________________
૪૬૮
રાષ્ટ્રવીર શિવરાજ
રાષ્ટ્રવીર શિવરાજ (“સૌરાષ્ટ્ર” તા. ૩૦-૪-૨૭ ના અંકનો મુખ્ય લેખ) ભારત-ઈતિહાસના અઘોર અને અત્યંત અટપટા અરણ્યપથ ઉપર પિતાને પરમ તેજસ્વી પ્રકાશ પાથરતા જે અનેક ઐતિહાસિક પુરુષવરે ખડા છે, તે પુરુષવરોની પુનિત નામાવલિમાંથી એ નરસિંહ કયો છે કે જેના માત્ર નામસ્મરણેજ, આજની પરાધીન દશામાં, આપણે ઘડીભર આપણુ લોહીમાં વસી ગયેલી દીનતા અને દાસત્વને જાણે ભૂલી જઈએ ? અને સ્વાધીન, સ્વમાનપ્રેમી, સ્વદેશપ્રેમી મનુષ્યોતરીકે શ્વાસોલ્ફાસ ખેંચવા મંડીએ ? ભારતની ઐતિહાસિક વિભૂતિઓમાંથી એવી વિભૂતિ કયી છે, કે જેની કલ્પનામૂર્તિ આપણાં ચક્ષુઓ સમીપ ખડી થતાં, આપણે ઘડીભર તો આ દુનિયાનાં દુઃખોને ભૂલી જઈએ, આપણું બધી નિર્બળતાઓને ખંખેરી નાખીએ અને દઢતા તથા નિશ્ચય, કોઈ વિશુદ્ધ એય અને એ ધ્યેયની સાધનાને પુરુષાર્થ, આપણા આખા જીવનને જાણે
જે લઈ લેતાં હોય એવી પ્રેરણા અનુભવીએ? એવા નરસિંહૈ, એવી વિભૂતિઓ, ભારત-ઈતિહાસમાં કેટલીક છે ? અને તેમાંયે ભારતની ઉત્તરની કિલ્લેબંદી તેડી, મુસ્લીમેએ આપણા ઉપર ધસારો કર્યો અને અહીં સમ્રાટોતરીકે વાસ કર્યો તે કાળથી, છેલ્લી આઠેક શતાબ્દિમાં, એવા નરશાર્દૂલો આપણી વચ્ચે કેટલાક નીપજ્યા છે ? આંખો ઇતિહાસની આખી અટવીમાં એ શોધને માટે વ્યર્થ ભટકી ભટકીને પાછી ફરે છે અને અંતર કરુણ સ્વરે પિકારી રહે છે કે, માંડ ત્રણચાર વિભૂતિએજ એવી હાથ લાગે છે, કે જે પોતાનું પુનવિધાન સરળ રહેલા આજના ભારતવર્ષને અને ભાવી ભારતવર્ષને માટે પ્રેરણામૂર્તિ બની શકે ! એવી એક પ્રેરણામૂર્તિ છત્રપતિ શિવાજી મહારાજ !
સત્તરમી સદીને સૂર્યોદય થતો હતો. લોહીથી ખરડાયેલા, મુડદાંઓથી ઢંકાયેલા, લૂંટારાઓથી છવાયેલા આ દુર્ભાગી ભારતના માર્ગો ઉપર તે કાળે પણ સરિતાદેવ તેમનાં તેજ વરસાવતા ભારતીય પ્રજાની દુર્દશાના સાક્ષીસમાં આકાશભ્રમણ કરતા હતા. મુસ્લીમ શહેનશાહત બરાબર જામી ગઈ હતી. તલવારની અણુ ભોંકીને બીન-મુસ્લીમને મુસ્લીમ બનાવવાની વટાળ-પ્રવૃત્તિ પૂરજેસમાં ચાલતી હતી. હિંદુ દેવાલયો અને હિંદુ તીર્થધામ જમીનદોસ્ત બની રહ્યાં હતાં અને તે જમીન ઉપર, તેજ ૫થ્થરોથી નવી મજીદો રચાઈ રહી હતી. હિંદુપ્રજાનું અસ્તિત્વ કઈ હજાર માર્ગોએ ભૂંસાઈ રહ્યું હતું. પરદેશી પ્રવાસીઓ પણ એ ત્રાસ અને એ અત્યાચાર જોઈ કંપી ઉઠતા હતા. કોઈ રામદાસ સ્વામી સમા વિચારસૃષ્ટિમાં બળવો માંડી રહ્યા હતા; પણ વસ્તુતઃ તમામ મોટાં હિંદુરાજ્યોને ક્યારનો લય થઈ ચૂક્યો હોવાથી અને હિંદુપતનો તારણહાર' બનવાના દુ:સાધ્ય જીવન-કર્તવ્યને અંદગીનું નિશાન બનાવી-જીવનની પળેપળની સાધનાનું ધ્યેય બનાવી-રણે ચઢે એવો અસ્મિતાવાન કેઈ નરવીર જાગતો ન હોવાથી, હિંદુ’ નામને પણ નાશ થવાની વેળા . આવી પહોંચી હતી. એ સમયે શિવરાજનો અવતાર થયો. તેણે જીવનાન્તસુધી, ભવાની તલવારની અને તેના માવળ સરદારની સહાયને બળે, છાબાઈ માતાની તથા રામદાસ સ્વામીની પ્રેરણાના બળે, મહાભારત અને રામાયણના પ્રતાપી વડવાઓનાં પરાક્રમની સ્મૃતિઓના બળે, અને સૌથી વિશેષ, આત્માભિમાન અને અદમ્ય મહેચ્છાના બળે, અત્યાચારી સત્તાઓની સામે સંગ્રામ ખેલ્યો અને તેમના આક્રમણને થંભાવી દીધું-અને એટલું જ નહિ પણ એ આક્રમણનાં પૂર પાછાં વાળી હિંદુઓમાં સ્વત્વની રક્ષાની નવી ભાવના કંકી, તેમને શરા સમરવી બનાવી, હિંદુ મહારાજ્યની સ્થાપના કરી. એ શિવાજી મહારાજનું જીવનકર્તવ્ય ! શિવાજી મહારાજે યુગપલટો સાઓ, ઇતિહાસનો ક્રમ બદલી નાખ્યો. કશીજ પ્રતિરોધવિના કચરાતી, પીડાતી, છુંદાતી આ ભારતવર્ષની પુરાણી આર્યપ્રજામાં પ્રબળ વિરોધનો જુસ્સો જન્માવ્યો. એ શિવાજી મહારાજની સ્વદેશસેવા ! શિવરાજની ત્રણસોએકમી જન્મજયંતિને ઉત્સવ આવતા મંગળવારથી સમસ્ત ભારતવર્ષમાં મંડાય છે. એ શિવરાજની આ મહાસેવાઓને સ્વીકાર કરવા અર્થે, આજે ફરીવાર નવપ્રેરણાની ભારે જરૂર ખડી થઈ છે ત્યારે એ પ્રેરણામૂતિમાંથી નવું પ્રેરણદહન કરવા કાજે.
શિવરાજની કર્મલીલા મહારાષ્ટ્રમાં ભજવાઈ, શિવરાજના ભગવી મુંડા નીચે ઉભી એ
Shree Sudharmaswami Gyanbhandar-Umara, Surat
www.umaragyanbhandar.com