________________
-
w
જગતને મહાન સંગીતાચાર્ય
૪૯૭ કુદરતના સંગીતમાં મોજ લેતા આ યુવકને ગદ્ધાવૈતરું કરતો જોઈ કેને અફસોસ ન થાય? સાધારણ યુવક તો આ ઉપાધિઓમાં પોતાની સ્વપ્નસૃષ્ટિ ભૂલી જાય; પરંતુ લડવીગની મહત્ત્વાકાંક્ષાઓ વધતી જતી હતી, તેનામાં રહેલી શક્તિ ઉદય પામતી હતી અને તેનું તેને ભાન થતું હતું !
પોતાના ગામની આસપાસના રમણીય દેખાવ જોઈ તે રાચતો અને કુદરત ઉપર તેને એટલો તે પ્રેમ થયું કે, તે આખરે માતાના ખોળામાં બાળક બેસે તેમ કુદરતને ખોળે જઈ બેઠો. જગલો, ટેકરીઓ અને ખળખળ વહેતી નદીઓ તેને અવર્ણનીય આનંદ આપતાં.
આ ટેકરીઓમાં અને ફૂલવાળાં ખેતરોમાં થઈને વહેતી વાઇન નદીને કાંઠે ઘડીકમાં આકાશ તરફ તે ઘડીકમાં નદી તરફ તાકીને ઉભો રહેતે હશે ત્યારે તેના મગજમાં શાં વિચાર આવતા હશે, તેના કર્ણમાં શું અજબ સંગીત રેલાતું હશે, તે કણ કળી શકે એમ છે ? બીથોવન પિતાની વૃદ્ધાવસ્થામાં હાઇન પ્રદેશની ટેકરીઓને યાદ કરે અને તે વખતે તેની આંખમાં આંસુ આવી જતાં !
સત્તર વર્ષની ઉંમરે તેની માતા મૃત્યુ પામી અને તે કુટુંબમાં વડે થયો. તેનો દારૂડીઓ પિતા અને કેટલાંક ભાઈબહેનોનું પિષણ કરવાને સર્વ ભાર તેને માથે આવી પડ્યો. ઘણીવાર તેણે તેના પિતાને પોલીસના પંજામાંથી છોડાવ્યો હતો, પરંતુ આ દરમિયાન એક એવો પ્રસંગ બની ગયે, કે જેથી આ સવ આપત્તિઓને તે સહન કરી શકશે.
આ અરસામાં તેણે વીએનાની મુલાકાત લીધી હતી અને મોઝાર્ટની રૂબરૂ સંગીત કર્યું હતું. મોઝાર્ટને પ્રસન્ન કરવા તે બહુ આતુર હતો. શરૂઆતમાં તો મઝા બરાબર ધ્યાન આપ્યું નહિ; પરંતુ છેવટે તે બોલી ઉઠયો -“આનું ધ્યાન રાખજે, કઈ દહાડે આ છોકરો જગતમાં નામ કાઢશે.”
ચાર વર્ષ સુધી બીવન રાજદરબારમાં એક જ જગ્યા ઉપર રહ્યો. ત્યાં તેને સખ્ત કામ કરવું પડતું. જાત જાતનું સંગીત તે લખતો હતો.
બાવીસ વર્ષની ઉંમરે સંગીતવેતાતરીકે બેનના ઇલેકટરે તેની ખ્યાતિ સાંભળી અને તેને વીએનાના રાજદરબારમાં મોકલ્યો. આ વખતે વીએનામાં જર્મનીના મેટા સંગીતકારો રહેતા હતા અને ત્યાં હેડન જેવા મોટા મોટા સંગીતાચાર્યો તેને મળ્યા. બીવનને કાંઇક પૈસા મળે એવી જોગવાઈ કરવામાં આવી હતી, પણ તે પૂરતા નહોતા, કારણ કે તેનું કુટુંબ તેની સાથેજ હતું. આ યુવાને પોતાના કુટુંબનું પિષણ કરવાની જવાબદારી સંતપર્યંત ઉપાડી હતી.
ફ્રેંચ બળવાની ચિણગારી ઉઠતાંજ બળેવને બેન ગામનો ત્યાગ કર્યો. શરૂઆતમાં તો તેણે આ ધાંધલ તરફ બીલકુલ લક્ષ આપ્યું નહિ, પણ પાછળથી તેણે પ્રજા શાસનનું મજબૂત સમર્થન કર્યું તથા તે નેપોલિયનને જબરો પ્રશંસક બન્યો; અને તે એટલે સુધી કે તેને માટે “સીફેની' સુદ્ધાં રચી કાઢી. આના પહેલા ભાગમાં બીથોવને નેપોલિયનને એક મહાન પુરુષતરીકે બળવાના આધાર સ્તંભતરીકે ચીતર્યો હતો.
આ “સીફેની' લખાતી હતી ત્યારે નેલિયન શહેનશાહ બન્યો છે, એવી ખબર બીવનને મળી; આથી પ્રજા શાસનનાં તેણે સેવેલાં સ્વપ્નાં નષ્ટ થયાં,તેથી તે ગુસ્સામાં આવીને બોલ્યોઃ-નેપોલિયન તે સાધારણ માણસ છે.' આ પછી જે “સીફાની' તે લખતે હતો તેમાંથી નેપોલિયનનું નામ કાઢી નાખ્યું. હાલ તે ઈરોઈકા’ના નામથી ઓળખાય છે.
બાવન સાધારણ હિંમતવાન હતા. પિતાની નેંધપોથીમાં તેણે લખ્યું છે –“હિંમતે મર્દી તે મદદે ખુદા! મારું શરીર નિર્બળ છે, છતાં મારી બુદ્ધિશક્તિ હજી પ્રકાશી ઉડશે.”
તેનો દેખાવ આકર્ષક નહોતો અને તે રાજદરબારી સંગીતકાર હોવા છતાં તેને અંગેની સભ્યતા પણ તેનામાં નહોતી. તેની રીતભાત સામાને પસંદ પડે તેવી નહોતી અને તેની ભાષા પણ અસંસ્કારી હતી. જ્યારે તે કામ કરતો હોય ત્યારે જે કઈ દખલગીરી કરે તો તે ધણેજ ગુસ્સે થઈ જતો,
બે વર્ષ પછી ભવિષ્યમાં પડનારી આફતનાં સ્વપ્નાં તેને આવવા લાગ્યાં, રાતદહાડો તેના કાનમાં ગમગીનીના સૂર આવ્યા કરતા, ઉશ્વમાં પણ તેને એનું જ સ્મરણ થયા કરતું અને તે સાધુ જેવો વિરસી બન્યા. ૧૮૦૧ માં આખરે તેણે પોતાનું જીગર ઉઘાડયું અને મિત્રને કાગળદ્વારા પોતાના મનની ખરી હાલત જણાવી દીધી.
મારી જીંદગી કેવી ખરાબ છે? છેલ્લાં બે વર્ષ થયાં મેં કોઈપણ પ્રકારની સબત છેડી
રા. ળ Shree Sudharmaswami Gyanbhandar-Umara, Surat
www.umaragyanbhandar.com