________________
૭૭૨
મંત્રશાસ્ત્રની આલોચના મંત્રપીઠિકા–મંત્રશાસ્ત્રમાં ચાર પીઠિકાઓનું વર્ણન છે. પીઠિકાસિવાય મંત્ર સિદ્ધ થઈ શકતા નથી. મશાનપીઠ, શવપીઠ, અરણ્યપીઠ અને શ્યામા પીઠ, એ પ્રમાણે ચાર પીઠ છે.
પ્રત્યેક રાત્રે સ્મશાનભૂમિમાં જઈ યથાશક્તિ વિધિથી મંત્રનો જપ કર, તેને મશાનપીઠ કહે છે. જેટલા દિવસનો પ્રયોગ હોય, તેટલા દિવસ મંત્રની સાધના યથાવિધિ કરવી જોઇએ. જૈન ગ્રંથોમાં લખ્યું છે કે, શ્રીકૃષ્ણ વાસુદેવના લઘુભ્રાતા ગજસુકુમાલ મુનીશ્વરે આ પીઠિકાથી પર
હામંત્રની સાધના કરતાં આત્મજ્ઞાન પ્રાપ્ત કરી સિદ્ધિ અને મુક્તિ મેળવી હતી. અને પ્રથમ પીઠિકા પણ કહેવાય છે.
કઈ મૃતક કલેવર ઉપર બેસી અગર તેમાં પ્રવેશ કરી મંત્રાનુષ્ઠાન કરવું તેને શવ-પીઠિકા કહે છે. આ પીઠિકા વામમાર્ગએની પ્રધાન પીઠિકા છે. કર્ણ–પિશાચિની, ઉછિઠ ગણપતિ કણેશ્વરી, ઉષ્ઠ ચાંડાલની આદિ દેવતાઓની સાધના તથા અદ્યાર પંથીની સાધનાએ આ પીટિંકાદ્વારા કરવામાં આવે છે.
અરય પીક્કિા–મનુષ્યજાતિને જ્યાં સંચાર ન હોય, સિંહ, ધાપદ, સર્પ આદિ હિંસક પશુ પ્રાણીઓની જ જ્યાં વિશેષતા હોય, એવા નિર્જન વનસ્થાનમાં કોઈ વૃક્ષ અગર શુન્ય મંદિર આદિનો આશ્રય લઈ મંત્ર સાધના કરવી અને નિર્ભયતાપૂર્વક મનને એકાગ્ર કરી તલ્લીન થવું, તેને અરણ્ય પીઠિકા કહે છે. નિર્વાણ મંત્રની વિધિમાં લખ્યું છે કે “નિર્વાણમંત્રં ચરિ સાધો કરે મરણમૂ શિવધિ થિ ' અર્થાત અરણ્યમાં જઈ શિવમંદિરમાં નિર્વાણ મંત્રને જપ કરવાથી શીઘ્ર સિદ્ધિ થાય છે. ઇતિહાસ ઉપરથી જણાય છે કે પ્રાચીન સમયમાં આમસિદ્ધિ કરવાને માટે નિર્જન વનમાં જ રહેવાની પ્રથા હતી. તેઓ નગર, ગ્રામ આદમાં અગર તેની સમીપમાં પણ રહેતા નહોતા. સદા એકાંત વનમાં રહીને આત્મધ્યાન કર્યા કરતા હતા, ત્યારે તેમને અનેક સિદ્ધિઓ પણ પ્રાપ્ત થતી હતી. જ્યારથી ત્યાગી વગ વનવાસ ત્યાગી નગર, ગ્રામ આદિને આશ્રય લેતા થયા, ત્યારથી સર્વ સિદ્ધિઓ નષ્ટ થવા લાગી; અને માયામમાં ફરી તેમનું જીવન ભ્રષ્ટ થતું ગયું અર્થાત ત્યાગી જીવનને માટે એકાંતવાસ શ્રેષ્ઠ છે.
