________________
જગતને મહાન સંગીતાચાર્ય દીધી છે અને મારાથી માણસો સાથે વાતચીત પણ થઈ શકતી નથી. હું બહેર થયો છું. મારા દુશ્મને જ્યારે આ વાત જાણશે ત્યારે તેઓ શું કહેશે ?”
આ વિપત્તિમાં જે કાંઈ સંગીત તે લખી શકાય તેમાં પણ ગમગીની આવવા લાગી, પણ મોટે ભાગે તેનો આત્મા તેથી પરજ ઉડતો હતે. ચોકકસ આવક ન હોવાથી અને મોટા કુટુંબનું પિોષણ કરવાનું માથે આવવાથી નાણાંની મુશ્કેલીમાંથી તે કદી મુકત થયો નહિ. તેના ભત્રીજા કાલ તરફથી તેને ખાસ કનડગત ભેગવવી પડી. કાલ આળસુ, વિષયી અને નિંદ્ય હતો. અંતે બીથોવનના છેલ્લા દિવસોમાં આથી તેને ઘણું જ દુઃખ થયું હતું. બીવનથી કોઈ પણ રીતે આ ઉપાધિઓમાંથી છૂટી શકાયું નહિ, છતાં તે એક વખત બાંધેલી મૈત્રી બરાબર નિભાવી રાખો. જેમ જેમ વખત જતો ગયે, તેમ તેમ તે પોતાના પોષાક અને બહારના દેખાવની બીલકુલ દરકાર કરતે નહિ.
બીથોવને પ્રેમ કરવામાં-સ્ત્રીઓને ચાહવામાં પિતાની ઘણુ શકિત ખર્ચી નાખી. ઘણાં વર્ષો સુધી તે એક યા બીજી યુવતીના અત્યંત પ્રેમમાં પડયો હોય એમજ લાગતું, છતાં તેનું ચારિત્ર નિર્મળ હતું. પણ કેટલોક સમય વીત્યા પછી તેણે સંવનન કરવાનું છોડી દેવા પ્રયત્ન કર્યો. ગરીબાઈ, બહેરાપણું અને કુટુંબભારને લીધે કોઈ સારી યુવતી તેની સાથે પરણે એવા સંભવ નહોતો. ગલીએટા નામની યુવતીની સાથે તે પ્રેમમાં પડ્યા હતા પણ ૧૮૦૩ માં તે તેને છેડી કઈ પદવીવાળા માણસને પરણી ગઈ. આ બનાવથી તેને સખ્ત આઘાત થયો અને તેમાંથી તે ઉગરી શકો એજ આશ્ચર્ય !
૧૮૦૬ માં બીવનને કાંઈક સુખ મળ્યું. એક સુંદર યુવતી-થેરેસી વેન બ્રુસ્વીકને તે પિયાનો વગાડતાં શીખવતો હતે. તેમાંથી બન્ને વચ્ચે અનુરાગ ઉત્પન્ન થતાં એકબીજાએ લગ્નસંબંધથી જોડાવાનું નક્કી કર્યું; પણ ગમે તે કારણે આ સંબંધ તૂટી ગયો, છતાં આ યુગલ અંત સુધી એકબીજાને વફાદાર રહ્યું હતું. આ બનાવ પછી અમુક સમય વીતી જવા છતાં બીથોવન પિતાના હાથમાં થેરેસીની છબી લઈ તેને વારંવાર યાદ ક્યાં કરતો.
૪૦ વર્ષની ઉંમરે તેના સ્વભાવમાં અદ્ભુત ફેરફાર થયો. તે બીજાઓના વિચારોની દરકાર કરતો બંધ પડયો અને તેને વાતવાતમાં ઉશ્કેરાઈ જવાના સ્વભાવ નાબુદ થયો. તેના ચારિત્ર્ય. અને તેનાં કાર્યનો આખરે વિજય થયો; અને બીજાં બધાંની હાર થઈ. તેને પોતાની મહત્તા સમજાઈ અને તેથી જ તે કહેતો:– ભલાઈ કરતાં શ્રેષ્ઠ બીજું કાંઈ નથી.” જગતના આ સૌથી મહાન સંગીતકારના આ નમ્ર શબ્દો ખરેખર તેને શોભાવે એવાજ હતા.
આમ છતાં તેની કટમય જીંદગી તે ચાલુજ રહી. ઓસ્ટ્રીયાના ત્રણ રાજકુમારોએ તેને પિશન આપવા કહેલું, પણ તે નિયમિત મળતું નહોતું. વટલુંની લડાઇના અરસામાં તે તદ્દન અહેરો બની ગયા અને લખીને વાતચીત કરવાનો વખત આવ્યું હતું.આમ ને આમ બીજાં દશ વર્ષો વીતી ગયાં. તે શિયાળાને સમય વીએનામાં અને ઉનાળામાં ગામડામાં રહેતા હતા. કુદરતસિવાય બીજા કશાનું તેને આશ્વાસન હતું નહિ. કુદરતનો તેનો ચાહ અગાઉ જેટલાજ જબરા હતા અને ખેતરોમાં તથા ટેકરીઓમાં તે ઉઘાડે માથે રખડવા નીકળી પડત. દુ:ખથી તેના ચહેરા ઉપર ગ્લાનિની છાયા વળી હતી, છતાં ચારિત્ર્યના બળથી તે સુંદર લાગતું હતું. તે હમેશાં એકલાજ કરવા નીકળ. કુદરતનું આ વહાલું બાળક કુદરતનાજ ખેાળામાં મીઠાશ અનુભવતું.
છેલ્લાં વર્ષોમાં તેના ભત્રીજાએ તેને ઘણી ઉપાધિ કરાવી. પરીક્ષામાં નાપાસ થવાથી તેણે આપધાત કરવા માંડ્યો હતો, પણ પકડાઈ ગયો હતો અને છેવટે તે લશ્કરમાં જોડાયો હતો. આ બનાવથી બીવનને પારાવાર દુઃખ થયું હતું. કારણ કે તેના ભત્રીજા ઉપર તેનું નિઃસીમ હેત હતું.
આ બધું છતાં તે નિયમિત કામકાજ કર્યો જ જતો. તેના એક નોકરે તેના કામકાજની નીચે પ્રમાણે વિગત આપી છે -તે સાડાપાંચ વાગે ઉઠો અને ગાતા ગાતે ટેબલ આગળ આવી બેસી લખત. સાડાસાતે નાસ્ત કરી ઘરમાંથી બહાર ખેતરોમાં ફરવા જત અને સ્વ૨છાપૂર્વક ફરતો તથા કઇ કઇવાર નોંધપોથીમાં લખો. બપોરે ખાણું લેવા ઘેર આવતો અને
ત્યારપછી ત્રણ વાગ્યા સુધી તેના ઓરડામાં બેસતો. ફરીથી ખેતરોમાં ફરતો. સાડાસાતે વાળ કરતો અને તે પછી દશ વાગ્યા સુધી લખી સુઈ જતો.
Shree Sudharmaswami Gyanbhandar-Umara, Surat
www.umaragyanbhandar.com