________________
૪૮૦
છત્રપતિ શિવાજી મહારાજ થયા કે પથારીવશ બની ગયા અને વિજાપુરમાં સત્તા માટે મોટી ખટપટ શરૂ થઈબીજું, આ વર્ષમાંપિતાના મૃત્યુ પહેલાંના વર્ષે દાદાજી કેડદેવે પુનાની જાગીરની લગામો ૧૯ વર્ષના શિવના હાથમાં મૂકી અને શિવ કે કારભાર કરે છે, તે પિતે દૂર ઉભા રહીને જોવા માંડયું. ત્રીજું. આમ એક તરફથી વિજાપુરમાં સોયના મોંમાંથી હાથીએ ચાલ્યા જતા હોવાથી અને બીજી તરફથી પતાના હાથમાં સત્તા આવવાથી શિવે પિતાને સત્તા-પ્રદેશ વધારવાનું શરૂ કર્યું શિવે સ્વરાજ્ય-સ્થાપનાનો આરંભ કર્યો. સૌથી પ્રથમ શિવે પિતાના સરદાર બાજી ફલસકર, સાજી કંક અને તાનાજી માલસુરેને માવળ લડવૈયાઓના કટક સાથે તારણ ઉપર મેકલી, કિલ્લાના રખેવાળને ગભરાવી એક પણ સિપાઈના મૃત્યુ કે કશીયે મારામારી વિના, એ કિલે હાથ કર્યો. તરણામાંથી શિવને બે લાખ હોન (એટલે દશ લાખ રૂપિયા) નો ખજાને મળ્યો. શિવે એ કિલ્લાને નવું નામ આપી તેને પ્રચંડગઢ કહેવા માંડયું. પછી તારણથી પાંચજ માઇલ ઉપર, ઉગમણી દિશામાં રાજગઢ. નામન નો કિલ્લો બાંધે. શિવના આ આક્રમણની ફરિયાદ વિજાપુર પહોંચી પણ શિવે વિજાપુરના ઉમરાવને હાથ કરી લઈ, આગળથીજ પોતાના પક્ષ મજબૂત કરી રાખેલી, તેમ શાહજીએ પણ કંઈ સાચા ખોટા ખુલાસાઓ કરી વાતને પતાવી દીધી; એટલે શિવના આ “ગુન્હાની આદિલશાહની કચેરીમાં બહુ નોંધ ન લેવાઈ. શિવ આ બધા “રાજરંગો' જોઈને મનમાં હસ્યો. તેણે,
જ્યાં સુધી ચાલે ત્યાંસુધી, વિજાપુરને પિતાની યોજનાને ખ્યાલ આવવા દીધાવિના કિલ્લાઓ છત્યે જવાનો વિચાર કર્યો, પણ ત્યાં તો શાહજીને દાદાજી કેડદેવ ઉપર કાગળ આવ્યો કે, શિવને કબજામાં રાખે, આવી રંજાડ કરે એ ન ચાલે.” દાદાજીએ ફરીવાર શિવને શીખ આપી. શિવે ફરીવાર એ દુનિયાડાહ્યા પુરુષનાં વચનાનો અસ્વીકાર કર્યો. દાદાજીએ શાહજીને એ સ્થિતિથી વાકેફ કર્યા; પણ શાહજીએ ફરીવાર કંઇ લખ્યું–કર્યું નહિ, એટલે કેડદેવે મૌન સેવવા માંડયું અને શિવે પોતાની વિજયપરંપરા ચાલુ રાખી. ત્યાં તે ૧૬૪૭માં કેડદેવ અવસાન પામ્યા.
શિવ સંગઠિત રાજ્ય સ્થાપે છે, કેડદેવના અવસાન વેળા તો વીસ વર્ષને શિવ તેની જાગીરના કારભારની બધીજ જવાબદારીઓ સંભાળવા બરાબર તૈયાર થઈ ગયો હતો. શિવને યુદ્ધ ખેલતા પણ આવડતું હતું અને રાજયનો કારભાર ચલાવતાં પણ આવડતું હતું. શિવને ન્યાય તોળતાં પણ આવડતું હતું. માતા, જીજાબાઈએ અને ગુરુ કાંડવે, છેલ્લાં પાંચ વર્ષોસુધી, શિવને દરેક કામમાં સાથે રાખી, તેને બરાબર પલટયો હતે. એટલે શિવે પિતાની જાગીરને કારભાર સંભાળતાં, પ્રથમ તો, શાણું રાજપુરુષને શોભે એવી રીતે, આખા રાજતંત્રની પુનઃ રચના આરંભી દીધી. તેણે પિતા તરફ અગાધ ભક્તિભાવ ધરાવતા અને સાથે સાથે રાજકાજમાં કુશળ એવા માણસને જવાબદારીને પદે મૂકવા માંડ્યા. આ કામ પૂરું થયા પછી, તેણે શાહજીની આખી જાગીર-તેના છૂટાછવાયા તમામ કિલ્લાઓ અને ગામે-એક સત્તાનીચે લાવવાની અને એક સંગઠિત રાજ્ય સ્થાપવાની શરૂઆત કરી.એ
થે, તેણે પ્રથમ સુપા સર કર્યું. સુપાનો વહિવટ શાહજીની નવી સ્ત્રી તુકાબાઈ મોહિતેના ભાઈ સંભાજી મોહિતેના હાથમાં હતો. સંભાજી મોહિતએ શિવની આજ્ઞા માનવાની ના પાડતાં શિવે એક દિવસ અચાનક તેના ઉપર છાપો માર્યો અને તેને કેદ કર્યો. સુપા સર કર્યા પછી, ચાકણના કિલ્લા ઉપર પિતાની આણ વર્તાવી. પછી બારામતી અને અંદાપુરનાં થાણું હાથ કર્યા; અને વિજાપુરના રખેવાળ પાસેથી કડાણાને કિલ્લો કળથી પડાવી લીધો. પુનાથી ૧૯ માઈલ ઉપર આવેલા વિજાપુરના પુરંદર નામના કિલ્લા ઉપર પણ શિવરાજે સ્વરાજનો વાવટે ચઢાવી દીધો. પછી હિરા, તિકેણ, લોહગઢ વગેરે વિશેષ કિલાઓ પોતાની જાગીરમાં ઉમેરી દઈશિવે બે વર્ષમાં તે પુનાને ફરતી કિલ્લાઓની એક સુદઢ કતાર ખડી કરી દીધી.
શાહુજી વિજાપુરની કેદમાં પછી શિવે પશ્ચિમઘાટના ડુંગરાઓ ઓળંગ્યા અને કેકણ સર કરવા તલવાર ખેંચી. તેણે માહુલી, કલ્યાણ, સુગઢ, વીરવાડી, તાલા, ઘાંસલગઢ, રાયગઢ વગેરે કિલ્લાઓ અને ગામે, એક પછી એક, એકદમ ઝડપથી કબજે લઈ લીધાં; અને થડા માસમાં તે ઉત્તરકાંકણ ઉપર પોતાની આણ વર્તાવી, પિતાને સુબે મૂકી શિવ પાછે પણ ફર્યો; પણ શિવે પુના પહોંચી હજી જરા શ્વાસ ન ઉતર્યો, ત્યાં તો તેને ચંકાવનાર ખબર મળી કે તેનાં આ બધાં આક્રમણોથી ગુસ્સે
Shree Sudharmaswami Gyanbhandar-Umara, Surat
www.umaragyanbhandar.com