________________
સ્ત્રીઓની શોભા
૩૬ સ્ત્રીઓની શોભા ( લેખિકા-સૌ. પાર્વતીબહેન પુરુષોત્તમદાસ (બાવળાવાળાં) “ચેતન” પે ૧૯૮૩માંથી)
કેળવણીના અભાવે ઘણી સ્ત્રીઓ ઘરેણુકપડાંથી શરીરને શોભાવવામાં ખરી શેભા માને છે. પિતાના ગજા ઉપરાંત પિતાના પતિ પાસે નકામો ખર્ચ કરાવે છે અને પિતાના ધણીને ઘણું મુશ્કેલીમાં લાવી મુકે છે; પરંતુ બહેને ! ખરી શોભા શરીર શોભાવવામાં નથી, પણ સગુણરૂપી શણગાર અને શિયળરૂપી સાડીમાં જેવી શેભા છે તેવી ગમે તેવા અમૂલ્ય દાગીના કે સાડી પહેરવામાં નથી. સ્ત્રીઓએ ગૃહકાર્યમાંથી પરવારી જેટલે નવરાશનો વખત મળે તેટલો વખત સારા ઉ. ઘોગમાં ગાળ; જેમકે આપણને ઉપયોગી થાય તેવાં હુનરકામ શીખવાં, શિખામણ લેવા ગ્ય હોય તેવાં ગીત ગાવાં, સારાં પુસ્તક વાંચવાં વગેરે. પિતાના મનને અવળી અસર થાય તેવાં પુસ્તક કદાપિ વાંચવાં નહિ, કેમકે ખરાબ ચોપડીનું વાચન ઝેર પીવાસમાન છે. અસલની મહાન સતીઓ આપણા માટે અમૂલ્ય જ્ઞાનરૂપી વારસો મૂકી ગઈ છે અને પોતાનો જન્મ સફળ કરી પેતાનાં નામ અમર કરી ગઈ છે. અસલના ત્રીએ સદૂગુણું અને શિયળરૂપી શણગાર બધી શોભા માનતી હતી કે જસમા ઓડણ કે જે એડ જેવી મજુર અને હલકી વર્ણમાં અવતરી હતી, છતાં પિતાના શિયળરૂપી શણગારમાટે સિદ્ધરાજ જેવા મહાન પરાક્રમી રાજાની સમૃદ્ધિને પણ તુચ્છ ગણી પિતાનું નામ અમર કરી ગઈ છે.
પતિને બેજારૂપ ન થઈ પડતાં આપણાથી બને તેટલી તેમના કાર્યમાં મદદ કરવી. તેમના મનને આનંદમાં રાખવું. વ્યાવહારિક ઝગડાવાળી વાત કરી તેમના મગજને અશાંતિ કરવી નહિ. પતિ કામથી પરવારી ઘેર આવે ત્યારે તેમને કેવી રીતે આનંદ આપી શકાય એનો વિચાર કરો. પતિ પાસેથી જ્ઞાન લેતા શીખવું. ઘણી બહેનોને એવી કુટેવ પડી હોય છે કે પારકાની નિંદા અને કુથલીમાં જ પોતાને અમૂલ્ય વખત ગાળે છે; પરંતુ વખત અમૂલ્ય છે. કરોડ રૂપિયા ખર્ચતાં પણ ગયેલો વખત ફરી મળતો નથી, તેનું તેમને બિલકુલ ભાનજ હોતું નથી. ડાહ્યા માણસે કરોડ રૂપિયા ગુમાવવા કરતાં એક પણ સેકંડ જવા દેવામાં વધારે નુકસાની સમજે છે. પહેલાંના વખતમાં સ્ત્રીઓ પિતાના પતિને મિત્રની ગરજ સારતી; પરંતુ હાલ તે બોજારૂપ થઈ પડે છે.
બહેન ! આ એક વાત વળી ધ્યાનમાં રાખવા જેવી છે. બાળકને બાળપણમાં સારી કેળવણી નહિ મળવાથી જોઈએ તેવાં સગુણ બની શકતાં નથી. પિતાની આવક કરતાં ખર્ચ એ છે
પર કરવી, પણ કંજુસાઈ કરવી નહિ.જેટલે વખત લેખે કાઢયે હેય તેટલે આપણને લાભ છે; પણ વખત નકામો કાઢયો હોય તે તેટલું નુકસાન થયું સમજવું.
જેટલી શોભા આપણે શરીરની વધારવા મથીએ છીએ એથી કરોડગણી શભા આત્માની. વધારવા મહેનત કરવી. હાડ, માંસ અને ધિરથી ભરેલા આ દેહને શણગારી શું લાભ કાઢવો છે? આપણા મનની અંદર ભૂતપ્રેત જેવા ભ્રમ, દોરા, ચિટ્ટી, બાધા જેવા અનેક જાતના વહેમ ઘર કરી બેઠા છે, તેને જ્ઞાનરૂપી પાણી સિંચી મગજમાંથી ભ્રમરૂપી કચરે કાઢી નાખે. ઘણી સ્ત્રીઓ તે વળી પોતાના પતિથી ખાનગી રીતે બાધાઓ રાખે છે, દોરાચિઠ્ઠી કરાવે છે. આવી અજ્ઞાનતાને લીધે ઢોંગી ધૂતારા ફાવી જાય છે. જેટલે અંશે અજ્ઞાનતા વધારે તેટલે અંશે બાહ્ય વસ્તુઓથી શરીર શોભાવવાને શેખ વધારે હોય છે. ખરી શેભા તે સહવર્તનમાં રહેલી છે.
જો
કે
રા. ય Shree Sudharmaswami Gyanbhandar-Umara, Surat
www.umaragyanbhandar.com