________________
પપ૦
ઘુંટણભર પ્રાર્થના અનસરવાની ઇચ્છા ? ન જ હોય તો નક્કી જાણજે કે આવી પહોંચ્યું છે તારાં નહિ તો તારાં સંતાનોના જીવનને કે હિંદુ નામનો બેમાંથી જે તે એક ચીજનો વિનાશ !
ભિક્ષુ-અખંડાનંદના યથાઘટિત
ઘુંટણભર પ્રાર્થના
(“સૌરાષ્ટ્ર” તા. ૧૪-પ-ર૭ ના અંકમાંથી) શબ્દોમાં ન વર્ણવી શકાય એવી વેદનાથી વ્યગ્ર બનીને હું મહિનાઓ થયાં દેશભરમાં ભટકયા કરું છું. હું જ્યાં જ્યાં જાઉં છું ત્યાં ત્યાં, મારૂં સન્માન કરવાને ધસી આવતા પ્રેમઘેલા લોકોનાં ટોળાં જે-હિંદુ અને મુસ્લીમ, પારસી અને ખ્રિસ્તી અને સૌ કોઈ ધર્મના અને કેમના લોકે તે અત્યંત સદભાવથી એકબીજા સાથે ખભેખભા મિલાવીને ઉભેલા જોઈ. મારા દિલમાં કાંઈનું કાંઈ થઈ જાય છે. હું પોકારી ઉઠું છું કે, આ ભલે, ભેળો, દેશપ્રેમની ઉર્મિ અનુભવતો જનસમૂહ-આ ગરીબડો લેકસમાજ, કામને નામે ઝનુને ચઢી રમખાણ મચાવે છે ! આ પ્રજાવર્ગ તેમની 'યારી માતાના દેહને પિતાનું લેાહી છાંટી તેને અભડાવે છે ! તરતજ હૃદયમાંથી સ્પષ્ટ ઉત્તર ઉઠે છે કે, ના, એ જનસમાજ રમખાણે નથી માંડતે, એ ટોળું હિંદુ દેવાલયની મૂર્તિ એ. નથી ભાંગતું, એ ટોળું મુસ્લીમ મજીદે ઉપર હલ્લો નથી લઈ જતું. ટોળું સાવ નિર્દોષ છે.
ઉંડા વિચારને અંતે મારી ખાત્રી થઈ ચૂકી છે કે, ટોળું નિર્દોષ છે, તેનામાં કોઈ જાતની અસ્મિતાજ નથી: પણ સાચા દોષિત તો હું અને તમે જ છીએ. આજે ઠેર ઠેર જે રમખાણો. મચે છે અને લોહીની નદીઓ વહે છે, તેને માટે હું અને તમે જ જવાબદાર છીએ. એ બધાં રમખાણેને માટે આપણે નેતાવર્ગ જ જવાબદાર છે. મને હવે રજમાત્ર પણ આશંકા નથી રહી કે, હિંદુ-મુસ્લીમ એ બે કામે વરચે ન સંધાય એવી ફાટ પડી ગયાનું કહેનારાઓ જુઠા છે. હું" માનું છું અને જાહેર કરૂં છું કે, ભારતમાતાનાં બે ફેફસાંસમી એ બંને કામો વચ્ચે–એ બંને કામોના સામાન્ય જનસમુદાય વચ્ચે કશોજ કલેશ કે વિખવાદ નથી. જે કંઈ કલેશ અને વિખવાદ છે તે એ બંને કામને નેતાઓની વચ્ચે છે. જે કલહ દેખાય છે તે મારી અને તમારી વચ્ચે વર્તે છે--તે નેતાઓ નેતાઓની વચ્ચે વર્તે છે. એટલે જ હું કહું છું કે, લોકે તે એકત્રિત છે માત્ર નેતાએજ વહેચાયેલા અને વિવાદગ્રસ્ત છે.
પણ હું આશાવાદી છું. આ સ્થિતિથી હું જરાયે નિરાશ નથી થતો. ઉલટું મને એક પ્રકારની શાતિ છે કે, આ વિખવાદનું ઝેર હજી જનસમૂહના લોહીમાં નથી મળી ગયું. એથીજ, હું આશાવંત છું કે, હરકોઈ ઈલાજે, મારા બંધુ નેતાઓની સમક્ષ ઘૂંટણીએ પડીને પણ, તેમને શાતિના રાહ ઉપર હું ખેંચી શકીશ; અને આ સભાના સભાજને, તમને તો હું અહીં જ ઘુંટણભર બનીને પ્રાર્થના કરું છું કે ખુદાને ખાતર, દેશને ખાતર, આવા ખુનખાર ઝઘડાઓ, ટાળવાને જ નિર્ણય કરજે.
(શ્રી નિવાસ આયંગર).
sky
Shree Sudharmaswami Gyanbhandar-Umara, Surat
www.umaragyanbhandar.com