________________
શ્રદ્ધાનંદને શ્રદ્ધાંજલિ છાતી રાખીને અડગ ડગ ભરનાર તપોધન એમ શાને ચળે ? તેમાંયે છેલ્લા છ માસથી ખૂનીની છુરી એની આંખ સામેજ ચળકાટ કરી રહી હતી. જે અસગરી બેગમે ખાનગી રીતે વૈદિક સાહિત્યનું અધ્યયન કરી વેદધર્મનું ગૌરવ પરખ્યું હતું, તેને તેની વેચ્છાથી જ આર્યા બનાવી હિન્દુવટમાં લાવનાર સ્વામીજીનું મરણ બહુ દૂર નહોતું. મુસ્લીમ બંધુઓએ સ્વામીપર પરણેલી સ્ત્રીના અપહરણનો આરોપ ઢાળી અદાલતનાં પગથી અનેકવાર ઘસડી નાખ્યાં હતાં. પણ અદાલતને આંગણે તો શ્રદ્ધાનંદજી નિર્દોષ ઠરીને બહાર આવ્યા. એ ઘડીએથી એનું રુધિર ચાખવા કેટલાંક ખૂની હૈયાં તલસી રહ્યાં. રામજી સર્વ ધમકીઓને મધુર સ્મતે હસી કાઢતા: પણ આખરે એ જાસા-ચિટ્ટીઓ સાચી ઠરી. ધમધ મુસ્લીમવર્ગ શુદ્ધિની પ્રવૃત્તિ કે હિંદુઓની જાગૃતિ સહી ન શકો.
અને ત્રેવીસમી ડિસેમ્બરના નમતા બપોરે બિમાર, બિછાનાવશ, અશક્ત, નિર્દોષ ને એકલા સ્વામીજી ઉપર એક નામર્દો મૂર્ખ મુસ્લીમે, સ્વામીજીનું આતિથ્ય સત્કાર્યા પછી, બેવફા બનીને પિતાની રિવોલ્વર છેડી મૂકી. વીરનરને વરચિત અને સુમહાજજવલ અવસાન સાંપડયું; પણ સાધુ સુના હિંદનો એક વિરલ સાધુ જતાં તો આર્યાવર્ત માર્મિક જન્મની વેદના અનુભવી રહ્યો.
ખૂનની વિચારણું શ્રદ્ધાનંદજી કંઈ ધમધ કે અનુદારે આચાર્ય નહેતા. સનાતનવાદની જડમાં સડી સડીને સમાજમાં પિતાના દુરાચારોની બદબો ફેલાવનાર મહંતશર્મા કે ગુસાંઈ નહોતા. એ તો સૌમ્યતાની સાક્ષાત મૂર્તિ હતા. રાષ્ટ્રવિધાયક અને ધુરંધર સમાજસુધારક હતા. હિંદુ-મુસ્લીમ એકદિલીની ભૂમિકા તૈયાર કરનાર દેશનેતા હતા. મુસ્લીમો વચ્ચે તેઓ કેટલાયે મિત્ર સર્જી શક્યા હતા. હિંદુવટના ઉદ્ધારની ભાવનાને અને કોમવાદને તેઓ રાષ્ટ્રવાદમાં સહેજે બાવી શકતા; એટલેજ એમની ખોટ સારા ભારતને, હિંદુ-મુસ્લીમ સકળ જનતાને સાલે તેવી છે, તેથી જ આજે ગઝનવી, અલીભાઈઓ, સર મહમદ શફી, ઝીણું અને અબ્દુલ કાદિર જેવા ધરખમ મુસ્લીમ નેતાઓ આ હિચકારા ખુનીના ધર્મઝનુન ઉપર ધ્યાન પોકારી રહ્યા છે અને એમ છતાંએ કોમી ઐક્યની સર્વ સંભાવના છુંદાઈ ભુંસાઈ ગઈ છે. જે ઘડીએ કોમી કલહને ત્યજી પરસ્પર તડજેડની તૈયારીઓ થતી હતી, તે અણીની પળે