________________
રાષ્ટ્રવીર શિવરાજ
૪૬
સ્વરાજ-યુદ્ધમાં સાથ પૂરવાનું માન વિધિએ એક મરાઠાનેજ આપ્યું; પણ એટલા માટે કાંઇ શિવરાજ એક મહારાષ્ટ્રનીજ મિલ્કત બની શકે છે ? શિવરાજના વડવાએ રાજપૂતાનાના રક્ષણહારા હતા અને એ ક્ષત્રિયકુળ મૂળ તે ગુજરાતમાંથી મેવાડ તરફ સ'ચરેલુ, એ દાવે શિવરાજને કંઇ એકલા ગુજરાતની પુષ્ટ કહી શકાય છે? એ આંક ખાટા છે, એ મૂલ્ય અધુરાં છે. શિવરાજ
જગત સમસ્તની વાત ન કરીએ તેાયે, અખિલ ભારતવર્ષની પૂછ છે. પંજાબ, બંગાળ, મહારાષ્ટ્ર, મદ્રાસ, ગુજરાત, રજપૂતાના એ તમામ પ્રાંતાની, પ્રાંતીય નહિ પણ રાષ્ટ્રીય દૌલત છે. શિવરાજ આખી હિંદી પ્રાની-હિંદુ, મુસ્લીમ, શિખ વગેરે તમામ કામેાની બનેલી હિંદી પ્રજાની સંપત્તિ છે. શિવરાજને રાષ્ટ્રવીરનુંજ સ્થાન શોભે. એ સિવાય એ તરસિંહને નાનપ એસે. શિવરાજના જીવનની નિર્મળ ભાવે તુલના કરનારાએ, એ ‘ ભગવા ઝુડા'ના સેવકને જીવન— આદર્શો પ્રીછી, એ સ્વરાજ્યવીરની જીવન-સાધના નીરખી, એ પરમ વિરાગી સાધુપુરુષની સ ધપ્રત્યેની વિરલ સન્માનત્તિ જાણી, એ રાજપુરુષ-યાહ્વાના સ્વદેશને અત્યાચારા અને સીતમામાંથી મુક્ત કરવાના સર્વાંપરિ અભિલાષ તુલામાં મૂકી, ફેસલા લખે છે કે, ‘શિવ જન્મે હિંદુ છે, કરણીએ હિંદુત્વની રક્ષા અર્થે ઝુઝયેા છે; પણ એના જીવનની સિદ્ધિ,જે આજે ત્રણસેા વર્ષોંના કાળવહન પછી આપણી સમક્ષ ઉભી છે, તે તેને રાષ્ટ્રવીરના ગરવા સિંહાસન ઉપરજ સ્થાપે છે.' શિવરાજતું જીવન એવું ભવ્ય છે અને તેનાં કાર્યોંમાં એવી પ્રબળ રાષ્ટ્રભાવના, એવી વિશુદ્ધ ધર્મ - ભાવના, એવી પુનિત કે વ્યભાવના ઝળહળે છે કે ભારતવર્ષ એને ભારતવીરતરીકે ન આરાધે તા ભારતવ ગુમાવે–શિવરાજ કે મહારાષ્ટ્ર નહિ, હિંદુ જાતિ કે હિંદુ ધર્મ નહિ.
