________________
AAN
૫૧૪
ભગવાન બુદ્ધની સાધના, સિદ્ધિ અને ઉપદેશ જ્ઞાનપ્રાપ્તિ સારૂ તપ આચરવાને નિતાંતશાંત એવું સ્થાન મેળવવા સારુ મેં ચારે તરફ પુષ્કળ પ્રવાસ કર્યો ને છેવટે અહીં (ઉરૂલામાં) આવ્યો. ત્યાં અતિશય રમણીય એવું એક સ્થળ મારી નજરે પડયું. એક અતિશય સુંદર વનમાંથી મંદમંદ ગતિએ એક નદી વહેતી હતી.નદીના બન્ને કાંઠે વિપુલ ને શુભ્ર એવી વેળુ પથરાયેલી હતી. નદીનું પાત્ર પણ વિશેષ ઉંડુ ન હોવાથી એક કાંઠેથી બીજે કાંઠે સહજ લીલાથી જવાતું અવાતું. વનની ચારેબાજુએ ગામ વસેલાં હોવાથી ભિક્ષાટનની ઉત્તમ સગવડ હતી. આ બધું જોઈને મને અતિશય આનંદ થયો ને ત્યાં જ મેં મારી તપશ્વર્યાનો આરંભ કર્યો.”
તપશ્ચર્યાના પ્રકાર બેધિસત્વે ક્યા કયા પ્રકારની તપશ્ચર્યા કરી એ વિષય મહાસીહનાદસુત્તમાં આવ્યો છે, તથાપિ એ વર્ણન વાંચવાથી એક જ વ્યક્તિએ એકજ જન્મમાં, આવાં અને આટલાં તપે આચર્યા હોય એ શક્ય લાગતું નથી. આ વનમાં અમુક એક પ્રકારની તપશ્ચર્યા નોંધવામાં નથી આવી એમ નથી. આ ઉપરથી બે ધિસ કયાં તપ આચર્યા એ કહેવા કરતાં એ વખતમાં કયાં કયાં તે પ્રચારમાં હતાં એ તો જણાવવાનો લેખકને ઉદ્દેશ હતો, એ સહજ ધ્યાનમાં આવે એવું છે. એ પિકી થોડાંકને અહીં બેંધવાં ઈષ્ટ લાગે છે. ભગવાન બુદ્ધ સારીપત્તને ઉપદેશ આપ્યાનું મહાસીહ સુત્તમાં જે વર્ણન આવ્યું છે, તેને સારાંશ આ પ્રમાણે છેઃ- “હે સારિપુત્ત ! મેં ચાર પ્રકારનાં તપ આચર્યાનું મને સ્મરણ છે. હું પ્રથમ તપસ્વી બને, પછી રૂક્ષ થયો, કેટલેક દિવસે જુગુણિતાને સ્વીકાર કર્યો ને છેવટે પ્રવિવિક્ત બન્યો. હું દિગંબર વૃત્તિથી રહેતો હતો. કોઈ પણ જાતનું લૌકિક આચારનું બંધન પાળવાનું મેં છોડી દીધું હતું.”
કરતલપાત્રમાં મળેલી ભિક્ષા હું ખાતે હતે: મત્સ્ય, માંસ અથવા સુરાયુક્ત આહાર હું બિલકુલજ ગ્રહણ કરતો નહિ. મને બોલાવીને આપેલું જાત્રા (મેળા)માં રાંધેલું, ગર્ભવતી સ્ત્રીએ અથવા કેડ ઉપર બાળકને તેડનારે આપેલું અન્ન હું સ્વીકારતો નહિ. કૂતરાંએ અથવા માખીઓએ અપવિત્ર કરેલી જગ્યા ઉપરનું અને હું ખાતે નહિ. શાક, સ્યામાક, નીવાર, શેવાળ; થલ, શેકેલું અનાજ, પિસ્યાક, લીલું ઘાસ, ફળ, પાંદડાં, ગોમય, ચમારોએ ફેંકી દીધેલા ચામડાના ટુકડા વગેરે ખાઈને હું છવધારણ કરતા હતા. પહેલા દિવસે એક ગ્રાસ (કાળીયા) અથવા ૨ કછી અન્ન, એકાદ બેર અથવા મગને એક દાણે, બીજે દિવસે બે, ત્રીજે દિવસે ત્રણ એમ સાત દિવસપર્યત ક્રમે ક્રમે ચઢીને પછી ક્રમે ક્રમે એક એક ઉતરત જતો હતો; અને આવી રીતે મેં જિનિગ્રહનું તપ આચર્યું. આથી મારે માંસાળ દેહ સૂકાઈ ગયો ને શરીરમાંનું અસ્થિ પિંજર સાફ દેખાવા લાગ્યું. એક જૂના પૂરાઈ ગયેલા કૂવાને તળીયે બેબા જેટલા પાણીમાં પડેલું નક્ષત્રબિંબ જેવું દેખાય, તે પ્રમાણે ઉંડી ગયેલી મારી આંખોના તેજની અવસ્થા થઈ હતી. મારી ચામડી સૂકાઈને શુષ્ક થઈ જવાથી તે શરીર પર લબડતી હોય એવી દેખાવા લાગી. પેટ ઉપર હાથ ફેરવતાં હાથે પાંસળીઓ લાગતી હતી. મળમૂત્રવિસર્જનને માટે ઉઠીને બેસવા જેટલું પણ શરીરમાં સામર્થ્ય ન હોવાથી કોઈ કોઈ વાર હું જે સ્થિતિમાં પડ્યો હોઉં એ સ્થિતિમાંજ એ વિધિ થઈ જતો. એકાદ ચામડાની કોથળીમાં હાડકાં મૂકી રાખ્યાં હોય એવી મારા દેહની અવસ્થા થઈ ગઈ હતી. કઈ કઈવાર હું ચીંથરાને પરિધાન કરતે હતે. કેાઈવાર ઘડાના કેશથી બનાવેલું, ચકલીએનાં પીછાંથી બનાવેલું તે કદી કુશનું અગર મૃગાજિનનું વસ્ત્ર હું ઓઢતા હતા. મૂછ, દાઢીને માથા ઉપરના કેશ હું પિતાને હાથે ચુંટી કાઢતો હતે. આવી રીતે અનેક પ્રકારના દેહદંડનું આ ચરણ મેં કર્યું છે. આ મારૂં તપ.”
“સારિપુત્ત ! હવે મારી રૂક્ષતાનું વર્ણન સાંભળ. અનેક વર્ષની ધૂળથી મારું આખું શરીર ભરાઈ ગયું હતું, જૂના લાકડાના પાટીયા ઉપર ધૂળ ચઢી ચઢીને જેવી તેની સ્થિતિ થાય તેવી મારા દેહની અવસ્થા થઈ હતી, તથાપિ તે ધૂળ મેં જોઈ કાઢવી કે બીજા કોઈએ જોઈ કાઢવી એવો મારા મનમાં કોઈ દિવસ પણ વિચાર આવ્યો નહોતો.”
હવે મારી જુગુપ્સાનું વર્ણન સાંભળ, હું બહુ સાવચેત રહીને હાલચાલ કરતો હતો. પાણીને ટીપા પ્રત્યે સુદ્ધાં હું મટી દયા દ્રષ્ટિથી જોતો ! એકાદ શુક કૃમિકીટક પણ મારે હાથેથી ને માર્યો જાય એને માટે હું ખૂબજ ખબરદારી રાખતો.”
Shree Sudharmaswami Gyanbhandar-Umara, Surat
www.umaragyanbhandar.com