________________
vu v
**,
, ,
,
૫૦૮
ભગવાન બુદ્ધની સાધના, સિદ્ધિ અને ઉપદેશ દક્ષિણે કેસલનું બળવાન રાજ્ય પરાયેલું હતું. ગૌતમના જન્મની વેળાએ શાકોને કેસલેએ જીતી લીધા હતા; તથાપિ ત્યાર પહેલાં તેમણે સ્વતંત્ર ગણસત્તાક–એટલે પ્રજાસત્તાક રાજ્યનો ઉપયોગ પુષ્કળ વર્ષ સુધી કર્યો હતો. કાલાનુક્રમે એકતંત્રી રાજસત્તાક રાજ્યનું બળ વધુ ઠર્યું ને કોલોએ શાને જીતી લીધા. આ આપત્તિથી શાકય લોકો ક્ષાત્રવૃત્તિથી વંચિત થયા ને તેમના પિકી ઘણાઓએ કૃષિવૃત્તિને કાયમનો સ્વીકાર કર્યો. સાધારણ સે કુળનું એક ગોત્ર ને એવા એક એક ગાત્રને એક કલપતિ, આવી તેમની સમાજરચના હતી. ફક્ત કુલપતિજ રાજકાર લેતો. ગોત્રમાંના બીજા માણસ છેતીવાડી વગેરે બંધ કરતા. આ રાજકારણ–વ્યાસંગી કુલપતિને રાજા” ના નામથી તેઓ સંબોધતા હતા.
શુદ્ધોદન એ આવા રાજાઓ પૈકીજ એક હતો. શાકની એકવારની રાજધાની કપિલવસ્તુ નગરીમાં તે રહેતો હતો. તેને બે સ્ત્રીઓ હતી. એકનું નામ માયાદેવી ને બીજીનું મહાપ્રજાપતિ ગૌતમી. આ બંને બહેનો હતી. ઈશ્વરકપાએ માયાદેવી ગર્ભવતી થઈ. એ વખતે તેણે લુંબિની નામના પિતાની માલિકીના એક ઉપવનમાં રહેવાનું નક્કી કર્યું. ત્યાંજ તેને સારા મુહૂર્તમાં એક તેજસ્વી બાળક અવતર્યું. એ બાળક તેજ ભગવાન બુદ્ધ, બુદ્ધના જન્મસમયે નાના પ્રકારના ચમકારે થયાના દાખલા ઠેકઠેકાણેની દંતકથાઓમાં વર્ણવેલા છે. એ બધામાં સત્તાનપાલ પ્રાચીનતમ છે. શુદ્ધ ઐતિહાસિક દ્રષ્ટિએ આ વનને વિચાર કરતાં “ બાળક જગ્યા પછી બે-ત્રણ દિવસની અંદરજ અસિત નામના એક બ્રાહ્મણે કુમાર સર્વ સુલક્ષણસંપન્ન હોવાથી આગળ જતાં મહદ પ્રાપ્ત કરી લેશે આવું ભવિષ્ય કહેલું ' એવો થાય છે. આ ભવિષ્ય સાંભળીને ને, માતપિતાને તેમજ આપવગને અત્યંત આનંદ થયે; પરંતુ આ આનંદ અનુભવવાને માયાદેવી ઘણા દિવસ જીવતી ન રહી. સુવાવડના સાતમેજ દિવસે તેણે પોતાની ઈહલેાકની યાત્રા પૂરી કરી. માતાવિહોણા બાળકનું સંગેપન તેની માસી મહાપ્રજાપતિ ગૌતમી દેવીએ સાવત્રભાવ હોવા છતાંય સગી માના જેટલા પ્રેમથી અને કાળજીથી કર્યું.
