________________
AAAAAAAAAAAAAAA AAAAAANAAAAN
૪૬૦૦
એ હિંદુ બડેખાઓ ! વાંચો, વિચારો અને રડા તમે કર્યો છે? વળી પાદરીઓ તેમને વેઠ-બેગારમાંથી બચાવે છે, રક્ષણ આપે છે, તે માનવધર્મ તમે કદી બજાવ્યો છે ? આ સંબંધમાં આ અંત્યજભાઈએમાંથી એકે કહ્યું કે, ‘જ્યારે અમારા પડખેના ગામમાં વધારાની પોલીસનું થાણું હતું ત્યારે અમારામાંથી ૧૦–૧૫ માણસને, સિપાઈએ અમારા ગામમાં આવે ત્યારે કાયમ ચેરામાં તેમની તહેનાતમાં બેસાડી રાખતા હતા. પાદરીને જ્યારે આ વાતની ખબર પડી ત્યારે અમારી વારે ચઢીને તેમણે તે સિપાઈઓના જમાદારની ધૂળ કાઢી નાખી હતી. હવે તો અમને પહેલાના જેવો વેઠને ધમાસે નથી, પણ પાદરીની ઓથ હોય છે ત્યારે કોઈ અમારું નામ લઈ શકતું નથી. આવી રીતે કથા હિંદુ ભાઈએ, કયા શેહેરી સહેલાણીઓ, કયા મેટી ફી મેળવનારા વકીલો કે કયા હિંદુ પંથના બાવા, બ્રહ્મચારીઓ કે સંન્યાસીઓ તેમને મદદ આપે છે, અને હલકા સિપાઈઓના જુલમમાંથી બચાવે છે ?
ઉપર પ્રમાણેની નહિ ધારેલી દલીલો આ બુદ્ધિમાન અને ડાહ્યા અંત્યજ ભાઈઓને હે એથી સાંભળ્યા પછી મારાથી તેમને શાળા આપવાની ના પાડવાની હિંમત કેમ ચાલી શકે ? શાળાને માટે એક ઓશરી તેમણે બતાવી તે જોઈ. તે નાની હતી. તેથી બે એરીઓમાં મળીને શાળા બેસે એમ ઠરાવી, ૧૦-૧૫ દિવસમાં શિક્ષક મોકલી આપીશ એવું વચન આપી હું બીજા કામે વળ્યા.
અંત્યજેનું પાણીનું દુ:ખ અંત્યજોને પાણીનું જે દુ:ખ, હાડમારી ને ત્રાસ પડે છે, તેની તો નજરે જોયા વિના વાંચનારને કલ્પના ન આવી શકે. પાણીના કુવાની આસપાસ એક, બે કે ત્રણ કલાક સુધી, કે દયાળ અંત:કરણવાળી ઉંચ કહેવાતી હિંદવર્ણની પાણી ભરનારી બાઈ પાણી નામશે એવી આશાએ બેસી રહેવું પડે, સંધ્યાસમયે કે રાત્રે રને પાણી પીવાના હડામાંથી પણ ચેરીપીથી ઘડા ભરી લાવવા પડે, આમ કરતાં પણ કોઈને કાંઈ ઉણું પડે તે ગાળાને વરસાદ વરસે, તે સામે એક શબ્દ પણ ઉચાર્યા વિના સાંખી લેવી પડે. આ શિક્ષા પ્રભુ દુષ્ટમાં દુષ્ટ જનને પણ ન આપે.
પામોલના લોકો બોરસદની તાલુકા બોર્ડની સહાયથી એક કુ હાલ બાંધી રહ્યા છે. બે તેમને એક હજાર રૂપિયા મદદ દાખલ આપવા કહ્યું છે, તેમાંથી અરધી રકમ કુવાનું અરધુ કામ ખોદાણ અને ચણતર સહિતનું થઈ રહે ત્યારે મળે અને બીજી અરધી કુવાનું કામ પુરું થઇ રહે અને ઉપરનું મથાળું બંધાઈ રહે ત્યારે મળે એ શરત છે. તે પ્રમાણે પ્રથમથી અરધી મદદ મળી ગઈ છે. અત્યારસુધી કુવાનું કુલ ખર્ચ રૂ. ૧૮૦૦ થઈ ચૂક્યું છે. પાંચસે મળેલા તે બાદ કરતાં બાકીના ૧૩૦૦ રૂા. તેમણે અનેક કષ્ટથી એકઠા કર્યા હતા. કેાઈ સાહુકારની પાસેથી વ્યાજે લઈ આવે અને તે ભરવા માટે પતતામાં ઉઘરાણું કરે. આવી રીતે ત્રણ વખત ઉઘરાણું કરવું પડ્યું હતું. તે ઉધરાણું એકઠું કરનાર આગેવાન મરાર તેજા આ ઉધરાણુના પૈસા એકઠા કરવામાં તેને પડેલી તકલીફ માટે અતિશય બૂમ મારતો હતો, અને સેગન ખાઇને કહે તે હતું કે ફરીને હું આવું કામ ન્યાતનું હોય તે પણ કરવાનો નથી; પણ બીજી જ ક્ષણે તેણે પિતાને વિચાર બદલ્યો, કારણ કે તેણે જાણ્યું કે વગર વ્યાજે સાત માસ સુધી હું તેમને રૂા. ૫૦૦ અંગઉધાર ઉછીના આપવા તૈયાર હતો.
સાહુકારી કે પઠાણી વ્યાજ ? આ ઢેડપંચે ત્રણ વખત મળીને રૂા. ૧૩૦૦ એકઠા કર્યા હતા. તેમાં પેટલાદવાળા પ્રસિદ્ધ દાનવીર નારણભાઈ શેઠે રૂ. ૨૫૦ બક્ષીસ આપેલા તેનો સમાવેશ થયેલો હતો. બાકીના રૂ. કટકે કટકે વ્યાજે કાઢી લાવી વાપરેલા, તે પાકની મોસમ વખતે કે મજુરી કરી લોકો કમાઈને ભરી દેતા; પણ જ્યારે વ્યાજે સાહુકાર પાસેથી લઈ આવતા ત્યારે વટાવના એટલે કે કોથળી છેડામણના, સેંકડે રૂપિયા ત્રણ તેમને ભરવા પડતા. તે ઉપરાંત મહિને રૂપિયે દોઢ દોકડાનું વ્યાજ, એટલે કે દરવર્ષે દરસેંકડે ૧૮ ટકાનું વ્યાજ જૂદું. આવા પ્રમાણિક માણસ પાસેથી, તેઓ વખતસર પૈસા પાછા પહોંચાડે છે એવી શાખવાળા હોવા છતાં પણ, આટલું જબરું વ્યાજ લેવામાં આવે છે, તેનું કારણ કે તેઓ ગરીબ અસ્પૃશ્યો છે. ખેડા જીલ્લામાં સાધારણ વ્યાજને દર હલકે છે; પણ ગરીબો પાસેથી અને વળી ઢેડની પાસેથી વધારે વ્યાજ ન લેવાય તો કોની પાસેથી લેવાય ? ગરીબોને નીચેવવામાં, પડેલાને પાટ મારવામાં, રીબાતાને રીબવવામાં જ આપણું
Shree Sudharmaswami Gyanbhandar-Umara, Surat
www.umaragyanbhandar.com