________________
છત્રપતિ શિવાજી મહારાજ
૫ જયસિંહના નવા દાવ-શિવની યુદ્ધવેષણ શિવને આગ્રા મોકલ્યા પછી જયસિંહની બધી ધારણાઓ અને યોજનાઓ વ્યર્થ ગઈ હતી. તેને વિજાપુર ઉપરનો હલ્લો નિષ્ફળ નીવડતાં, એ હાર બદલ ઔરંગજેબ તેના ઉપરોષે ભરાયો હતો. ત્યાં શિવ ઔરંગજેબના પહેરાકી તોડીને પાછે રાયગઢ પહોંચ્યો, એથી તે જયસિંહની ચિંતાઓ ખૂબ વધી ગઈ. તેમાં વળી તેના પુત્ર રામસિંહ ઉપર શિવને નસાડવાનું આળ મૂકાયું, એટલે જય સિંહને પિતાની જીવનસંધ્યા ઘેરા શ્યામ રંગોથી છવાતી લાગી. જયસિંહને તેના છેલ્લા દિવસે બગડતા દેખાયા. જયસિંહે શિવને ફરીવાર પિંજરામાં પૂરવા, રાજપૂતને ન શોભે તેવી બાજી રચવા માંડી; પણ શિવનું જીવનકાર્ય હજી અધુરું હતું. તેની રક્ષયિત્રી ભવાનીનું છત્ર હજી તેની રક્ષા કરી રહ્યું હતું, એટલે શિવ તેના આ હિંદુ ભ્રાતાના હુમલામાંથી પણ સલામત છટકી શક્યો. પછી તે ઔરંગજેબે જયસિંહથી કંટાળી તેને પાછો બોલાવ્યો. વૃદ્ધાવસ્થા અને અવિરત પરિશ્રમ, ઔરંગજેબની અકૃપા અને કૌટુંબિક ઉપાધિઓથી સાવ સત્વહીન બની ગયેલો જયસિંહ ૧૬ ૬૭ ના મેની આખરમાં ઘર તરફ પાછો ફર્યો અને અસહ્ય માનસિક વેદનાથી પીડાતો, રસ્તામાં જ બહનપુર પાસે, ૨ જી જુલાઇને દિવસે મરણ પામ્યો. જયસિંહની જગ્યા સ્વછંદી મુઆઝમ અને મિત્ર જેવા જસવંતસિંહે સંભાળી; એટલે શિવ એકદમ નિશ્ચિંત બની ગયો. શિવે પ્રથમ પિતાનું આખું રાજતંત્ર સુવ્યવસ્થિત કર્યું, જૂના કિલ્લાઓ સમરાવ્યા અને વિજાપુર અને જંજીરાના મુલકમાંથી જેટલો પડાવી શકાય તેટલો પ્રદેશ પિતાનામાં ઉમેરી દીધે, અને પછી પિતાનું લશ્કર જેટલું વધારી શકાય તેટલું વધારી, યુદ્ધસામગ્રી જેટલી વધારે ભેગી કરી શકાય તેટલાં ભેગી કરી, શિવે ૧૬૬૯ના ડિસેમ્બર માસની ૧૧ મી તારીખે મોગલો સાથે લડાઈનું ફરીવાર રણશીંગુ વગાડયું. શિવનાં કટકોએ મોગલ મુલકમાં લૂંટફાટ માંડી, પુરંદરની સંધિથી મગલોને માંડી આપલા કિલાઓ એક પછી એક પાછા જીતવા માંડયા. પ્રતિદિન મેગલોના નવા નવા કિલ્લા અને ગામો શિવના હાથમાં ગયાના આઘાતજનક વર્તમાન ઔરંગજેબને પહોંચવા માંડયા. શિવની નવી વિજયપરંપરાએ ઔરંગજેબને ગભરાવી મૂકો. આમ ૧૬૭૪ની આખર સુધી શિવે ચોમેર હુમલાઓ અને ચડાઈ કરી, દક્ષિણમાં તે મેગલ સત્તાને સાવ નામની જ બનાવી દીધી અને બીજાં બધાં મુસલમાન રાજ્યને એકદમ નબળાં કરી નાખ્યાં.
શિવ “છત્રપતિ શિવાજી મહારાજ બને છે. શિવના “સ્વરાજ્યના સીમાડા હવે તે ઠેઠ કર્ણાટક અને કાનરા સુધી પ્રસરવા લાગ્યા. તેના નામનો પ્રભાવ ઉત્તરહિંદમાં પણ પડવા લાગે. શિવની “હિંદુ મહારાજ્ય સ્થાપવાની મહેરછા ફળતી લાગી. શિવે કપેલા “મહારાજ્ય” ના પાયા સુદઢ નખાઈ ગયા. શિવે ઘણે મુલક છો અને અઢળક દ્રવ્ય એકઠું કર્યું. મોગલ શહેનશાહના સૈન્યની સાથે પણ સરળતાથી તલવારો ભટકાવી શકે એવું તેણે લશ્કર જમાવ્યું અને ભગવો ઝંડો ફરકાવતી યુદ્ધનૌકાઓનું પ્રબળ નૌકાસૈન્ય પણ તેણે તૈયાર કર્યું; છતાં ઔરંગજેબ તેને પોતાની રૈયત ગણવાની-પિ નાના જાગીરદાર માનવાની ધૃષ્ટતા કરતા અને વિજાપુરના આદિલશાહ તેને બહુ તે પિતાના ખંડિયા જાગીરદારને બળવાખોર પુત્ર ગણવાનું માન આપતા. શિવને એ બહુ સાલતું. મુલક, સામર્થ્ય અને સત્તાની દૃષ્ટિએ તે મોગલ સમોવડીઓ હતા. દક્ષિણમાં તો તેનું સ્થાન મહારાજાનું-છત્રપતિનું હતું. શિવને હવે પિતાની છત્રપતિપદની ઘોષણા કરવાની તાલાવેલી લાગી. શિવે, “હિંદવી સ્વરાજ્ય'ના સ્થાપકને શોભે એવો અભિષેક-ઉત્સવ ઉજવવાની તૈયારીઓ માંડી. ૧૬૭૪ ના પ્રારંભમાં ઉત્સવ મંડાયે. સમસ્ત ભારતવર્ષમાંથી ૧૧૦૦૦ જેટલા બ્રહ્મદેએ સહકુટુંબ આવી વેદની ઋચાઓની અને શાસ્ત્રોનાં સૂકતોની ગગન ગજવતી ઘોષણાઓથી રાયગઢના કિલ્લાને ચાર માસ સુધી ડોલાવી મૂકો. શિવે, કર્ણદેવની ઉદારતાપૂર્વક બ્રહ્મદેવને દાન દેવા માંડયાં. તેણે સોનાથી અને બીજી સાત ધાતુઓથી પિતાને તોલ કરાવ્યો; અને એ ધાતુઓ અને બીજા દશ લાખ રૂપિયા બ્રાહ્મણોને વહેંચી દીધા. આખરે અભિષેક-ઉત્સવની પૂર્ણાહુતિનો દિવસ આવી પહોંચ્યો. ૧૬૬૪ ની ૫ મી જુનના દિવસે શિવાજી મહારાજના અભિષેકની છેલ્લી ક્રયાઓ થઈ અને તેમણે છત્રપતિ તરીકે રાયગઢના રાજભુવનમાં પ્રથમ કચેરી ભરી,
www.umaragyanbhandar.com Shree Sudharmaswami Gyanbhandar-Umara, Surat