________________
* ૩૭૪
મંત્રશાસ્ત્રની આલોચના અર્થાત-સ્તંભન, મેહન, ઉચ્ચાટન, વશ્યાકર્ષણ, જૂલ્મણ વિષણ, મારણ, શાંતિક અને પૌષ્ટિક, આ પ્રકારે નવ પ્રકારના મંત્રપ્રયોગે કહેલા છે.કેઈ કેઇના મત પ્રમાણે શાંતાનિક એ દશમે. પ્રાગ મનાય છે.
જે મંત્ર યંત્ર અગર તંત્ર કરવાથી ચોર. સપ, જાપદ અને પરચક્ર ( શત્રસેના ) વગેરેનો આક્રમણભય મટી જાય અને તે જ્યાં ને ત્યાં અટકી જાય, તેને સ્તંભનપ્રયોગ' કહે છે. જે પ્રયોગ કરવાથી સાધક કેાઈને પણ પિતાને વશીભૂત કરી લે તેને “મોહનપ્રયોગ” કહે છે. રાજમોહન, સભામહન અને સ્ત્રીપુમેહન, એમ મોહનપ્રયોગના ત્રણ પ્રકાર છે. આ ત્રણેની સાધનાઓ પણ પૃથફ પૃથફ છે. જે પ્રયોગ કરવાથી વિદ્વેષી રોગાક્રાંત બની જાય અને સ્થાનેથી દભ્રષ્ટ બની જાય, તેને ઉચ્ચાટનપ્રયોગ કહે છે. જે પ્રયોગ કરવાથી ઇચ્છિત પદાર્થ સાધકની પાસે સ્વયં ચાલ્યો આવે, કદાચ ચેતન પ્રાણી હોય તો તેનું વિપરીત મન પણ અનુકૂળ બની સાધકને શરણે જાય, તેને વસ્યાકર્ષણ પ્રયોગ કહે છે. '
જે પ્રયોગ કરવાથી શત્રુ આદિ સાધકથી ડરવા માંડે, ભયભીત બની જાય, દબાઇ જાય, કાંપવા લાગે તેને જલ્પણ પ્રયોગ કહે છે. જે પ્રયોગબળથી દેશ, કુટુંબ જાતિ યા સમાજમાં પરસ્પર વિષ, પુટ, કલહ થવા લાગે, તેને વિપણ કહે છે.આતતાયી અને અન્યાયી આદિને આત્મશક્તિપૂર્વક મંત્રપ્રયાગદ્વારા સાધક પ્રાણદંડ આપી શકે, તે પ્રયોગને મારણ પ્રયોગ કહેવાય છે.
જે પ્રયોગ કરવાથી મહામારી, રાજભય પરચક્રભય આદિ રોગ અને વિપ્લવની શાંતિ થાય, તેને શાંતિક પ્રયોગ કહે છે. વૈદક શાસ્ત્રમાં પણ લખ્યું છે કે “સિદ્ધ ચૈતુ માત્રા ' અર્થાત
પધવગર મંત્રપ્રયાગથી જે રોગની શાંતિ કરે તે ચારે પ્રકારના વૈઘોમાં શ્રેષ્ઠ અને સિદ્ધ વૈદ્ય કહેવાય છે.
- જે પ્રયોગ કરવાથી ઐશ્વર્ય વધે, સુખપ્રાપ્તિ થાય, દેવ-દર્શન થાય, શુભાશુભ ભવિષ્ય પ્રતીત થાય, સર્વ કામનાઓ સિદ્ધ થાય, તેને પૌષ્ટિક પ્રયોગ કહે છે.
કેટલાકના મત પ્રમાણે દશમો શાંતાનિક પ્રયોગ ગણવામાં આવે છે. જે પ્રયોગથી વંધ્યાને પુત્રલાભ થાય, વંશની વૃદ્ધિ થાય તેને શાંતાનિક પ્રયોગ કહે છે. મૃતવત્સા રોગ આદિનો ઉપાય આ પ્રયોગમાં છે.
આ વર્ગીકરણમાં દશ પ્રયોગો બતાવ્યા છે, પણ કેટલાક તાંત્રિક-સંપ્રદાયી કેવળ છ પ્રગજ માને છે અને ઉપર્યુક્ત દશે પ્રયોગોને છ પ્રયોગોમાં અંતર્ભાવ કરી લે છે.
પહેલાં ભારતમાં આ વિદ્યાનો અધિક પ્રચાર હતો, પરંતુ જ્યારથી દેશમાં માનસિક દુર્બળતા વધતી ચાલી, ત્યારથી આ વિદ્યા પણ કમી થતી ગઇ.
મંત્રવિદ્યા જેવી ઉપયોગી વિદ્યાના પૂર્ણતાતા આજ દષ્ટિગત કેમ નથી થતા ? ભારતીય સંપ્રદાયમાં જેટલા સંપ્રદાય છે, તે સર્વમાં ધર્મગુરુદ્વારા મંત્રદીક્ષા લેવાને પ્રચાર હજુસુધી પ્રચલિત છે; તથાપિ તે ધર્મગુરુઓમાં અગર તેમના આપેલા મંત્રમાં “વાર્તુમાસ્તુમાથા ' નું સામર્થ્ય કેમ નથી? મંત્રદાતા ગુરુ અને મંત્રદીક્ષા લેનાર શિષ્ય કેવા જોઈએ ? સાધના કેવા પ્રકારની જોઇએ ? આદિ સર્વ સમજવાથી ઉપર્યુક્ત પ્રશ્નોનું સમાધાન સ્વયં થઈ જાય છે. મંત્રદાતા ગુરુ અને દીક્ષા લેનાર શિષ્ય કેવા હોવા જોઈએ તે સંબંધમાં મંત્રશાસ્ત્ર કહે છે કે –
पूर्वमात्महितं ज्ञात्वा सूरिणः गुणशूरिणः।
शिष्यस्याऽपि हितं चिन्त्यं दात कामे न काश्चनम ॥ (भद्रगप्ताचार्य) અર્થાત ગુરુએ પિતાનું તેમજ શિષ્યનું હિત વિચારી નિઃસ્પૃહભાવે મંત્રદાન કરવું, કિંતુ કંચન આદિના લેભે કરી ન કરવું. મંત્રાધિકારી માટે લખ્યું છે –
दक्षा जितेन्द्रियो धीमान् कोपानल जलोपमः । . सत्यवादी विलोभश्च मायामद विवर्जितः ॥ मानत्यागी दयायुक्तः परनारी सहोदरः । जितेन्द्र गुरुभक्तश्च मन्त्रग्राही भवेन्नरः ॥ (भद्रगुप्ताचार्य)
Shree Sudharmaswami Gyanbhandar-Umara, Surat
www.umaragyanbhandar.com