________________
arom
/૧/૧૧૧૧૧૧૧૧૧૧ * ****
*************************
૪૫૮
એ હિંદુ બડેખાઓ! વાચા, વિચારે અને રડે દેશ અને રાજપુતાનામાં પ્રવેશ કર્યો. હજી એ રજપૂત રાજાઓને રાજ્યારોહણ પ્રસંગે તમારા અંગુઠાના લોહીથી રાજયાતિલક કરવાનું માન તમે ભેગો છો...ભૂતકાળનો વિચાર છોડી આજને વિચાર કરતાં તમારી સ્થિતિ દયાજનક લાગે છે. તમારા કથીરના દાગીનાથી કોઈ બહારનાને કદાચ તમારા ભૂખમરા ને ગરીબાઈનો ખ્યાલ ન આવે, પણ મને લાગે છે કે તેથી તમારી દીન અને હીન સ્થિતિ વધારે સ્પષ્ટ રીતે નજરે ચઢે છે. તમે તીરકામઠાં હાથમાં રાખો છે, પણ સરકારના અમલદારો અને સિપાઈસપરાંથી ડરે છેઃ શાહુકાર આગળ ગરીબ બકરી જેવા બની જાઓ છે; અને છતાં યે લોકો તમને લુંટારૂઓ તથા ચોર તરિકે જ ઓળખે છે... તમારે હવે ખેતીમાં સુધારો કરવો જોઈએ અને બીજા કામધંધે અથવા મારીએ લાગવું જોઈએ. હવે જમાનો બદલાતો જાય છે તીરકામઠાંનો જમાનો હવે નથી રહ્યો. તમે વેળાસર નહિ જાગો તો ખાવામાં પણ સાંસા પડશે. તમારી દશા બદલાય છે, એવો સમયનો ઘંટનાદ વાગે છે. એ સાંભળે અને જાગો દારૂ (હરો) ડો. છોકરાઓને નિશાળે ભણવા મોકલો. કરજ કરવાની બુરી ટેવમાંથી છૂટ. આળસ મરડી કામ ધંધે મંડયા રહો.”
મહેમાનોમાંથી ડૉ. ચંદુલાલ, છોટુભાઈ પુરાણી, પંડિત ખરેજી, સ્કાઉટોના ઉત્તરવિભાગ માટેની વ્યવસ્થાપક ગુણવંતરાય વગેરેએ પણ પ્રાસંગિક ભાષણો કર્યા. “રઘુપતિ રાઘવ રાજારામ” ની ખરેએ ધૂન મચાવ્યા પછી સભા પૂરી થઈ.
રાત્રિને કમ રાતે, ભીલોને જમાડ્યા બાદ, તેમને દારૂત્યાગ ઈત્યાદિ સબધ આપવા જાદુઈ ફાનસની તકતીઓ બતાવવામાં આવી. બીજી તરફ સંગીતશાસ્ત્રી ખરેએ “ઘૂંધટકે પટ ખોલે રે તેરે રામ મીલેગે” એ ધીમી હલકે ગાઈ આખી મંડળી ઉપર જાણે વશીકરણ કરી લીધું. એવા ભકિતભાવથી ઉભરાતા વાતાવરણમાં બે કલાક સુધી ખરેએ સંગીતનો પ્રવાહ વહાવ્યા.
છેલ્લો કાર્યક્રમ “કેમ્પ ફાયર'ને હતો તેમાં તે ચારેતરફ આનંદની છોળો ઉડી. જુગતરામ દવેનું “આંધળાનું ગાવું' ભજવાયું. ચારે પ્રહસને ભજવાયાં. મોડી રાતે આખી મંડળી “રામ બાબા 'ને જયકાર ગજાવી વિખરાઈ.
રામનવમીનો મેળો પૂરો થયો.
ઓ હિંદૂ બડેખાંઓ ! વાંચો, વિચારે અને રડે અને જે એટલું પણ હવે તમારા નસીબમાં રહેલું ન હોય તે નક્કી જાણજો કે, તમે છેક રસાતાળમાંજ જવાને સુજાયેલા છે.
लेख पहेलो (લેખક –હેડગર–શ્રી અમૃતલાલ વિઠ્ઠલદાસ ઠક્કર-‘નવજીવન’ તા. ૧૩-૩-૨૭ ના અંકમાંથી ઉદ્ધત)
[ આ લેખનું મથાળું મેં ઇરાદાપૂર્વક મૂકયું છે. લેખ નનામે છે પણ “ઢેડના ગોર” કંઇ શેરીએ શેરીએ ભટકતા જોવામાં નથી આવતા. એટલે આ અભિમાની ઢઢના ગેરે' પિતાનું નામ છુપાવવાનો ઢોંગ કરીને આપણને સૂચવ્યું છે કે ઢેઢના સેવક ભલે ઘણા થાય પણ “ઢેઢના ગોર તે એક ઠક્કરબાપા જ રહેશે. લેખ લાંબે છે તેથી વાંચનાર ને કંટાળે. જે તેનામાં જરાએ લાગણી હશે તો વાંચવાનો આરંભ કર્યા પછી તે તેને છોડી નહિ શકે. આ લેખની લીટીએ લીટીએ દલિતો પ્રત્યેનો પ્રેમ ટપકી રહ્યો છે. એમાંથી થોડાં બિંદુ લઈને પણ જો આપણે આપણા હૃદયને ભીનાં કરીએ તે દલિતોનું ને આપણું બનેનું દુઃખ ભાગે. મે ક૦ ગાંધી] | (આ લેખમાં અંગત વાત છે, પણ જાહેર કાર્યને લગતી હોઈને ખાનગી નથી; છતાં અંગત વાતે જાહેરમાં ન મૂકવાના શિષ્ટાચારને લીધે લેખકના પ્રત્યે વાંચનારને અણગમે થવા સંભવ છે. આ જોખમ વેઠી પણ આ લેખ પ્રસિદ્ધ કરવો મને દુરસ્ત લાગ્યો છે. લેખક)
તા-૧૫-૨-૨૭ ની રાત્રે અત્યજ સેવામંડળના આઠ સેવકે બોરસદ તાલુકાના બેરાલ ગામે એકઠા મળ્યા હતા. જુદીજુદી બાબતોની ચર્ચા કરી સેળ ઠરાવો કર્યા હતા અને તે ઠરાવો પ્રોસીડીંગની ચેપડીમાં લખાયા હતા. આ આઠ પૈકી પાંચ સેવકને સવારમાં રવાના થઈને પિતપતાને સ્થળે-નવસારી, નડિયાદ, માણસા-પહોંચી જવાનું હતું. સૌને પણ છ વાગે જગાડયા.
Shree Sudharmaswami Gyanbhandar-Umara, Surat
www.umaragyanbhandar.com