યામા પીઠિકા-આ કઠિનથી કઠિનતર છે. કેઈ વિરલા મહાપુરુષજ આ પીઠિકાથી ઉતીર્ણ થઈ શકે. એકાંત સ્થાનમાં ષોડશવષા, નવયૌવના, સુંદર સ્ત્રીને વસ્ત્રરહિત કરી તેની સમુખ બેસી સાધક મંત્ર સાધવામાં તત્પર થાય અને મનને યત્કિંચિત પણ ચલાયમાન ન થવા દે અને બ્રહ્મચર્યમાં સ્થિર થઈ મંત્રનું સાધન કરે, તેને સ્થામાં પીઠિકા કહે છે. જન ગ્રંથોમાં લખ્યું છે કે દ્વૈપાયન-પુત્ર મુનીધર શુકદેવ, થુલી ભદ્રાચાર્ય અને હેમચંદ્રાચાર્યો વગેરેએ આ પં કાનું અવલંબન કરી મંત્રસાધના કરી વિજય પ્રાપ્ત કર્યો હતો.
અહીં સુધી મંત્રશાસ્ત્રની બહિરંગ આલોચના થઈ–અર્થાત મંત્રની સાધનામાં કયી કયી જરૂરીઆત છે, તે સંક્ષેપમાં બતાવ્યું. હવે તેની અંતરંગ આલોચના કરવામાં આવે છે.
મંત્ર કોને કહેવાય ? મંત્ર એ શી વરતું છે ? તેનાથી લાભ શે ? કયે પ્રકારે લાભ થાય ? તેમ થવાનું કારણ શું ? તેવા પ્રશ્નો ઉપસ્થિત થાય એ સ્વાભાવિક છે. આ પ્રશ્નોના સમાધાનને માટે મંત્ર શબ્દની પરિભાષા જાણી લેવી આવશ્યક છે. આ વિષય વ્યાવહારિક નથી. આને સંબંધ માનસશાસ્ત્રથી છે. મનની એકાગ્રતા તે એનો પાયે છે. ઇરિના વિષય ઉપરથી લક્ષ્ય હઠાવી લઇ મનને એકાગ્ર કરી મંત્ર સાધના કરવાથી મંત્રસિદ્ધ થાય છે. મનની ચંચળતા જેટલી જલદીથી દૂર થાય તેટલીજ વહેલી મંત્રસિદ્ધિ થાય. મંત્ર શબ્દ ને શબ્દાર્થ પણ મહર્ષિઓએ એવો કર્યો છે કે, “મનનાત્રાને જર્મત્તઋત્ર પ્રર્તિત: ' ( . . ૬૨૭) અર્થાત
મ” કારથી મનન અને “ત્ર’ કારથી રક્ષણ એટલે જે વિચારોથી આપણું કાર્ય સિદ્ધ થાય તે મંત્ર. મંત્રવિદ્યા એ યોગનો ઉચ્ચ કોટિનો વિષય છે. હીટિઝમ, મેગ્નેરિઝમ વગેરે આ વિદ્યા આગળ તુચ્છ છે. મનથી વર્ણચ્ચારોનું ઘર્ષણ થવાથી એક દિવ્ય જ્યોતિ પ્રકટ થાય છે. આજ વર્ગોના સમદાયનું નામ મંત્ર છે. આ વિષયને જ્ઞાતા સંપૂર્ણ સિદ્ધિઓ પ્રાપ્ત કરી શકે છે. તેટલા માટે શાસ્ત્રકારોએ મંત્ર શબ્દનો અર્થ “વિચાર કર્યો છે. આથી રાજનીતિશાસ્ત્રમાં લખ્યું છે કે, જે વિચારેને ગુપ્ત રાખી રાજ્યતંત્ર ચલાવાય તેને મંત્ર કહે છે, એટલા માટે રાજ્યતંત્રના પ્રધાન સંચાલકનું નામ “મહામંત્રી ” અને તેની સાથે કામ કરનાર સમૂહને “મંત્રીમંડળ” કહેવામાં આવે
Shree Sudharmaswami Gyanbhandar-Umara, Surat
www.umaragyanbhandar.com