________________
દીવા તળે અંધારૂં!
૩૮૭ સુધરેજ નહિ. રહેવા દોને. આજલગી હિંદુના મુસલમાન થતા તો અમે જોયા, પણ મુસલમાનના હિંદુ તે થતા કયાંય જોયા નહિ. તેનું બધું ખાધેલું પીધેલું ભુંસાય નહિ. કાગડાને વળી હિંસ તે કયાંથી ?”
છઠ્ઠા ધોરણમાં ગયેજ વરસે પાસ થયેલી લમી બોલી ઉઠીઃ “સુભદ્રા કાકી ! ગધેડાની ગાય તે નજ થાય, પણ એ તો કહોની, ગાયને ગધેડે પણ થાય કે ?' ,
“હંહ.....ગાયને ગધેડો કેઈ કાળે થાય ના સુભદ્રા ડોશી બેલ્યાં.
વારૂ! ત્યારે હંસને કાગડો થાય કે લક્ષ્મી બેલી. “ના, ના. તું જાણે છે તે ખરી, એટલું પણ સમજતી નથી ?' સીતાબા બોલ્યાં.
લક્ષ્મી-ઠીક ! એક રજપૂત હોય કે એક બ્રાહ્મણી હોય, તમે તેને હંસ માને છે, ગાય માને છે. જે તેઓ મુસલમાનના ઘરનું પાણી પીએ અથવા બ્રાહ્મણી મુસલમાનને ઘરમાં બેસે, તો એ વટલે કે ?
સીતાબા:-હાસ્તો. મુસલમાનનું ખાધું એટલે વટલેસ્તો. લક્ષ્મી-પછી આ તો હંસ, કાગડો થયો બા !
સુભદ્રા-લક્ષ્મી ! તારી વાત તે ખરી છે; પણ આ કેમનું થતું હશે કે જાણે! આપણે તે એટલું જ જાણીએ-હિંદુ વટલી શકે છે.
લમી બોલી ઉઠી-કાકી! જે વટલે છે તે સુધરી પણ શકે છે. પગે કાદવ ચેટે, જોઈએ તો નીકળી જાય તે પછી બીજા ધર્મમાં જવાથી જે વટાળ લાગે છે તે પણ કાઢી શકાય છે, અને શુદ્ધ આચારવિચારવાળા હિંદુ બનાવી શકાય છે.
સુભદ્રા ડોશી -હા ! હા ! બહેન, તારી વાત ગળે તો ઉતરે છે; પણ કોઈ વાર આપણે મુસલમાનને હિંદુ થતા જોયા નથી એટલે આપણને નવાઈ લાગે છે. - લક્ષ્મ-કાંઇ નહિ કાકી, હવે હિંદુઓ, મુસલમાનને હિંદુ કરે છે. આ ક્રિયાને શહિદિયા કહે છે. એક ખ્રિસ્તી કે મુસલમાનની શુદ્ધિ થાય છે તો તે પછી આપણું સમાજમાં આવે છે અને તેને હિંદુતરીકેના બધા હક્કો આપવામાં આવે છે.
સુભદ્રા -ચ લે બહેને ! આપણા ગામની મોલેસલામ ગરાસણીઓ હિંદુ થઈ છે. તેને મળવા જઈએ.
લક્ષ્મી -જુલાકાકાએ હમણાં જ કહ્યું કે, સવારે તે બધાં હિંદુ થયાં છે. તેમાંની કેટલીકે તે ઈજાર પહેરવી છેડી દીધી. કેટલીક શુદ્ધ પછી માટીનાં જૂનાં બેઠાં ફોડી નાખ્યાં ને કેટલીકે તે ઘરની થાપ સુદ્ધાં ઉખેડી નાખી. પેલી સમજુબાએ તે ચૂલે ચઢાવેલી હોવી પણ ચકલે મૂકી દીધી.
સુભદ્રા-વિધર્મીને પાવન કરવાથી મેટું પુણ્ય છે એ ચંદ્રાનંદશંકર કથામાં કહેતા હતા, તે આજ બરાબર મને સાંભરે છે. બીજું બધુંય જવા દઇએ, પણ એકેક ગાય તે મરાતી બચીને ?
લક્ષ્મી –હવે તો ધડાધડ બીજા બધાં ગામે શુદ્ધિમાં પડવાનાં. શુદ્ધિને જબરો પવન વાયો છે. કોઈ મોડું હિંદુ થશે તે કોઈ વહેલું. સીતાબા-સમજણુને ફેર પડેd.
દીવાળે અંધારું! (લેખક-આનંદપ્રિય આત્મારામ પંડિત-પ્રચારકના એક અંકમાંથી) ઢેડવાડાની સભામાં પીરોજપુર ગામના ખડીઆટે જઈ પહોંચ્યા. ભાષણની ધમાલ મચી રહી હતી. રા. મારુતિશંકરે તે ગળગળા થઈ હિંદુ ઢડાની સુગ લેવાની પેટ ભરીને વાતો કરી. બધામાં ઉત્સાહ રેડાયો. લોકોનાં મન ઉછાળા મારવા લાગ્યાં. સભા શાંતપણે પાર પડી. લેકે પછી વિખરાયા. મારુતીશંકરે પાતાની પાઘડી ને ખેસ જમાલમિયાંને ત્યાં મૂકયાં. જમાલમિયાં તેને અડક્યા ને તે પાછું આપ્યું. મારુતીશંકર ઘેર પહોંચ્યા તો તેમનાં દેવી તાં બાકડી ભરી પાટલો નાખી બહાર ઉભાં હતાં. મારુતીશંકરે સ્નાન કર્યું ને ઘરમાં પેઠા ત્યાં તે દૂર ઉભેલા ટીખળીખેર જવાનીયા બોલી ઉઠયા-આ શું દીવાતળે અંધારું કે ?
X
Shree Sudharmaswami Gyanbhandar-Umara, Surat
www.umaragyanbhandar.com