________________
૪૯
ANANAMAN
હિંદુજાતિ ! એ આંસુ ધાર, કે તારે સળગતે સંસાર!! વ્યક્તિત્વ કા અભિમાન હે.
(૨) સ્વામી ઔર સેવક દોનોં હી એક-દસરે કો મૂર્ખ આ વેહમી સમઝતે હૈ. ' (૩) યહ સમઝના નિરી મૂર્ખતા હૈ, કિ સ્વામી સદા, સબ સમય, સેવક સે શ્રેષ્ઠ છવ છે.
(૪) યદિ અપની કુછ તરક્કી હોને કી આશા રહતી હૈ, તભી- નૌકર માલિક કી ઉન્નતિ કે લિયે ભગવાન સે પ્રાર્થના કરતા હૈ.
(૫) નૌકર સેચતા હૈ, કિ માલિક કે ઘર ચોરી ન કરે, તો કયા દૂસરે કે ઘર ચેરી કર કે ચોર કહલાઉં?
(૬) માલિક સોચતા હૈ, કિ અપને નૌકરપર ગુસ્સો ન દિખાઉં, તે કિસી ઔર પર દિખાકર ક્યા માર ખાઉં?
(૭) બહુત સે બડે આદમી અપને માલિક કા ધન ચુપચાપ ચૂરકર હી પૈસેવાલે બને હું.
હિંદુજાતિ! રે આંસુ ચાધાર, કે તારો સળગતે સંસાર!!
[એક સત્ય ઘટના-હિંદુસ્તાન' તા. ૭-૫-૨૭ ના અંકમાંથી] (સળગતા સંસારની આ કારમી કથા ગુજરાતના એક શહેરમાંથી એક બહેન લખી મોકલે છે. પાપી વૃત્તિને જેઠ નામને એક નરરાક્ષસ પિતાના પાપકૃત્યમાં કેટલે સુધી પરવરે છે અને માડીજાયાના પ્રાણ ઝુંટવી લેવા કયાંસુધી હામ ભીડે છે. તે કથા રોમાંચક છે. અહિંસક અને ધર્મ પ્રાણ હિંદુજાતિ ! ચેત! અને તારા જીવનને વિશુદ્ધ અને ઉન્નત બનાવવા ઘરના કચરાને સળગાવી મૂક!-તંત્રી)
આરંભમાંજ કહી દઉં કે, આ મારી પાપકથા છે, કલંકકથા છે, જીવનની કાળી બાજુની કથા છે; પરંતુ મારા જેવી અનેક ભોળી ભામિનીઓને ભરમાવનાર પાપી સ્વજનથી આ કથા વાંચનારાં ચેતતાં રહે, એ હેતુથી પ્રેરાઈને હું આજે મારી કલંકકથા કહેવા તૈયાર છું.
સંસારસાગરમાં સ્ત્રી જાતને ભરખી જવામાટે તેના નિકટના સ્વજનો જ ક્રૂર મગરમરણ સ્વરૂપે કેવા તત્પી રહેલા હોય છે, તેથી બિચારી ભોળી સ્ત્રીઓ અજ્ઞાન હોય છે. એમની એ અજ્ઞાન તથા નિરાધાર દશાનો લાભ લઈ તેમને એગ્ય માર્ગોથી કેવી રીતે ચલિત કરવામાં આવે છે, તે મારી દુઃખી થા બતાવશે. એ જાણીને મારી બહેને ચેતતી રહે અને તેમની અજ્ઞાનતાનો દુષ્ટો લાભ ન લે એટલી સાવધાન થાય તે મારી કલંકકથા પણ ઉપયોગી થયેલી માની મને સંતોષ થશે.
- ગુજરાતની એક સામાન્ય જ્ઞાતિમાં મારો જન્મ થયો છે. મારું જ-મસ્થાન ગુજરાતના એક મોટા શહેરમાં છે. અમારી જ્ઞાતિમાં બાળલગ્નની નવાઈ નથી! મારૂં લગ્ન પણ એજ રીતે મારી ત્રણ વરસની ઉંમરે કરવામાં આવ્યું હતું. મારા પતિની ઉંમર મારા કરતાં માત્ર છ જ માસ વધારે હતી! ત્રણ વરસની વહુ અને સાડાત્રણ વરસને વર ! આનું નામ લગ્ન ? હા, પણ ગુજરાતમાં આવી રમતોને પણ લેક બેલાશિક લગ્નનું નામ આપી, “લગ્ન' એ ભવ્ય સંસ્કારની બેલાશક મશ્કરી ઉડાવી શકે છે !
પરણ્યા પછી ત્રણ વરસે હું એકડો ઘુંટતી થઈ. તે પછી ધીરે ધીરે નિશાળમાં આવતી થઈ અને થોડુંઘણું અક્ષરજ્ઞાન મેળવ્યું; પણ જે જ્ઞાતિમાં ત્રણ વરસની બાળકીને પરણાવી દેવામાં આવતી હોય તે જ્ઞાતિ તેને સરસ્વતીમંદિરમાં કયાંસુધી રહેવા દે? અને સાસરે વળાવવાની પણ ઉતાવળ શું કામ ન કરે ? મારે ભાગે પણ વિધાત્રીએ એથી જૂદા આંકડા પાડયા નહતા !
સાસરામાં અમારું કુટુંબ ઠીક ઠીક ગણાતું. કુટુંબમાં માણસો પણ પ્રમાણમાં ઠીક સંખ્યામાં હતાં. સસરાજી તો પહેલેથી પરલોક સીધાવ્યા હતા, પરંતુ સાસુ, જેઠ, જેઠાણું અને બે દીયર એ પાંચ અને અમે બે મળી એકંદર સાત માણસો ઘરમાં હતાં.
Shree Sudharmaswami Gyanbhandar-Umara, Surat
www.umaragyanbhandar.com