________________
છત્રપતિ શિવાજી મહારાજ
હિંદુવટને હાક્લ ! (“સૌરાષ્ટ્ર ના તા. ૨૩-૪-૨૭ ના અંકમાંથી ઉદ્ધત) ‘હિંદ સંગઠ્ઠન એટલે હિંદ નામ ધરાવતા આ આર્યભૂમિના એક એક પુત્રને હિંદવના ભગવા ઝંડા નીચે ખડો કરે છે. હિંદુ સંગઠ્ઠન એટલે ગમે તે પંથ કે ફીરકાનું તિલક કરતા પણ દિલમાં હિંદુત્વનું ઉજ્વળ અભિમાન સંદરતા બાવીસ કરેડ આર્યોને હિંદુત્વની દુહાઈ રવીકારતા કરવા તે. આવી આત્મસંરક્ષક પ્રવૃત્તિને જે કોઈ આક્રમણ કહેતું હોય તો હું કહું છું કે, અમે આક્રમણકારી છીએ.
કેટલાક શભેચ્છકે કહે છે કે, સંગઠ્ઠનની હલચલ દિવસે દિવસે અસહિષ્ણુ બનતી જાય છે. એ બિરાદરોને મારા પ્રશ્ન છે કે, તમે સહિષ્ણુતા કેને કહે છે ? જે સહિષ્ણુતા એટલે નીચી મુંડીએ હલે સહી લે એમ હોય, જે સહિષ્ણુતા એટલે તમારું જીવન હણી નાખવાને પ્રવૃત્ત થયેલાં બળો સામે પણ તમારે ચૂપ રહેવું એમ અર્થ થતો હોય, તે હું કહું છું કે, હિંદુ હવે એ સહિષ્ણુતામાં નથી માનતો. એ સંહિતા નથી. એ આતમ-સંહાર છે. કોઈ કેમ આત્મસંહારમાં નજ માની શકે.
“હિંદુઓને હું એટલું જ કહેવા માગું છું કે, તમને આ પૃથ્વી ઉપરથી સાફ કરી નાખવા જમ્બર પ્રવૃત્તિ ચાલી રહી છે. એ આક્રમણકારી પ્રવૃત્તિની હાજરીમાં તમે નિષ્ક્રિય રહેશે એ
લે. હિંદુની આજની લાચાર દશા એ તેની નિષ્ક્રિયતાનું જ પરિણામ છે. કાઈ ન માનો કે, હિંદુધર્મ અપમાનો બરદાસ્ત કરી લેવા સૂચવે છે. હિંદુઓ ! વસ્તુસ્થિતિને ઓળખો અને તેને મર્દાનગીપૂર્વક સામને કરે.
“દુનિયાની કોઈ પણ પ્રજા જેને માટે મગરૂર બની શકે એવા તમારા વિશિષ્ટ ધર્મ અને સંસ્કૃતિ ઉપર આજે આફત ઝઝુમી રહી છે. કાં તો તમે તમારા મનુષ્યત્વની ઘોષણા કરો અને આફતને ટાળી નાખો; અને કાં તે તમારી ગરવી સંસ્કૃતિને અને તમારા પ્યારા ધર્મને ભીરુતાપૂર્વક નાશ પામવા દ્યો. હિંદુઓની જે આજની મનોદશા નહિ બદલાય તો હિદુ કામ અને હિંદુધર્મ તથા હિંદુ સંસ્કૃતિને આ પૃથ્વી ઉપરથી લોપ થશે....હું દુનિયાના દેશ દેશમાં ભટકે છું અને મેં તમામ પ્રજાઓના ઈતિહાસ અને સંસ્કૃતિનું અવલોકન કર્યું છે એ બધા પછી, હું પ્રમાણિકપણે માનું છું કે, હિંદુ સંસ્કૃતિ અને હિંદુ જીવનની કયાંય જોડી મળે તેમ નથી. મને શ્રદ્ધા છે કે, એક દિવસ આખું જગત આ હિંદુ સંસ્કૃતિની ઉપાસના માંડશે; પણ એ શુભ દિવસ ઉગે ત્યાં સુધી, હિંદુઓ ! તમે તમારી સંસ્કૃતિને જીવતી રાખી શકશે?”
(લાલા લજપતરાયના ભાષણમાંથી)
છત્રપતિ શિવાજી મહારાજ (સૌરાષ્ટ્ર ના તા. ૩૦-૪-૨૭ ના અંકમાંથી સાભાર ઉદ્દત)
* હિંદવી સ્વરાજ્ય ને સ્વમદ્રષ્ટા પૂનાની પશ્ચિમે, અરબી સમુદ્રને બરાબર સમાંતરે પશ્ચિમ ઘાટને નામે ઓળખાતી આશરે ૯૦ માઈલ લાંબી અને ૧૨ થી ૨૪ માઈલ પહોળી ડુંગરાઓની એક લાંબી હાર દોડી જાય છે. એ ડુંગરાઓની કુદરતી રીતે જ એવી ગોઠવણ થયેલી છે કે આસપાસનો માવળ દેશ એક અભેદ્ય કિલ્લેબંદી બની જાય છે. આજથી બરાબર ૨૮૨ વર્ષ પહેલાં, ઉનાળાની એક સાંજે. અઢાર વર્ષનો એક જુવાન ડેસ્વાર, પશ્ચિમ ઘાટની એ ડુંગરમાળ ઉપર પિતાને પાણી પંથે. ઘોડો દોડાવ્યે જતો, આથમતા સૂર્યના ઘેરા લાલ રંગનાં કિરણથી રંગાઈ ઘડીભર આકર્ષક બનતે આસપાસને તળેટીનો મુલક અતિ ઝીણું નજરે જોઈ રહ્યો હતો. એ સૂકમાવલોકનની સાથે સાથે, તેના મનમાં એ બધું ધીમે ધીમે સર કરવાની સ્પષ્ટ યોજના ઘડાથે જતી હતી. કીંગણા બાંધાનો. બાંધી દડીનો, પશ્ચિમઘાટની વેરાન પહાડી જમીનના રંગ જેવા વર્ણને, માથે પટકું બાંધેલો અને કેડે લાંબી સીધી તલવાર ધાર, કોઈ અસામાન્ય તેજથી ચમકતી ઊંડી
Shree Sudharmaswami Gyanbhandar-Umara, Surat
www.umaragyanbhandar.com