________________
મંત્રશાસ્ત્રની આલેચના
૩૭૩: છે. પ્રસિદ્ધ વિદ્વાન હેમચંદ્રાચાર્યે લખ્યું છે –
तन्मंत्राद्यषड ऽक्षीणं यत्तृतीयाद्यगोचरं ।।
રચાસ્ટોરન્ન મત્રો જરૂછન્નમુદામ્ II ( . . ૬૨૬) મંત્ર સાધકની યોગ્યતાનુસાર સિદ્ધ થાય છે, તેથી માંત્રિક કહ્યા કરે છે કે “સપારિવદ્ધિ: કિિદ્ધ:-પતાજ જાઓ, અવશ્ય સિદ્ધિ મળશે.” મંત્રનું રહસ્ય બતાવવાને માટે એક મનોરંજક દષ્ટાંત અહીં આપ્યું છે.
પ્રસિદ્ધ મીમાંસક માધવાચાર્ય ગૃહસ્થાશ્રમમાં દરિદ્ર હતા, પણ પોતે મહાન વિદ્વાન હતા. તેમણે વિચાર કર્યો કે, ગાયત્રીનું પુરશ્ચરણ કરી લક્ષ્મી પ્રાપ્ત કરવી જોઈએ. આ વિચાર થતાં તેમણે ગાયત્રીના પુરશ્ચરણનો પ્રારંભ કરી દીધો. એક પુરશ્ચરણ પૂર્ણ થયું, પરંતુ લક્ષ્મી ન મળી. તેમણે બીજા પુરશ્ચરણનો આરંભ કર્યો. આ વખતે પણ લક્ષ્મી ન મળી. હતાશ ન થતાં તેમણે
વીસ પુરશ્ચરણ કર્યા, છતાં એ દરિદ્રતા ન ગઇ. અંતમાં સ્ત્રી, પુત્ર અને ઘરબાર છોડી દેશાંતરમાં જ તેમણે સંન્યાસ લીધો. તેજ રાત્રિએ લમી માધવ પાસે આવી કહેવા લાગી કે,
વર માગ ! ” માધવે કહ્યું:-“ તું કોણ છે ? ” લ૯મીએ કહ્યું –“ તું વર્ષોથી મને યાદ કરતે હતા. હવે હું આવી છું. હું લક્ષ્મી છું.” માધવે કહ્યું –“હવે મને કાંઇ ન જોઈએ. જ્યાંથી આવી હોય ત્યાં ચાલી જા.” લક્ષ્મીએ કહ્યું-“મારું દર્શન કદાપિ નિષ્ફળ ન જાય માટે કંઈ માગી લે.” માધવે કહ્યું -“આટલા દિવસ ક્યાં હતી ?” લક્ષ્મીએ કહ્યું – તમારા પૂર્વકમ બહુ મલિન હતાં તેથી તમારું મન પુરશ્ચરણ ઉપર પુરશ્ચરણ કરવા છતાં શુદ્ધ ન થયું, પરંતુ સંન્યાસ લેવાથી તે પવિત્ર થઈ ગયું અને તેથી હું આવી. તમારે મંત્ર હવે સિદ્ધ થશે.”
આ દષ્ટાંતનો સાર એ છે કે, મનની શુદ્ધિ ઉપર મંત્રશાસ્ત્રનો આધાર છે. જ્યાં સુધી માધવને દ્રવ્યની લાલસા હતી, ત્યાંસુધી બુદ્ધિ ઉપર પડદો પડેલો હતો, પરંતુ લાલસારૂપી પડદો હઠતાંજ મંત્ર સિદ્ધ થઈ ગયો. એટલા માટે જ કર્યું કે, યદિ કોઈ કાર્ય કરવું હોય તો વાંસના, રહિત થઈ કાર્યમાં તલ્લીન થવું જોઈએ, ત્યારે જ કાર્ય શીધ્રતર સિદ્ધ થાય છે. મંત્રનો જપ તલ્લીન બની કરવાથી મંત્ર સિદ્ધ થાય છે, પરંતુ મંત્ર સાધતાં સાધનીય કાર્ય તરફ લક્ષ આપતાં મંત્રમાં તલ્લીનતા રાખી શકાતી નથી અને એકાગ્રતાવગર મંત્ર સિદ્ધ થઈ શકતું નથી. આ મંત્રશાસ્ત્રનું રહસ્ય છે. વાસનારહિત બની તલ્લીનતા-એકાગ્રતા પ્રાપ્ત કરવી એ સહજ વાત નથી. તે મહાન જટિલ પ્રશ્ન છે. - હવે યંત્રસાધનની વાત લઈએ. અષ્ટગંધ, સુરભદ્રવ્ય આદિની શાહી બનાવી ભાજપત્ર, કાગળ થા સુવર્ણ, રજત, તામ્ર આદિ ધાતુપત્ર ઉપર પટદલ, અષ્ટદલ, શતદલ, સહસ્ત્રદલ તથા ત્રિકોણ ચતુષ્કોણ યા વર્તુળ રેખાઓની અંદર અક્ષર યા અંકે લખવા અને તેનું યથાવિધિ પૂજન કરી સાધના કરવી, તેને ‘યંત્રસાધના' કહે છે. સિદ્ધચક્ર યંત્ર, શ્રીચક્ર યંત્ર, ભૈરવીચક્ર યંત્ર, ઋષિમંડલ યંત્ર, વિજય યંત્ર આદિ હજારો યંત્ર છે. કઈ કઈ જગ્યાએ મંત્ર અને મંત્ર બે સાથે કરવો પડે છે. યંત્રવિદ્યા એ મંત્રશાસ્ત્રનું એક અંગ છે. વણી યા અંકોને એકાગ્રતાપૂર્વક લખવાં, તે આ સાધનાની મુખ્ય ક્રિયા છે.
ઔષધિદ્રવ્યોદ્વારા કાર્ય સિદ્ધ કરવું તેને તંત્રસાધના કહે છે. કેટલાંક તંત્રમાં ઔષધિ કોના મિશ્રણની સાથે મંત્રયંત્રને પણ ઉપયોગ થાય છે. જડ અને ચેતનશક્તિના સંગારા કાર્યસાધના કરવી તે તંત્રસાધનાનો વિષય છે. મંત્ર, યંત્ર તથા તંત્રને એકબીજાની સાથે સર્વત્ર ઉપયોગ થાય છે, તેથી તંત્રસાધન પણ મંત્રશાસ્ત્રનું એક અંગ છે.
મંત્ર, યંત્ર અને તંત્રથી શું શું કામ થાય છે, તેને માટે માંત્રિકોએ કામ્યકર્મોના પ્રયોગનું એક વર્ગીકરણ કર્યું છે. તે નીચે પ્રમાણે છે –
स्तम्भनं मोहमुच्चाटं वश्याकर्षणजम्भणम् । विद्वेषणं मारणं च शान्तिकं पौष्टिकं तथा ॥ विद्या प्रवोद पूर्वस्य तृतीय प्राभृताइयम् । .
उद्धृत कर्मधाताय श्रीवैर स्वामि सूरिभि ॥ (मंत्र दात्रिंशिका) Shree Sudharmaswami Gyanbhandar-Umara, Surat
www.umaragyanbhandar.com