________________
૩૮
નદીઓને સલાહ
ઢાંકણું બંધ કરી પાણી સાથે ગળવાથી ગળામાં કે જીભમાં ચૂર્ણ લાગતું નથી, પણ પેટમાં જતે તે ગાળી ફાટી જાય છે અને હરસ ઉપર તાત્કાળિક અસર કરે છે. એ કેપ્સુલ નંબર એક, નખર એક સુન, એ સુન અને ત્રણ સુનસુધી આવે છે; તેમાં નબર એ સુનની કેપ્સુલ-ઘણી સગવડવાળી છે, તેમાંની બબ્બે ગેાળી દિવસમાં ત્રણવાર ગળવાથી ઘણા ફાયદા થાય છે. બીજાં હરસના રાગામાટે આસામાસમાં આવતા નવરાત્રિનું વ્રત કરવાને અમે ખાસ આગ્રહ કરીએ છીએ; પણ તે માતાની પ્રસન્નતામાટે નહિ, પરંતુ હરસના રાગને નાથુદ કરવાને માટે છે. જો કાઈની ઇચ્છા હાય । નવરાત્રિના નવ દિવસસુધી નવ અપવાસ કરીને, નવે દિવસ વવળતું સુરણ ખાપી અથવા મીઠા સુરણના કકડા કરીને પાણી નાખ્યા વગર મીઠું, હળદર, ધાણાજીરૂં નાખી તેલમાં પકાવી ધણું કડક ન થઈ જાય અથવા કાચુ ન રહી જાય એવું બનાવીને પેટ ભરીને ખાવું. એ સિવાય નવ દિવસમાં પાણીસિવાય બીજા કાઇપણ જાતનુ ખાનપાન લેવું નહિ. આ પ્રયાગથી હરસ નાબુદ થાય છે.
આ હરસના રેશમ ઉત્પન્ન થાય છે, ત્યારથીજ તે કષ્ટસાધ્ય થાય છે અને જ્યારે હરસના રાગીનેા અગ્નિ મંદ પડી જાય છે અને શરીર ઉપર સેાજા આવે છે; આંખ, નખ, જીભ પીળાં, ધેાળાં, કાળાં પડી જાય છે, ત્યારે એ રેગીની આશા છેડી દેવી પડે છે; પરંતુ આ લખેલા ઉપાય સચેટ છે, છતાં મારી પાસે ખાસ સંગ્રહ કરેલા દુ:ખીજનેને માટે જાહેર જીવનમાં મૂકુ છું, જેથી તેને ઉપયાગ કરી પેાતાના દરદમાંથી મુક્ત થવાતે અનુભવશે.
ઉપાય ૧ લા
નાગલા દુધેલી (વાડ દુધેલી) અને ચમાર દુધેલી એવાં જેનાં નામ છે, તેના વેલા ખારે માસ થાય છે. એનાં પાંદડાં ગાળાઇ લેતાં અને સામસામાં હેાઇ તે બેથી પાંચ ઈંચ લાંબાં અને ચારેક ઇચ પહેાળાં હાય છે. લીલાશ લેતાં ધેાળા રંગના ફૂલનાં ઝુમખાં આવે છે અને એની શીંગા ઉપર કાંટા હાય છે. એ વેલાને કાઇ પણ ભાગ તેડતાં તેમાંથી દૂધ નીકળે છે. એ બધે ઠંકાણે થાય છે. આ વનસ્પતિમાં દિવ્ય ગુણ છે. એનાં પાંદડાં એ 1લાના આશરે લઇ ઝીણા ટુકડા કરી ઘી સાથે તળીને ખાવાથી અરશમાં પડતું લેાહી એકદમ બંધ થઇ જાય છે. ઘણાએક અરશના દરદીએ કે જેમનું લેાહી બીજા કાઇ પણ ઉપાયથી અટકતું નહેાનું, તેમને આ પાંદડાં પાંચ-સાત દિવસ ચવરાવવાથી હમેશના માટે લેાહી પડતું બંધ થયું છે; માટે રક્તારશના દર્દીઓને બીજા કાઇ પણ ઔષધના ઉપયેગ કરતાં પહેલાં આના અનુભવ લેવા સલાહ આપવામાં આવે છે.
ઉપાય ૨ જો
ઢારનાં શીંગડાના પેલાણમાં ઉધાર લાગવાથી તેનાં ચીથરા જેવાં ધર ખાઝે છે, કે જે શીગડાં મૂળીઆંતરીકે આળખાય છે. તે મૂળીમાં પાંચ તાલા લાવીને તેમાં મરી ને સૂકાઇ ગયેલા વગડાઉ ઉંદરનું માંસ પાંચ તાલા ઉમેરીને ખાંડી ચૂર્ણ કરવું. એ ચૂર્ણીમાં બે તાલા હીંગ ઉમેરીને પછી એક નાના ખાડામાં કોલસાના અંગારા ભરી તેના ઉપર આ ભૂકામાંથી થોડાક ભ્રકા નાખીને ગુદાને ધુમાડી આપવી, જેથી બહારના હરસ નિળ થઇ જશે; એટલુંજ નિહ ૫રંતુ અંદરના અરશ પણ બહાર નીકળી આવશે. આ પ્રમાણે તમામ અરશ ચીમળાઈ ગયા પછી ખેરવી નાખવાના ઉપાય કરવા. સાજીખાર અને કળીચૂના સરખાભાગે લઇને તેને પાણીમાં કાલવીને લેપ કરવા, જેથી સઘળા અરશ ખરી પડશે. આ અરશ ખરી પડવાની જગ્યાએ ચાંદું પડે તે ત્રિફળાં એટલે હરડાં-ખેડાં અને આમળાં તથા ગુગળ એ ચીજો સરખા ભાગે લઈ તેમેને ખાળીને રાખ કરી ધેાયેલા ધી સાથે મેળવીને તે જગ્યાએ ચેપડવી, જેથી ઘેાડા દિવસમાં ચાંદુ રૂઝાઇ જશે. આ ઉપાય નિભ ય છે અને અનુભવસિદ્ધ છે. કેટલાક વૈદે અને હકીમે। આ ઉપચારથી મટાડી સેના-ખસો રૂપિયા લે છે. પ્રતિ શિવમ્,
Shree Sudharmaswami Gyanbhandar-Umara, Surat
www.umaragyanbhandar.com