________________
જગતને મહાન સંગીતાચાર્ય
જગતને મહાન સંગીતાચાર્ય ( [ સારાયે પૂરેપ અને હિંદના સંગીતશાસ્ત્રીઓને પ્રિય માર્ગદર્શક
જર્મન સંગીતાચાર્ય બીથોવનની જાણવાજોગ જીવનકથા ] (લેખક:-નર્મદાશંકર વ, દ્વિવેદી-બે ઘડી મોજ'ના તા. ૧-૫-૨૭ ના અંકમાંથી) :
ઉત્તમ માનવામાં બચપણમાંથીજ એકાગ્રતા હોય છે, સંગીતશાસ્ત્રમાં હિંદીઓ સારી રીતે રસ લે છે અને જેમને સંગીતને ખરેખર શેખ છે, તેઓ જમન સંગીતાચાર્ય બીવનનાં ગાયનથી એટલા બધા મેહ પામ્યા છે કે ગયાજ એક-બે માસમાં એ સંગીતાચાર્યની પહેલી શતાબદી ઉજવી અને પોતાની સ્મરણાંજલિ એ મહાન ગાયકને અપી. હિંદમાં અને વિશેષતઃ કલકત્તા અને મુંબઇના પ્રતિષ્ઠિત સંસ્કારી સંગીત શેખીનોએ બીવનને પોતાના સંગીતગુતરીકે સ્વીકાર્યા છે. અને હિંદના અનેક મશહુર ગવૈયાઓ પણ બીથોવનની કળા પર ફીદા થઈ ગયા છે. એ મહાન સંગીતાચાર્યવિષે યૂરોપથી પ્રગટ થતા “માઈ મેગેઝીનમાં નીચેની હકીકત આપવામાં આવી છે.
પ્રખ્યાત જર્મન સંગીતકાર બીવનના મૃત્યુને હમણાં જ વર્ષ થયાં છે. તેના નિરાશામય, ગમગીન અને કરુણ મૃત્યુ ઉપર સે વર્ષને પડદો પડી ગપો છે.
સંગીતકારતરીકે બીવનની કીર્તિ અમર થઈ ગઈ છે. જગત ના સંગીતના ઇતિહાસમાં તેનું સ્થાન અનેરૂં છે. એણે લખેલાં “સીની” અને “એપીસીનારા' ઉપરથી કોઈ એવું અનુમાન બાંધે કે તે દેવ જેવો હશે અગર તો પ્રાચીનકાળના વીરપુર જેવો હશે. તે મહાન, ભવ્ય અને સુંદર હશે. પરંતુ તેનામાં ઉપર જણાવેલું એક પણ શારીરિક લક્ષણ કે ગુણ નહતા. ચાલો, ત્યારે આપણે એનું જીવન તપાસીએ. - ૧૭૭૦ માં બેન નામના ગામમાં ગરીબ માબાપને ત્યાં ઝુંપડામાં તેનો જન્મ થયો હતે. તેનું નામ લડવીગવાન બીથોવન હતું. તેના પિતા અને પ્રપિતા બને સાધારણ ગવૈયા હતા અને રાજદરબારમાં સંગીત કરતા હતા. લડવીગની માતા રસોઇયાની પુત્રી હતી અને તે અગાઉ રાજાના નોકર સાથે પરણી હતી. લડવીગને પિતા તેને બીજે ધણી હતે. લવીગની મા નમ્ર અને હેતાળ હતી; પણ તેનો બાપ કડક અને મગરૂબ હતો.લડવીગની શક્તિ બચપણથીજ તેના બાપના જાણવામાં આવી ગઈ અને એક નાની ઉંમરથી જ તેને સંગીતનું શિક્ષણ આપવા માંડયું.
ચાર વર્ષની ઉંમરે તે સારંગી બજાવવાનું શીખતો હતો. આઠ વર્ષની ઉંમરનો થયો ત્યારે તો તેને તેની ઉંમરના પ્રમાણમાં આકરું કામ કરવું પડતું હતું. અક્ષરજ્ઞાન તો તેને માત્ર નામનુંજ આપવામાં આવ્યું હતું. તે સ્વભાવે બચપણથી મુશ્કેલીઓમાં આવી પડવાથી શરમાળ અને શાંત પ્રકૃતિનો હતો તથા શાળામાં પણ તેને રમતગમતમાંથી બહુ આનંદ મળી શકતો નહિ.
નવ વર્ષની ઉંમરે લડવીગના બાપના મત પ્રમાણે તેને સંગીતનું સંપૂર્ણ શિક્ષણ મળી ગયું હતું; પણ બીવનને પાછળથી પોતાના અધુરા જ્ઞાન માટે અફસોસ થયો હતો અને મોટો થયા પછી તેણે લેટીન, ફ્રેંચ તથા ઇટાલિયન ભાષા શીખવાની મહેનત કરી હતી. આ ગરીબ અને કાનથી બહેશ માનવીએ પણ જગતને પિતાના
સંગીતબળવડે કેવું લાવી નાખ્યું ! ' આ અરસામાં એટલે ૧૦ વર્ષની વયે લવીગે રચેલાં અમુક સંગીત કાવ્ય પ્રકટ થયાં. ૧૧ વર્ષની વયે તે રાજદરબારમાં ઓર્ગન (વા) વગાડનારનો મદદનીશ નીમાયે અને તે પછી એક વર્ષે તે નાટકશાળામાં રીહર્સલ કરવાના કામ ઉપર રોકાયો. આ બન્ને કાર્યો બદલ તેને કાંઈ રકમ મળતી નહતી.
બીજી બાજુથી બીવનના કુટુંબમાં આપત્તિ આવી પડી. લડવીગનો એક ભાઈ મરણ પાપો, તેને બાપનો કંઠ કમાવા માટે ઉપયોગને ન રહ્યો અને તેની કમાણું અનિશ્ચિત બની. ઘરમાં પૂરતા પૈસા રહેતા નહિ અને આ ચિંતામાંથી છૂટવા તેને બાપ દારૂ પીવા મંડ્યો. આ પ્રમાણે કુટુંબભાર એકલા લડવીગ ઉપર આવી પડશે.
બીથોવનને જુવાનીમાં પડેલી મુશ્કેલીઓ જોઈ તેના પ્રશંસકોને ઘણું જ લાગી આવ્યું છે.
Shree Sudharmaswami Gyanbhandar-Umara, Surat
www.umaragyanbhandar.com