________________
૫૨૧
સિદ્ધાર્થ રાજન અને યશોધરદેવી પાડી જાગી ઉઠી ને અનિષ્ટ સ્વપ્નની સમાપ્તિ થઈ.
સિવ-દેવી યશુ, વાસ્તવિક રીતે સ્વપ્નમાં કશુંયે સત્ય હોતું નથી. ક્ષણ બે ક્ષણ રંક પણ રાજવૈભવ ભોગવી લે છે અને રાજા ભીખારી બની જઈ ભાખરીના ટાઢા ટુકડાનો સ્વાદ અનુભવી લે છે. યશુ! સેચ મા કર, દુઃખ ન ધર, ધૈર્ય ધર અને શાંત થા. વારંવાર એની એજ વાતપર વિચાર કરવાથી દિલની આગ ઓલવાતી નથી-બળતા અગ્નિમાં ધીના હેમની જેમ. તારી પાસેથી હું તો એટલે સુધીયે આશા રાખી શકું કે કદાચ તારું સ્વમ સત્ય નિવડે, તે તને કંઈ આઘાત ન થવો જોઇએ. નિર્મિત ને અનિર્મિત કરનાર તું અગર હું કે માત્ર?
ય ---દિલના દેવ! કદી કઈ કાળે નહિ પણ આ કાળે આપનાં વચનને હૃદયમાં ઉતરતાં કેમ વાર લાગે છે ? ફક્ત બે દિવસમાં બનેલી કાલ્પનિક બીનાએ જયારે મારી આ દશા કરી, ત્યારે આપ અચાનક મને અહીં એકલી મૂકીને કયાંક ચાલ્યા જાઓ તે મારી અહીંની શી ગતિ થાય ? ક્ષણભરનું સ્વપ્ન આટલું બધું અકળાવે છે ને રીબાવે છે. તે પછી સ્વનના સત્યે તા(મૂછનાવશ થઈ જઈ સિદ્ધાર્થના ખોળામાં ઢળી પડે છે. કુમાર આશ્વાસન કરી તેને જાગ્રત કરે છે ને દૈવી નિશાનું પાન કરાવે છે.)
સિવ–– શુ! તારું શરીર સારું નથી. શરીર પર અધિકાર તેં ગુમાવ્યો છે; માટે હવે અન્ય પ્રસંગે આ વાત કરીશું. - ય --નહિ, નહિ નાથ! શરીર સારૂં હૈ યા ન હો, દેહ ટકે યા છેહ દે. કોણ જાણે મારું માનસિક દુઃખ દૂર દૂર જતું દીસે છે. હૃદય કંઈક બળવાન બન્યું હોય એમ ભાસે છે. મારામાં મને મઝા નથી. મારી સાચી મઝા આપના વચનામૃતનું પાન કરવામાં ઓતપ્રોત થઈ ગઈ છે. આપ કહ્યું જાઓ ને હુ સાંભળે જઈશ ને આનંદ લઈશ.
સિ--યશોધરા, તું કંઈક સંસ્કારી જીવ તો છે, છતાંયે તારી ભૂમિકા-ઉચ્ચ ભૂમિકા ન બંધાઈ. મારા સહવાસમાં તે પૂરાં દશ વર્ષ ગાળ્યાં; પરંતુ મહત્ત્વના ફેરફાર ન થયા. અજ્ઞાનતિમિર દૂર ન થયું. પ્રભાતે ગગનાંગણમાં ઉગતા સૂર્યનું શીતળ મધુર તેજ પણ અંતરમાં ન ઉતર્યું. ટુંકમાં પ્રભુનો તનખો તારામાં ન પ્રગટયો. કસ્તુરીની પ્રાપ્તિ માટે હજારો ગાઉને પ્રવાસ કસ્તકગ માટે તો તદન નકામો છે. કસ્તુરી તેના શરીરમાં છે તે વાસ-કેરમ બહાર પ્રસરી - રહી છે. પરમાત્માની ફોરમ અંદર ને બહાર બધે ટી રહી છે. પરમાત્મા પોતે અંદર છે, એટલે
બહારથી એને શોધનારની ગમે તેવી પ્રવૃત્તિ-પ્રયાસ હોય તો તે પણ અફળ જાય છેજ. છેલ્લા લાંબા સમય થયાં તું જાણે છે કે, મને રાજવૈભવ ભોગવવાની જરાએ સ્પૃહા નથી. હું જે જે વાંચતો, વિચાર, અનુભવતે તે બધામાં તું મારૂં અનુકરણ કરતી અને તને લેશ પણ પ્રતિબંધ ન હતો. મારા શરીર પર મોહ એ તારી પ્રબળ વાસના છે અને એને તો જ્ઞાનભઠ્ઠીમાં ભસ્મીભૂત કર્યે જ છૂટકો.
ય.--સિદ્ધાર્થ! સ્વામિન! સત્ય વાત છે-આપની. આપનો અમૂલ્ય ઉપદેશ વિશેષ આકર્ષે છે. અત્યારે તો રાજ-રાણુનો મોહ તેમજ તેને અંગે ઉપસ્થિત થતા વૈભવને મોહ સાવ ગળી ગયે છે. આ૫ ગગનવિહારી છે. આપની દિવ્ય ભવ્ય ભાવનાઓને યુકિંચિંત સમજવાને પણ મારામાં સામર્થ્ય નથી. અલ્પમતિ અનુસાર મારી સમજમાં જે આવે છે તે એ છે કે, આપની તમામ પ્રકૃત્તિ એક યા અન્ય સ્વરૂપમાં નિવૃત્તિ જ છે; અને અંતિમ હેતુ નિર્વાણપદને પ્રાપ્ત કરવું, એ છે. આ બેયબિંદુ લક્ષમાં લઈ જંગલનિવાસ છતા હો એમ હું માનું છું. જંગલમાં ન જાઓ એમ કહેવા હિંમત થતી નથી. ઉમેદ માત્ર એટલી છે કે, આપ મને સાથે લઈ જઈ સહચરીસહચારિણી બનાવો. ગમે તેવા પ્રતિકૂળ વાતાવરણમાં પણ આપને યોગ્ય અનુકૂળ સંજોગો ઉત્પન્ન * કરી શકીશ એ શ્રદ્ધા આ દિલમાંથી ખસતી નથી. જ્યાં મારા..મહારાજ ને તાજના તાજ, ત્યાં
આ શિર ને આ શરીર સદા સર્વદા ઝુકેલું જ રહેવાનું. કોઈ મહાન રાજાની સામાન્ય રાણું ૫ટરાણીની પદવી પ્રાપ્ત કરે છે, ત્યારે તે પિતાને જેટલી ભાગ્યશાળી માને છે, તેના કરતાં અનંતગણું સદ્ભાગ્યશાળી હું પિતાને ગણું છું. અહોભાગ્ય મારાં છે, સ્વામીનાથ !
સિ --(મનમાં કંઈક ગુંચવાય છે.) જંગલવાસ મારે એકલાને જ સ્વીકારવાનો આવશે. હજુ કશા નિર્ણય પર આવ્યો નથી. પ્રિયે, તારા સ્થાને છેવટને ભાગ અતિ ઉક્તિભર્યો જણાય છે.
Shree Sudharmaswami Gyanbhandar-Umara, Surat
www.umaragyanbhandar.com