________________
ઈટાલીની એક વર્તમાન મહાન વ્યક્તિ-એન્ટીકે ફેરી
૫૦૦
ઈટાલીની એક વર્તમાન મહાન વ્યક્તિ એન્ટીકે ફેરી (લેખક-રા. ચુનીલાલ મગનલાલ દેસાઈ, વ્યાયામ ના એકબર ૧૯૨૬ ના અંકમાંથી)
આપણા દેશમાં હાલ ૬૦ વર્ષ થયા પછી મનુષ્યને વૃદ્ધાવસ્થા પ્રાપ્ત થઈ ગણાય છે અને ઘણેભાગે તે ઉંમરે પહોંચેલા મનુષ્યો કાંઈ પણ મહત્ત્વનું કાર્ય કરી શકે નહિ, એમ માનવામાં આવે છે. પ્રાચીન કાળમાં આપણા દેશમાં ૧૦૦ વર્ષનું આયુષ્ય તે સાધારણ રીતે ગણવામાં આવતું અને તે વખતે ૬૦ વર્ષ અને તે ઉપરાંતની ઉંમરનાં મનુષ્ય પોતાના જ્ઞાન અને અનુભવનો લાભ પિતાનાં કુટુંબીઓને તથા શિષ્યોને સારી રીતે આપી શકતા. હવે તે સ્થિતિ પલટાઈ ગઈ છે, અને ૫૦ વર્ષની ઉંમરે તો મનુષ્ય જેમ તેમ કરી પિતાનું ધુંસરું ખેંચતો માલમ પડે છે, તો પછી પિતાના જ્ઞાન અને બુદ્ધિનો લાભ બીજાને આપવાની તો વાત જ શી ? પાશ્ચાત્યદેશ આપણું ભારતવર્ષને મુકાબલે પ્રથમ ઘણોજ પછાત ગણાત; તે હાલ સુધારાની ટોચે પહોંચતો જાય છે અને ત્યાંના મનુષ્યની સરેરાશ આયુષ્યમર્યાદા પણ હિંદુસ્થાનના મનુષ્યની સરેરાશ આયુષ્યમર્યાદા કરતાં ઘણી જ વધારે છે. ત્યાંના લોકોમાં જે સાહસ અને ઉત્સાહ ભર્યા છે, તેને પરિણામે તેઓએ દરેક દિશામાં અનેક શોધો કરી છે, અને અનેક અશક્ય ગણાતાં કાર્યોને શક્ય કરી બતાવવા માંડયાં છે. મનુષ્ય અમુક ઉંમરે વૃદ્ધ થઈ જાય છે અને પછી તે દુનિયાના કામને માટે નકામે થાય છે. તેણે તે એકજ સ્થળે બેસીને માત્ર જંદગીનાં વર્ષ જેમતેમ પૂરાં કરવાં જોઈએ, એવી જે સામાન્ય માન્યતા છે તેને તેઓએ ખોટી પાડવા માંડી છે; અને ત્યાં ૭૦ તથા તે ઉપરાંતની વયના મનુષ્ય જે કાર્ય કરી રહ્યા છે, તેનો
જ્યારે આપણે વિચાર કરીએ છીએ, ત્યારે આપણને આશ્ચર્ય ઉત્પન્ન થયા વગર રહેતું નથી. જર્મનયુદ્ધમાં અગ્રભાગ લેનાર વોન હીડનબર્ગની ઉંમરને વિચાર કરો અને તમને સમજાશે કે, વૃદ્ધ ગણાતો મનુષ્ય પણ કેટલું કામ કરી શકે છે. તેવાજ એક ઈટાલીના મહાન પુરુષ એનરીકે ફેરી ૭૦ વર્ષની ઉંમરે શું કાર્ય કરી રહ્યા છે, અને તે કયા નિયમો પાળવાથી આ પ્રમાણે પોતાની શક્તિઓ જાળવી રહ્યા છે, એટલું જ નહિ પરંતુ હજી તે ઘણી આશાઓ તે પોતાને માટે રાખે છે, તે આ લેખમાં બતાવવાનો હેતુ છે.
મી. એન્ટીક કેરી એ છ કટ ઉચો અને કદાવર બાંધાનો મનુષ્ય છે. તેની આંખમાં અજબ તેજ રહેલું છે, તેમજ તેની રીતભાત અને બેલવાની ઢબ અત્યંત આકર્ષક હેઇ, તે સર્વના પ્રીતિપાત્ર છે. તેમની ઉંમર હાલ ૭૦ વર્ષ ઉપરાંતની છે અને હજી એ યુવાન જેવા જ લાગે છે. હસન ઝીમરમેન નામના ગ્રંથકાર “પોતાના ઈટાલી ને ઇટાલીયન માટે ' એ પુસ્તકમાં મી. ફેરીવિષે લખતાં લખે છે કે, “તે એક અદ્ભુત સૌંદર્યવાન પુરુષ છે અને તેમની રીતભાત તથા બોલવાની છટા એવી મેહક છે કે તેની આગળ સર્વ પિતાનું માથું નમાવ્યા સિવાય ભાગ્યેજ રહે.'
તેમની બરફ જેવી ધોળી દાઢીથીજ તેમની ઉંમરવિ કપના કરી શકાય છે અને ઇટાલીનાં વિશ્વવિદ્યાલયોમાં તે પચાસ વર્ષોથી અધ્યાપક તરીકે કામ કરે છે, તે ઉપરથી જ માની શકાય એમ છે. તેમણે ગુન્ડાસંબંધના શાસ્ત્રને સારો અભ્યાસ કરેલો હોઈ, તેમાં તેમણે ઘણી, નામના મેળવી છે; અને તેમની ૫૦ વર્ષ ઉપરાંતની તે શાખાની માહિતીને લીધે તે ફોજદારી વકીલતરીકે અત્યંત પ્રખ્યાત થયેલા છે. તેમણે ચેમ્બર ઓફ ડેપ્યુટીઝ ' માં ૩૮ વર્ષ કામ કર્યું છે, અને કાયદાના વર્તમાનપત્રના અધિપતિ તરીકે ૩૩ વર્ષ સુધી પિતે ચાલુ રહેલા છે.
૭૦ વર્ષ આ મહાન પુરુષ જણાવે છે કે, જીવનની ખરી ખુબીઓની હજી તે મને હમણાં જ . ઝાંખી થાય છે. તેમણે લગભગ ૮૦ પુસ્તકો લખ્યાં છે અને તેમાંનાં ૮ તે ઘણાં મોટાં છે. લગભગ ૨૦૦૦ ઉપરાંત તેમણે વ્યાખ્યાનો આપ્યાં છે તથા કાયદાના સુધારાવિષે, વિજ્ઞાનની દષ્ટિએ તેમજ સમાજશાસ્ત્રની દષ્ટિએ તેમણે ઘણું વિવેચન કરેલું છે. ૧૯૧૯ માં ઈટાલીયન સરકારે તેમને પીનલ લો અને પીનલ પ્રોસીજરમાં યોગ્ય સુધારો કરવાનું સાંપ્યું હતું અને છેલ્લા ઓગસ્ટમાં આખર “રાષ્ટ્રીય સભા' જે લંડનમાં ભરવામાં આવી હતી તેમાં તે ઈટાલીયન સરકાર તરફથી પ્રતિનિધિતરીકે ગયા હતા. તેમને “વૃદ્ધ યુવાન” અને “યુવાન વૃદ્ધ” પુરુષતરીકે સંબોધ
Shree Sudharmaswami Gyanbhandar-Umara, Surat
www.umaragyanbhandar.com