અને હિંદુજાતિ તે જગૃતના મહાજને ના કીર્તિમંદિરમાં નેપોલિયને અને ગરીબાલ્ડીએન સાથે આસન પામી શકે એવા પ્રતાપી પેાતાના આ પુત્રને-શિવરાજતે-બતાવી ગ લઇ શકે, કે હિંદુજાતિ વધ્યા નથી, હિંદુજાતિ હજીયે ભારતીય તિહાસમાં અને જગતની તવારીખમાં આવાં સમૃદ્ધ અણાના પોતાના કાળા પૂરવાને બરાબર સમ છે. હિંદુજાતિના ગગન—સ્પર્શી જંગી વટવૃક્ષની ડાળીઓનુ છેદન ગમે તેટલા જોરથી ચાલી રહ્યું હોય, જગતભરમાં શાખા-બાહુએ પ્રસારતા હિંદુ-જાતિના તનાં મૂળ બાળી નાખવા ગમે તેવા જલદ પ્રયાસેા ચાલતા હાય, સદીઓ થયાં પરાધીનતાની તેાપ હિંદુજાતિના આત્માને ગમે તેવા જોરથી કચડી રહી હોય; પણ એ બધુ છતાં શિવરાજે તે હજી હિં દુતિમાંથીજ પાકે છે. એવા ગ બીજી કી જાતિ લઇ શકે તેમ છે? એવા ઇતિહાસ બીજી કયી જાતિ બતાવી શકે તેમ છે ? હિંદુએ આજે કહી શકે કે, શિવરાજના જીવનના પ્રસંગે પ્રસંગમાંથી એકજ ઘોષણા ગાજી રહી છે; અને તે એ કે, હિંદુત્વ અમર છે; શતાબ્દિએના રાજકીય પરાધીનતાની એડીઓના ગમે તેવી પ્રાણવાન જાતિને પણ કૈં પાતાળમાં હડસેલી દે એવા જીવલેણ દબાણુ નીચેથી પણ તે મરતક ઉછાળી શકે છે; તેના અંગે અંગને છેદી નાખી તેમને છુટાંછવાયાં રઝળતાં કરી નખાયા છતાં, તે અંગેા ફરીવાર સંયેાજન પામી, તેમાંથી ફરીવાર પ્રાણવાન અને પ્રતાપી આત્માની મુલદ ખાંગ ઉઠી શકે છે; હિંંદુત્વ તેની ભુજાએના બળે ગમે તેવાં વિઘ્ના અને અંતરાયાને ભેદી શકે છે, ગમે તેવાં આક્રમણાની સામે તરવાર વિંઝી શકે છે, અને એમ વીરતાપૂર્વક પ્રતિ-ખળને શમાવી દીધા પછી ફરીવાર ફૂલેકાલે છે; હિંદુત્વ અમર છે, અજર છે. હિંદુએ આજે ટટ્ટાર મસ્તક રાખી એટલુ કહી દે.
હિંદુત્વની આવી અખુટ શક્તિની સૌ કાને પ્રતીતિ કરાવનારા આ શિવાજી મહારાજને ઉત્સવ એ સમસ્ત ભારતવને અને અખિલ ભારતીય પ્રજાનેા ઉત્સવ છે. જીવાનેાના જીવન-આદર્શ બની શકે એવા એ વીરને ઉત્સવ એ સધર્માંના અને સ વર્ગોના ભારતીય યુવકેાના ઉત્સવ છે. ગુજરાત, ગુજરાતના યુવકૈા, એ ઉત્સદિને-આવતા માંગળવારના પદિને-શિવરાજની જીવનકથાની ઝાંખી કરો. જે આદર્શોને માટે અને જે ભાવનાએને માટે શિવરાજ ઝુઝયેા છે, એ આદર્શો અને એ ભાવનાએમાંથી એકાદને, આછી અધુરી,જીવનમાં પધરાવો. પુરુષવરાની જયંતિના એ અ છે. રાષ્ટ્રવીરાના જન્માંત્સવને એ અર્થ છે. એવી જયતિએ અને એવા જન્મેાસવા વેળા, એવાં પ્રતાપ્તી જીવનેમાંથી, એ જીવનાને પ્રતાપી બનાવનારી ભાવના અપનાવી લેવાની હાય છે; એથીજ એ ઉત્સવા સહેતુક અને સાક બને છે. ગુજરાત ! શિવરાજની જીવનભાવના તું અપનાવી લેજે; શિવરાજના ઉત્સવ ઉજવી એટલી કમાઇ કરી લેજે; અને ગુજરાતી
Shree Sudharmaswami Gyanbhandar-Umara, Surat
www.umaragyanbhandar.com