જગતનું ભલું ઈચ્છનાર માબાપે ક્ષય, ગલતકુષ્ઠ, હરસ, દમ અને ગરમીના ચેપી રોગોવાળાં બાળકોને તે પરણાવવાંજ નહિ.
સુંદરતા, તંદુરસ્તી અને બળ દરેકને ગમે છે, તે જોઈ મન લલચાય છે, તેવા થવાની ઇચ્છા થાય છે, પણ તેમ બનવામાં યત્ન કરવામાં આવતો નથી. કદાચ પિતાને પૂરો લાભ નજ મળી શકે પણ તેવી પ્રજા ઉત્પન્ન કરવી એ સંભવિત છે. બગીચાના માળી ઝાડાનાં બીજમાં સુધારાવધારા કરી, ખાતરમાં ફેરફાર કરી વખત-બે વખત પાણી આપી જમીનને વિધિસર ખોદી ફળફૂલમાં એટલો બધે ફેરફાર કરી નાખે છે કે જેનારને આશ્ચર્ય થયાવિના રહેતું જ નથી; તેજ પ્રમાણે પિતાની પ્રજા જેના ઉપર માબાપના ભવિષ્યને આધાર રહેલું છે, તેને નિર્બળ, કદરૂપી અને અનેક રોગથી પીડાતી જોઈ માબાપના મનમાં કંઈ નહિ થતું હોય એમ નથી. તેમને તે ઘણુંજ લાગી આવતું હશે; પણ કુદરતને માથે દોષ મૂકી પ્રારબ્ધનો આશ્રય લઈ બેસી રહે છે. તેઓ નથી જાણતા કે કઈ બનાવનાર કોઈ વસ્તુ કઈ દિવસ ખરાબ બનાવતો જ નથી; અને પ્રારબ્ધ તો અમારું પોતાનું જ બનાવેલું છે. ફરીને તેવું પ્રારબ્ધ ન બંધાય તે આપણા હાથમાં છે. છોકરાંઓને મૂર્ખ-ગાંડા જોઇ માબાપ દુઃખી થાય છે, પણ છોકરાં શું કરે ? તેઓ તો માબાપની ભૂલોના ભોગ થઈ પડેલાં છે. આજકાલ કટોકટી વખત આવી ગયો છે. આખું જગત આગળ વધવાને યત્નમાં અને સ્વતંત્રતા મેળવવાની ઇચ્છામાં રોકાયેલું છે. આવા પ્રસંગમાં નિર્બળ, રોગી. ઉસાહહીન અને મંદ બુદ્ધિવાળી પ્રજા પૃથ્વી ઉપર ભારરૂપ ઉત્પન કરવી તેના કરતાં જે બાળક અને બાળકીઓ ઉત્પન્ન થયેલા છે તેઓને યથાવિધિ બ્રહ્મચર્ય પળાવી, બળવાન બનાવી, કસરતનો શોખ તેઓના મનમાં ઉત્પન્ન કરાવી, ઉત્સાહી બનાવી પુખ્ત ઉંમર થયા પછી પરણાવાય તો તેનાથી જે પ્રજા ઉત્પન્ન થશે તે તમારી આશાઓમાં કાંઈ સહાયતા કરશે: અને એજ ક્રમ જો ચાલુ રહેશે તે વખત વીયે એવી પ્રજા પાકશે કે સ્વતંત્રતા માગ્યા વગરજ લેશે.
આજકાલ ના છોકરાઓને વિષયવાસના કે હસ્તક્રિયાથી છોડાવવાને એકજ રતા અને તે કસરતનો શોખ એજ બસ છે. કસરતને શોખ લાગ્યા પછી છોકરો તમામ કુટેવ ભૂલી જાય છે અને કેવળ પિતાનું શરીર સુધારવાનીજ ચિંતામાં રહે છે. કસરત કર્યાથી શરીરમાં બળ, કાંતિ, વીર્ય અને ઉત્સાહ વધે છે, એ તે નિર્વિવાદ છે; પરંતુ તે ઉપરાંત જે આજકાલ હિંદુસસલમાનના ઝઘડા ચાલી રહ્યા છે, જેના માટે દિલ્હીમાં મોટી ચર્ચા ચાલી હતી અને કાગળી આં ઉપર ઠરાવ પણ થયા હતા, તે સર્વે ઝઘડા એની મેળેજ મટી જઈ શાંતિ પ્રસરશે.
વાઘ સાથે વાધની મિત્રાચારી નભે છે. વાઘ અને બકરાની મિત્રાચારી હાઈ શકતી નથીકદાચ હોય તો એમ જ સમજવું કે બકરો તો વાઘની દયા ઉપરજ જીવે છે.
તંદુરસ્તી પ્રાપ્ત કરવા માટે કાંઈ બહારથી લાવવું પડે તેમ નથી. છેકરાઓએ ૨૪ વર્ષ અને છોકરીઓએ સોળ વર્ષ પર્યત બ્રહ્મચર્ય પાળવું, કસરત કરવી, ખુલ્લી હવામાં ફરવું, ખૂબ ચાવીને ખાવું, દરેક પ્રકારનાં વ્યસન-જેવાં કે ચા, કૉફી, બીડી અને દારૂ આદિથી દૂર રહેવું, એક પથારીમાં સ્ત્રીપુરુષે સૂવું નહિ, પ્રેમરસનાં નૈવેલ, નાટક અને સિનેમાનો ત્યાગ, સારા પુરુષોનાં જીવનચરિત્રોનું વાચન, મળમૂત્ર આદિને વખતસર ત્યાગ, નબળાં આચરણ વગેરેથી દૂર રહેવું, આ તંદુરસ્તીની પ્રાપ્તિનાં મુખ્ય સાધન છે. માબાપ જે પોતે આ નિયમ પાળશે તે છોકરાઓને અનુકરણ કરતાં વાર લાગશે નહિ.
અસ્પૃશ્યતા શાસ્ત્ર વિરુદ્ધ છે? કાશીમાં શંકરાચાર્યો, શાસ્ત્રીઓ, પંડિત વગેરેએ ભેગા મળી, ધર્મશાસ્ત્રો તપાસી અસ્પૃશ્ય ગણાતા લોકોને શાળામાં, કૂવા ઉપર, સભાઓમાં અને તીર્થમદરામાં એકસરખા ગણવા જણાવ્યું હોવાનું પંડિત જગતનારાયણ જણાવે છે. (ખેડાવર્તમાન ” તા. ૬-૭–૧૯ર૭ ના અંકમાંથી)
Shree Sudharmaswami Gyanbhandar-Umara, Surat
www.umaragyanbhandar.com