આ અશનિપાત કોમી હુતાશનનું બીજારોપણ કરે છે. મુસ્લીમ નેતાઓનાં આશાવાન વચન તો હજુયે કેમી એખલાસની સંભાવના ઉપસ્થિત કરે; પણ જે કામમાં સર અબ્દુલ રહીમ જેવો નેતા શ્રદ્ધાનંદના ખૂનને, દિલ્હીના ચેકમાં કોપાયમાન જનસમૂહને હાથે વરતૃપ્તિ અર્થે હણાયેલા એક મામુલી મુસ્લીમના મરણ સાથે સરખાવી, આ હીચકારા ખુનીને તિરસ્કારવાને બદલે શ્રદ્ધાનંદજીનું અવસાન ગળી જવાની મૂર્ખાઇભરી શિખામણ આપે છે, જે કામમાં એક જખર ને ઝનુની વર્ગ ખુની અબદુલને ગાઝી બનાવી તેનાં પ્રશસ્તિ ચિત્રો દિલ્હીની બજારમાં વેચી ખુનને જ આદરણીય ગણે છે, તે કેમ સમાનતાના ધોરણે કયી પરે હિંદુઓ સાથે એકદિલી સ્થાપી શકશે ? કુરાન શું જબરજસ્તીથી વટાળકાર્ય કરવાનું ફરમાવે છે ? હદિસ અને કુરાનમાં શું બિનગુનાહ કાફિરની કલ કરવાનું શાસન છે ? કુરાન જે બુદ્ધિવાદને બાજુએ મૂકી એકલી સમશેરનું શાસન આપતું હોય તો હઝરત મહંમદ પયગમ્બરને કઈ બીજીજ આલમ શોધવી પડશે. તલ્લીગ પરિષદને પ્રમુખપદેથી એક મુસ્લીમ બેરિસ્ટર ધગધગતી વાણીમાં સંદેશ આપે છે કે, દશ વર્ષમાં કુલ ઝપટ હિંદુઓને અભડાવી મુસલમાન બનાવી મૂકવા અને જ્યારે સ્વરાજ્ય સાંપડે ત્યારે એકલા મુસ્લીમોએજ સ્વાધીન શાસનની લગામ હાથ ધરવી. તંગ વાતાવરણમાં આ અળખામણી ને અક્કલશુન્ય મદશાની બુલંદ જાહિરાત કેટલી બધી હાનિકારક નીવડશે ? આ પરિસ્થિતિમાં તે હરેક મુસ્લીમ નેતાની ફર્જ છે કે, તેણે કુરાને શરીફની આજ્ઞા સ્વ
છંદી રીતે કેઈપણ માનવને વધ કરવા નથી ફરમાવતી, એમ સાફ સાફ પોતાના ધર્મબાંધવોને સંભળાવી દેવું. કુરાનના ફર્માનવટિક અન્ય કોઈ દલીલને કે બુદ્ધિવાદને લાત મારવાને મહાવરે. પામેલી મુસ્લીમ જનતાને ખ્વાજા હસન નિઝામી કે સર અબ્દુલ રહીમ કુરાનનું સાચું રહસ્ય કયારે ચીંધાડશે ? ગાંધીજીને ખુની અબ્દુર રશીદની દયા આવે છે. સર્વ કેઈને આવશે; પણ કેવળ કુરાન-અધીન મુસ્લીમ મનોદશાનું નિદાન કરી એ ભીષણ વ્યાધિમાટે ઓસડ શોધનાર ઉદાર મુસ્લીમ નેતાઓ પ્રાંતે પ્રાંતે નહિ પાકે, ત્યાં સુધી આ પ્રજળતા કોમી વડવાનલનું શમન સ્વન જેટલયે સિદ્ધ થવાની આશા બાંધવી વ્યર્થ છે.
Shree Sudharmaswami Gyanbhandar-Umara, Surat
www.umaragyanbhandar.com