________________
ગ્રામ્યવાસીઓનાં સદભાગ્ય અને નગરવાસીઓના દુભાંગ્ય! ૪૫ મારા પાપકર્મને પશ્ચાત્તાપ થાય તે માટે પતિદેવની પરવાનગીથી, હું મારી કલંકકથા મારી બુદ્ધિ પ્રમાણે લખવા બેઠી છું.
આજ સુધી જે વાત જગતમાં અમે ત્રણજ માણસો જાણતાં હતાં, તે ભલે જગત જાણે; અને જાણીને ઓળખી લે કે, તેના પેટમાં આવા નરરાક્ષસો વસે છે અને પડદા પાછળ આવી પૈશાચિક લીલાઓ ચાલે છે !
માનશો, આ પાપકથા લખતાં કલમ પણ કંપે છે. વાચકને એટલીજ પ્રાર્થના છે કે, તે ઉદાર નજરે વાંચે. જે સંજોગને આધીન થઈ હું પાપપંથે પરવરી તે જોઈ મને યોગ્ય ન્યાય આપે અને મારા દુષ્ટ જેઠની જે કામી વૃત્તિએ મારું જીવન કલંકિત બનાવ્યું તેની ઉપર તિરસ્કાર વરસાવે.
હિંદુસમાજ ! જાગ્રત થા અને તારી પુત્રીઓનું રક્ષણ કર.
(વાંચનાર! હિંદુજાતિ માટે બીજા પણ કોઈ ને કોઈ ઉપકારક અને બોધપ્રદ લેખે “હિંદુસ્તાનમાં આવ્યાજ કરે છે; માટે તેના દૈનિકના નહિ તો અઠવાડિકના ગ્રાહક તો જરૂર થવા જેવું છે. આ પ્રકારની બીજી પણ વાર્તાઓ ખરા બનેલા બનાવોની તેમાં આવ્યા કરે છે.
ભિક્ષુ-અખંડાનંદ)
ગ્રામવાસીઓનાં સદ્ભાગ્ય અને નગરવાસીઓનાં દુર્ભાગ્ય!
(“હાણાહિતેચ્છુ તા. ૨૮-૪-૨૭ ના અંકમાંથી) લોકગીતોના એક લોકકવિએ સમાજને એક પ્રશ્ન પૂછયો છે કે, શહેરના લોકો પ્રભુને દિવસમાં કેટલી વખત યાદ કરે છે ? જુઓ, ગામડાના લોકે તે લોકગીતોઠારાજ પોતાની સ્થિતિનું રસિક વર્ણન કરે છે કે - હું તે ઢેલે રમે ને હરિ સાંભરે રે, મારાં હૈડાં પડી પડી જાય રે; ઢોલે રમું ને હરિ સંભરે રે. હું તે દાતણ કરૂં ને હરિ સાંભરે રે, મારાં દાતણયાં પડી પડી જાય રે ઢોલે રમું ને હરિ સાંભરે રે. હું તે નાવણ કરૂં ને હાર સાંભરે રે,મારાં નાવણીયાં ઠરી ઠરી જાય રે; ઢોલે રમું ને હરિ સાંભરે રે. હું તે ભજન કરૂં ને હરિ સાંભરે રે, મારાં ભજનીયાં ઠરી ઠરી જાય રે; ઢોલે રમે ને હરિ સાંભરે રે. હું તો પોઢણ કરૂં ને હરિ સાંભરે રે, મારી નિંદરડી ઉડી ઉડી જાય રે; ઢોલે રમું ને હરિ સાંભરે રે. - શેરીએ શેરીએ ચંદ્રિકા ચમકે એટલે લોકહદય એ ચંદ્રિકાના તેજમાં નાચી ઉઠે ઢોલ વાગતાં લોકહૃદયમાં પ્રભુનાં મીઠાં સ્મરણ જાગે અને ખાતાં, પીતાં, બેસતાં, ઉઠતાં અને સૂતાં એ સ્મરણ જાવ્યાજ કરે; એ લોકજીવન કયાં અને આજનું શહેરી જીવન કયાં ? પેટને ખાતર, કીતિને ખાતર, સમાજમાં જીવવાને ખાતર કે ગમે તે ખાતર સવારથી સાંજ સરવાળા અને બાદબાકી કરતો એકાદ મુંબઈ જેવી મોહમયી નગરીને રહીશ કયાં ? એને જીવનની દરેક મિનિટ પસા કયી રીતે કમાવા એજ વિચાર હોય છે. કદાચ પૈસાનો વિચાર ફળીભૂત થાય તો સમાજમાં સારો કેમ કહેવાઉં ? એ ચિંતા ઉભી થાય છે. કદાચ એમાંથી મુક્ત થાય તે સરકારદરબારમાં માનાપમાન શી રીતે પામું એની ઉપાધિઓ વળગે છે. આવી સ્થિતિમાં એ શહેરમાં રહેનારો પ્રભુને કેટલી વખત યાદ કરે છે ? એ પ્રશ્ન કેઇ દિવસ જરૂર પૂછજો.બહુ ઓછા ટકા,તમે ન માને એટલા ટકા, માંડમાંડ પ્રભુને દિવસમાં એકાદ વખત યાદ કરતા હોય તો પ્રભુ જાણે! બાકી ગીતા વાંચનારા, સવારમાં પૂજાના પાટલા પાસે બેસી માળા ફેરવનારા પણ હરિને સાચી રીતે એકધ્યાનથી યાદ કરે છે કે નહિ ? એનો જવાબ તો તેઓજ આપે તો ઠીક. પ્રભુને યાદ કરવામાં જે તલ્લીનતા-જે એકધ્યાનની મસ્તી જોઈએ એ તો બહુજ ઓછાના ભાગ્યમાં લખ્યું હોય છે. આવું જ્યાં સમાજની દૈનિકચર્યાનું ચિત્ર છે, એ સમાજ કેઈ વ્યક્તિ, જ્ઞાતિ કે દેશને માટે તલ્લીન બને એ ન માની શકાય એવી વાત છે.
Shree Sudharmaswami Gyanbhandar-Umara, Surat
www.umaragyanbhandar.com