________________
૩૭
દહીઓને સલાહ
દદીઓને સલાહ (લેખક-બ્રહ્મચારી આત્માનંદ ત્રિવેદી-નિક હિંદુસ્થાન તા. ર૬-૩-૧૭ ના અંક ઉપરથી)
હરસ-તેની ચિકિતા અને ઉપાય વાયુનો, પિત્ત, કફને, ત્રિદોષને, લોહીને અને વારસામાં મળેલો એટલે જન્મને, એ પ્રમાણે હરસ રોગના છ પ્રકાર ગણેલા છે. સાધારણ લેકે જેને અરસ-મસા તથા બવાસીરના નામથી ઓળખે છે, તેને હરસ રોગ કહે છે. એ રોગમાં છ જાત કપેલી છે; પરંતુ તે ખુની અને બાદી એવા બે ભાગમાં વહેંચાયેલી છે અને તે અકેક જાતના ગુદાના પહેલા, બીજા અને ત્રીજા આંટામાં (વળીમાં) થાય છે, તેથી ખુની અને બાદી એવી બે જાતના ત્રણ ત્રણ સ્થાન ગણતાં છ પ્રકાર થાય છે. ખુની હરસમાંથી લોહી પડે છે અને બાદમાંથી લેહી પડતું નથી, પણ તેમાં ફાટ ચાલે છે. તે ખુની અને બાદી બે પૈકી કઈ પણ જાતના હરસ, ગુદાની પહેલી વળીમાં થયા હોય તો તે બહાર દેખાયા કરે છે અને બીજી વળીમાં થયા હોય તે ઝાડો થતી વખતે તે બહાર નીકળે છે અને પાછા ઉપર ચઢી જાય છે, પણ ત્રીજી વળીવાળા મસાએ કોઈ પણ વખતે બહાર નીકળતા નથી; પરંતુ અંદર રહીને જ પીડા કરે છે. તે ઉપરથી એટલું કહી શકાય છે કે, પહેલી વળીવાળા હરસ સાધ્ય છે અને ત્રીજી વળીમાં થયેલા અસાધ્ય છે, એ પ્રમાણેનું વિવેચન અમારા અનુભવ પ્રમાણેનું કર્યા પછી, શાસ્ત્રીય રીતે હરસના રોગનું પૃથક્કરણ કરવાની જરૂર જણાતી નથી; કારણ કે માધવનિદાને જુદી જુદી જાતના ખોરાકથી અને જુદી જુદી જાતનાં કારણોથી છ પ્રકારના હરસનું વર્ણન કરેલું છે. જેને જાણવાની ઇચ્છા હોય તેણે આયુર્વેદના ગ્રંથો જેવા કે માધવનિદાન, ભાવપ્રકાશ, વાટ, ચરકસંહિતા, સુતસંહિતાનું નિદાનસ્થાન છે. જોઈ લેવું. આ રોગના ઔષધમાટે શાસ્ત્રોમાં બહુસાલગુડ, સુરણવટક, અમૃતભલાતકાવલેહ, લેહભાતકાવલેહ, બૃહત કરવ્યાદરસ વગેરે ઘણું ઉપાયો બતાવેલા છે; પરંતુ તે બાબતમાં અમારો અનુભવ નહિ હોવાથી તેને ઉતારો કરી વિસ્તાર કરવામાં આવ્યો નથી, પણ એ રોગને માટે જે અનુભવ અમને થયો છે, તે લોકોની જાણમાટે નીચે આપીએ છીએ. જે ગુદાની ત્રીજી વળીમાં બાદીના મસા થયા હોય ને ઝાડ ઉતરસ્તો ન હોય એટલે તેમાં વિશેષ કાટ ચાલતી હોય તો-કાળી દ્રાક્ષ, સોનામુખી, રેવંચીની ખરાઇ. હરડાં, બેડાં, આમળાં, ઇંદ્રજવ, વાવડીંગ, એ દરેક તોલે તોલો લઈ તેને અધકચરાં ખાંડી રાત્રે પાશેર પાણીમાં પલાળી મૂકવાં, સવારે તે ભૂકાને ચોળીને તેમાં બે રૂપિયાભાર ગોળ મેળવીને કપડે ગાળી તે પાણી પીવાથી ત્રણ દિવસમાં ફાટ મટી જશે. વળી જ્યારે બે-ચાર મહીને ફાટ ઉભળી આવે ત્યારે એ પ્રમાણેનું હીમ બનાવી દિવસમાં એક વાર સવારે ત્રણ દિવસ સુધી પીવું, જે મસામાંથી લેહી પડતું હોય અને મસા બહાર દેખાતા ન હોય તે ઇંદ્રજવ, વાવડીંગ, લીંબોળી, કાચકાની મીંજ અને દીકામાળી, સરખે ભાગે લઈ, તેની ફાકી રૂપિયા અર્ધાભારની ઠંડા પાણી સાથે દિવસમાં બે વાર લેવાથી, લેહી પડતું અટકી જાય છે. જે ઝાડે જતા મસા બહાર નીકળતા હોય અને હાથ પાણી લીધા પછી ઉપર ચઢી જતા હોય, અગર મસા બહાર જ રહેતા હોય અને તે ખુની કે બાદી ગમે તે જાતના હોય તે વરખી હડતાલ તોલા બેને પ્રથમ ખુબ બારીક વાટી તેમાં ચોખે કા તોલા ચાર ઉમેરીને વાટવું. પછી છ તોલા ઘીને સો વાર પાણીથી ધોઈ તેમાં તેને ખલમાં ઘુંટવો. એટલે વધારાનું પાણી નીકળી જશે અને મલમ તૈયાર થશે. એ મલમ ડબીમાં રાખી મૂકો. જ્યારે જરૂર જણાય ત્યારે બહારના મસા ઉપર તે મલમ ચોપડા અને અંદરના મસા હોય તો મસા બહાર આવે ત્યારે એ મલમ ચોપડી મસા ઉપર રાઢાવી દેવા. એ મલમથી મસા કરમાઈ જાય છે અને પાછા ભરાતા નથી. (હડતાલ અશદ્ધ પણ ઉપયોગમાં લેવાય છે. આમાં કોઈ પણ જાતનો ભય નથી .) જે ખુની કે બાદી મસા થયા હોય, લોહી પડતું હોય અથવા ન પડતું હોય તો વવળતુ સુરણ લાવી તેને છોલીને છીણી તડકે સૂકવવું. પછી તેનું વસ્ત્રગાળ ચૂર્ણ કરી મૂકવું. એટલું યાદ રાખવું કે, આ ચૂર્ણ જીભને કે ગળાને લાગે તે જીભ અને ગળામાં અસહ્ય વેદના થાય છે. તે જ્યાં સુધી લીંબની. દહીંની કે હીમજી હરડેની ખટાશ જીભને ન લગાડીએ ત્યાં સુધી મટતી નથી. એવું જોખમભરેલું આ ચૂર્ણ છે, એટલા માટે અંગ્રેજી દવા વેચનારાઓને ત્યાં “એમ. ટી. કેસુલ” નામની છટાઇનની બનેલી ખાલી લંબગોળ ગોળીઓ મળે છે. તેમાં આ સુરણનો ભૂકો ભરીને તેનું
Shree Sudharmaswami Gyanbhandar-Umara, Surat
www.umaragyanbhandar.com