________________
એ હિંદુ બMઓ! વાં, વિચારે અને રહે
૪૬૫ તેનું કામ પૂરું થઈ ગયું હતું. છેવટનું બીલ પણ બની ગયું હતું અને પછી તેણે લાંચ આપી હતી, અને મેં લીધી હતી. બીજી વખત રિબંદર રાજ્યને માટે આસ્ટ્રિયાની બનાવટની નેતરની ખુરસીઓની મોટી ખરીદી કરવા મુંબઈ ગયો હતો. તે ખરીદીમાંથી આશરે ૩૦૦ રૂપિયા વધારે કિંમત બતાવી મારી ખાધા હતા. આ બે વખત પછી કોઈ વખત લાંચ લીધેલી મને યાદ નથી. આમ આ મારી નબળાઈને જાહેર એકરાર કરી જાહેર માફી માગી શકું.
ટુંકમાં આ દિવસે નીચે પ્રમાણેનાં સેવાકાર્ય કરવા હું ભાગ્યશાળી થયે -
૧ પામોલ ગામમાં અંત્યજોના કૂવા માટે રૂા. ૫૦૦ વગેરવ્યાજે અપાવવા વ્યવસ્થા કરી, તેમનાં બાળકો માટે શાળા કઢાવી આપવાનું વચન આપ્યું.
૨ બોરસદ ગામમાં ભંગીના ફૂવાના ખોદાણ માટે રૂ. ૧૫૦ સુધી આપવાનું વચન આપ્યું. ભંગીઓને પડતો પાણું માટેનો ત્રાસ નજરે જોયો.
૩ બોદાલમાં ૩૦ વિદ્યાથીઓના અંત્યજ આશ્રમમાટે યોજના કરી મંજુરી માગી.
૪ વાસણાની અંત્યજશાળા તપાસી. છોકરાઓના વધેલા નખ ઉતાર્યા, અંધ છોકરાને ભજનો શીખવા ઉત્ત.
૫ નારણભાઇની નબળાઈને નિખાલસ એકરાર સાંભળી મારી નબળાઇનો એકરાર કરવા પ્રેરાયો.
આ દિવસને અંતે રાત્રે ૯ થી ૧૧ સુધી વડેદરામાં શારદા-સુમંત એ સુખી યુગલ સાથે બે કલાક શાંતિથી જાહેર વિષયોની ચર્ચા કરવાનો પ્રસંગ મળે, એ તો દૂધખામાં સાકર ભળવા જેવું થયું. અંગત વાતો લખવા માટે, વાચક માફી આપશે ?
लेख बीजो (લેખક:-અમૃતલાલ વિ. ઠક્કર-‘નવજીવન’ તા. ૨૪-૪-૨૭ ના અંકમાંથી)
કાઠિયાવાડના એક ગામમાં અંત્યજ શાળા છે, ત્યાંના શિક્ષક ભાઈ.........સંસ્કારી, સેવાભાવવાળા અને જન્મ વણકર (અથવા ટેડ) છે. ગાયકવાડ સરકારની ફરજિયાત કેળવણીની નીતિથી તેઓ ભણ્યા ગણ્યા છે; અને પિતાની જ્ઞાતિની ઉન્નતિ માટે પિતાથી બનતું કાર્ય કરી રહ્યા છે. તેઓ સુઘડ, સુવિચારના અને તેમની રહેણીકરણી ઉપરથી કઈ ઢેડતરીકે ન ઓળખાય તેવા છે; છતાં પુરાણપ્રિય કાઠિયાવાડના એક નાના ગામમાં રહી તેમને પોતાની જ્ઞાતિનાં બાળકોને ભણાવવાનું ભાગ્ય કે કમભાગ્ય પ્રાપ્ત થયું છે, તેથી ત્યાં દરેક માણસ તેમને ઢેડતરીકે ઓળખે છે અને અસ્પૃશ્ય ગણે છે, પણ તેઓ તેવી જ રીતે પિતાનું કાર્ય મુંગે મોઢે કર્યોજ જાય છે, પરંતુ આવી અસહ્ય સ્થિતિ સહેતાં સહેતાં કઈ વખત માણસનો ગુસ્સો, બળાપ ને દુ:ખના ઉદ્દગાર બહાર આવી જાય છે, તે આ ભાઇના નીચેના પત્રોથી જાણવામાં આવશે. તેના દરેક ટુંકા વાકયમાં કરુણકથા ભરી છે. ગામનું નામ, ડૉકટરનું નામ, લેખકનું નામ, સજજન નગરશેઠ અને ગરાસિયાભાઈનાં નામે, જાણી જોઇને આપ્યાં નથી. આપવાથી કદાચ લેખક-શિક્ષકને કોઈ નુકસાન કરે એમ જાણું આપ્યાં નથી.
તા. ૯–૪–૨૭ નમસ્કાર સાથે વિ. કે તા. ૫-૪-૧૭ને રોજ મારી વહુને સુવાવડ થઈ. તા. ૭-૪-૧૭ના રોજ બપોર પછી મારી ત્રી બહુ બિમાર થઈ ગઈ. ઝાડા થયા ને બોલવાનું બંધ થયું, શ્વાસ વધારે ચઢયો. છાતી સજી ગઈ. પાંસોડાં ભીંસાતાં હતાં. હું અત્રેના મે. ઉં........ને બોલાવવા ગયો, પણ તેઓશ્રીએ કહ્યું કે હું ઢેડવાડામાં આવવાને નથી. ઢેડને અડીને તપાસવાને પણ નથી.' છેવટે નગરશેઠ તથા ગરાસિયા દરબાર.......ને હું ડૉ. સા. પાસે તેડી ગયો. ત્યારે રૂા. ૨) ફીના નગરશેઠ પાસે કબૂલ કરાવ્યા; તે પછી આવવાને શરત કરી કે ઢેડવાડા બહાર દર્દીને લાવે, તે આવું. ડં. સા. આવ્યા. ઢેડવાડા બહાર બે દહાડાની સુવાવડી બાઈને કાઢી. પછી ડં. સાહેબે મુસલમાનને થર્મોમિટર આપી ને તેમણે મને આપી. મેં મારી સ્ત્રીની કાખમાં મૂકી. ત્યારપછી થર્મોમિટર મેં મુસલમાનને આપી, તેમણે ડે. સા. ને આપી. તેઓશ્રીએ
૨. સ Shree Sudharmaswami Gyanbhandar-Umara, Surat
www.umaragyanbhandar.com