________________
છત્રપતિ શિવાજી મહારાજ
૪૮૧ થઈ વિજાપુરના મુખ્ય સેનાપતિ મુસ્તફા ખાન, આદિલશાહની આજ્ઞાથી, શાહજીને કેદ કર્યા છે; અને તેની બધી મિલ્કત જપ્ત કરી છે. શિવને થોડા દિવસ પછી, વળી વિશેષ ચોંકાવનારા સમાચાર મળ્યા કે, શાહજીને બેડીઓ પહેરાવી વિજાપુર લાવ્યા છે, અને જે શિવ તેનું આ બહારવટું બંધ ન કરે અને વિજાપુરની કચેરીમાં હાજર ન થાય તો શાહજીને ફરતી દિવાલો ચણી તેને જીવતા દફનાવી દેવામાં આવશે. થોડા દિવસ પછી ત્રીજીવાર માઠા સમાચાર આવ્યો કે, શાહજીને કરતી દિવાલો ચણવાનું કામ શરૂ થઈ ગયું છે. શિવ ખૂબ મુંઝાયો. તેનાથી વિજાપુરની તાબેદારી સ્વીકારાય નહિ અને એ રીતે તેની આખી સ્વરાજ્યની યોજના ઉપર પાણી ફેરવાય નહિ; અને બીજી તરફથી પિતાને એવી દશામાં મરવા પણ દેવાય નહિ. શિવે આખરે, ખૂબ વિચારને અંતે માર્ગ શોધી કાઢયો. તેણે મેગલ શહેનશાહનું રક્ષણ માગવાનું નકકી કર્યું. તેણે જોયું કે, આદિલશાહ પાસે કઈ ધાર્યું કરાવી શકે તે તે મોગલ શહેનશાહજ. વિજાપુર તથા દિહી વચ્ચે બહુ બનાવ ન હોવાથી પોતાની વિનતિને તરતજ સ્વીકાર થવાની પણ શિવને આશા હતી. શિવે
ડાદા મરાદઅને પત્ર લખ્યો. મુરાદબક્ષદ્વારા શિવે શહેનશાહ શાહજહાંને વિનતિ ગુજારી કે, “મારા પિતાને વિજાપુરની સરકાર મારી નાખવાને મનસુબો કરી રહી છે. તેમને ગમે તેમ મુક્તિ અપાવે. એ બદલ હું આપની નોકરી સ્વીકારવા તૈયાર છું.” શિવના ઈતિહાસકારોની એક ટુકડી કહે છે કે, “શિવના એ પત્રથી શાહજહાંએ આદિલશાહ ઉપર દબાણ કર્યું અને શાહજી છૂટો થયો ત્યારે ઇતિહાસકારોનું બીજું જૂથ કહે છે કે, “શાહજહાં તે વચ્ચે ન પડ્યો,પણ વિજાપુરના બે ઉમરાના પ્રયત્નથી શાહજીનો અમુક શરતોએ છૂટકારો થયો.” એ શરતો મુજબ શિવને ૧૬૪૯ થી ૧૬૫૫ નાં છ વર્ષ સુધી શાંત રહેવું પડયું. એ જ વર્ષે શિવે, પોતે જીતેલા મુલકમાં સુવ્યવસ્થિત તંત્ર સ્થાપવામાં અને બીજા વહિવટ વિષયક સુધારાઓ કરવામાં વિતાવ્યાં.
શિવના નવા વિજ ૧૬૫૫ માં શિવે ફરીવાર તેની તલવાર મ્યાનબહાર કાઢી; અને તેના માર્ગમાં આડખીલી. રૂપ થઈ પડેલા જાવલી ગામને જીતવા કુચ કરી. જાવલીના સુબાનું યુક્તિપ્રયુક્તિથી મરણ નીપજાવી, શિવે આખું જાવલી સંસ્થાન કબજે કર્યું અને જાવલી હાથ આવતાં દક્ષિણકણ અને કોલ્હાપુર ઉપર પિતાની વિજયાબત વગાડવા શિવને માટે દ્વાર ખુલ્લાં થયાં; એટલું જ નહિ પણ જાવલીમાં તેને અઢળક ખજાનો હાથ લાગ્યો અને કસાયેલા હજારો માવળ સિપાઈઓ મળ્યા. પછી શિવે જાવલીથી બે માઈલ ઉપર પ્રતાપગઢ નામ નો કિલ્લો બાંધ્યો અને ત્યાં માતા ભવાનીની મૂર્તિની સ્થાપના કરી. પછી આગળ વધતાં શિવે અધે રત્નાગિરિ ઇ જીતી લીધે... આમ તેરણના કિલ્લાની પ્રાપ્તિથી શરૂ થતી શિવની વિજયપરંપરાએ એક દશકામાં તે-૧૬૫૬ના આરંભ સુધીમાં તો-તેનું રાજ્ય કેટલુંય વધારી દીધું. શિવના સત્તા-પ્રદેશના સીમાડાઓ દક્ષિ
માં ઠેઠ રત્નાગિોર અને કોલાબા સુધી પહોચવા લાગ્યા. આખાં કાંકણ ઉપર શિવની અણુ ફરવા લાગી. નાનામોટા અને નવાજૂના મળી ૪૦ કિલ્લાઓ ઉપર શિવની પતાકા ફરફરવા લાગી. શિવનું સૈન્યબળ પણ ખૂબ વધી ગયું. દશહજાર ઘોડેસ્વારનું હયદળ અને વીસ હજાર માવળ સૈનિકોનું પાયદળ શિવની આજ્ઞા ઝીલવા તૈયાર રહેવા લાગ્યાં.
અફઝલખાન વેળા આજ સુધી શિવે મોગલ શહેનશાહના મુલકને પિતાના હલ્લાઓમાંથી બહુજ કાળજીપૂર્વક બાદ રાખ્યો હતે. શિવ સમજતો હતો કે, તેની સત્તા હજી જામતી હતી એ સમયે મોગલ શહેનશાહને અને વિજાપુરના આદિલશાહને-એ બંનેને એકસાથે ઉશ્કેરવામાં ડહાપણ નથી; પણ ૧૬૫૬માં મહમદ આદિલશાહના મૃત્યુ પછી,શિવે મોગલ શહેનશાહતના મુલક ઉપર પણ ચઢાઈ કરવા માંડી. ત્યાં તે વિજાપુરના સત્તાધીશોએ ગમે તે ભોગે શિવને પરાજય આપવાની–તેને કેદ પકડવાની કે તેને જાન લેવાની-તૈયારીઓ માંડેલી જઇ શિવે ફરીવાર મેગલો સાથે દોસ્તી બાંધી.દરમિયાન વિજાપુરની કચેરીમાં શિવને નમાવવાનું બીડું ફર્યું.અબ્દુલ ભિતારી અફઝલખાન નામના એક ઉમરાવે તે બીડું સ્વીકાર્યું. અફઝલખાને શિવની સાથે દોસ્તીને દંભ કરી, તેને જાળમાં ખેંચી કઈ કરામતથી તેને કેદ પકડવાને અથવા મારી નાખવાને મનોરથ ઘ.એ સંકલ્પથી તેણે પુના તરફ કૂચ માંડી. માર્ગમાં તુલજાપુરમાં શિવની કુળદેવી ભવાની માતાની મૂતિ તેણે ભંગાવી અને તેને ઘંટીમાં
૨. Shree Sudharmaswami Gyanbhandar-Umara, Surat
www.umaragyanbhandar.com