મહાભાગનાં સાત આઠ નામો પ્રચલિત છે. અમરકેષકર્તાએ स शाक्यसिंह सर्वार्थः पिद्धः शौद्धादनिश्च स: । गौतमश्चाकंबधुश्च मायादेवीसुतश्च सः॥
આવી તેની નામાવળી આપી છે. “સુત્તનિપાલ” નામના પાલીગ્રંથમાં બાલ્યકાળથી તે પરિવાજિકતા અંગિકાર કરી ત્યાં સુધી ગૌતમ,ત્યાંથી સમાધિ થતાં સુધી બોધિસત્વ ને તદનંતર બુદ્ધ; આવી નામપરંપરા જણાઈ આવે છે. આ બીજી પરંપરા વાચકોએ વિશેષ કાળજીપૂર્વક ધ્યાનમાં રાખવી જોઈએ. આ સિવાય ભગવાનને શાયસિંહ ને અકબંધુ આવાં નામ પણ આપેલાં જણાય છે. તેમની જાતિનું નામ શાક્ય ને ગાત્ર આદિત્ય હોવાને લીધે પણ કદાચિત તેમને આ નામો પ્રાપ્ત થયાં હશે. ' લલિતવિસ્તર નામના સંસ્કૃત ગ્રંથમાં, બીજા અનેક પાલી ભાષાના ગ્રંમાં ને તેજ પ્રમાણે અશ્વઘોષના બુદ્ધચરિતમાં મહાભાગની બાબતમાં અનેક અદભુત ચમકારોનું સુંદર વર્ણન નજરે પડે છે. તથાપિ તેમની અધ્યાત્મસાધના ને નિર્વાણસિદ્ધિની બાબતમાંજ અહીં લખવાનું હોવાથી એ ચમકારોનું વર્ણન અહીં આપી શકાતું નથી. બિલકુલ નાની ઉંમરમાં પણ બુદ્ધ ધ્યાનધારણ કરતા હોવાનો પૂરાવે મધ્યમનિકાયમાં આવેલા મહાસત્તક સુત્તમાંથી મળી આવે છે. પિતાના પિતાના - બગીચામાં નંબડાની સઘન વૃક્ષ છાયામાં બાલબદ્ધ ધ્યાનસ્થ થઈને બેસતો હતા,એ સંબંધી મધ્યમ નિકાયમાં નીચે જણાવેલી હકીકત આવી છે:-“હું જાંબુડાના ઝાડની નીચે જઇને બેસતો હતો, એ વાતનું મને સારી રીતે સ્મરણ છે. વિષયલંપટ ને દુષ્ટ વિચારોથી રહિત એવા નિર્મળ મનમાંના વિવેકવિકાસને પ્રાપ્ત થનારા પ્રેમાનંદનો લાભ સૌથી પ્રથમ મને આજ ઠેકાણે થયો. સંબોધન (પૂર્ણ જ્ઞાન ) નો માર્ગ આજ હશે કે શું ! શુદ્ધ ચિત્તવૃત્તિને આધાર લઈને એકાગ્ર ધ્યાનમાં મગ્ન થવાને લીધે જ મને વિજ્ઞાન પ્રાપ્ત થયું; ને જ્ઞાનનો માર્ગ તે આજ, એ મારે દઢ નિશ્ચય
. અગિસ્સા, વિષયી ને દુષ્ટ વિચારોથી અલિપ્ત રહેનારા પૂર્ણાનંદથી મારે બીવું શું? મેં એજ નિશ્ચય કર્યો કે, તેને લીધે મારે કદી પણ ગભરાઈ જવું નહિ.” અહીં વર્ણન કરેલું જ્ઞાન ગૌતમને બચપણમાં જ થયેલું હતું, એ કેટલાક તાકિ કેને ખરું નહિ લાગે; તથાપિ એકાગ્રબુદ્ધિને એકાગ્રબુદ્ધિથી થતા આનંદ,એ બને તેને અપરિચિત નહોતાં; એટલું તો ખાસ જણાવવું જોઈએ. સમાધિસુખ દેહદંડથી પ્રાપ્ત થઈ શકતું નથી; પણ પ્રસન્ન મનવડે ધ્યાનધારણ કરવાથી જ મળી
Shree Sudharmaswami Gyanbhandar-Umara, Surat
www.umaragyanbhandar.com