________________
ખાદીનો પ્રચાર •
૨૬૫ તો ઘરના મટી પ્રજાના બન્યા. નારાયણ મટી રામદાસ થયા. રામદાસ એટલે ભગવાન રામના સેવક અને શ્રીરામ એટલે શક્તિને અવતાર અને તેજ પ્રમાણે સ્વામી રામદાસે પણ શક્તિધર્મમહારાષ્ટ્રધર્મને ઉપદેશ કરવા માંડ્યો. મહારાષ્ટ્રની નિંદમાં પડેલી પ્રજા એ સાધુના અહાલેકથી જાગી.
હિંદુધર્મના રક્ષણ માટે રામદાસે પડકાર કર્યો. ૧૬૫૯ માં સ્વામીજી અને શ્રી શિવાજીને ભેટ થયા. શિવાજીએ એમને ગુરુ કર્યા. એક દિવસ રામદાસ સ્વામી ઘર ઘર ભીખ માગી રહ્યા હતા. શિવાજી પાસેના ઘરમાં હતા. તેમણે ગુરુને સાદ સાંભળ્યો. શિવાજી આવ્યા, ગુરુને વિનતી કરી પોતાને ઘેર તેડી ગયા. શિવાજી એ એમના ભિક્ષાપાત્રમાં એક સીલ કરેલો દસ્તાવેજ મૂકો. સ્વામીએ કહ્યું:-“આ તો અજબ આતિથ્ય ! મને લાગી છે ભૂખ ત્યારે તું રોટલાને બદલે મને કાગળનો ટુકડો આપે છે ?” તે પછી શિવાજી એ કાગળ વાંચી બતાવે છે. તેમાં શિવાજી પિતાનું આખું રાજ્ય સ્વામીને ચરણે ધરી દીધું હતું.સ્વામીએ જરા હસીને પૂછયું:“તમે મને બધું આપી દીધું ત્યારે તમારે શું કરવાનું રહેશે !” શિવાજીએ જવાબ આપો - આપનો દાસ થઈ રહીશ. તે પછી સ્વામીની આજ્ઞા મુજબ સાધુવેશ ધારણ કરી શિવાજી ભિક્ષા માગવા નીકળે છે. આ નિષ્ઠા જોઈ સ્વામી પ્રસન્ન થાય છે અને તેને પોતાના રાજ્યમાં જઈ રાજ્ય ચલાવવા આજ્ઞા કરે છે. શિવાજ વાંધો ઉઠાવે છે પણ સમર્થના સેવક તરીકે-ધર્મના સેવક તરીકે તે રાજકારભાર હાથમાં લે છે. શિવાજીની ગુરુભક્તિનું આ અનુપમ અને જ્વલંત દષ્ટાંત છે.
એ પછી તે શિવાજીએ પ્રજાને મુક્ત કરી. શિવાજીએ હિંદુધર્મ અને સંસ્કૃતિનું રક્ષણ કર્યું. દુઃખી અને દીનને એ બેલી બન્ય, વિધવા અને અનાથને એ તારણહાર થયે. અને એણે હિંદ સમક્ષ એક આદર્શ—એકજ સંદેશ મૂકો અને તે “ધર્મની સેવા”
૦૦
ખાદીનો પ્રચાર
(લેખક-રા, રા, કાશીરામ પ્રાગજી ઉપાધ્યાય બી. એ. મુંબઈ સમાચાર તા. ૧૨-૫-૨૬)
(૧) પ્રથમ પ્રશ્ન તો એ ઉપસ્થિત થાય છે કે ખાદી શામાટે વાપરવી ને તે વાપરવાથી શા લાભ થાય છે.
(૨) સાંપ્રત સમયને મનુષ્ય, પાંચ કે દશ શતકના મનુષ્ય કરતાં સર્વ દિશામાં ઘણો જ આગળ વધે છે. મી. હ્યુજીસ નામના એક સુપ્રસિદ્ધ ઇંગ્લીશ સંશોધકે એવી અદ્દભુત શોધ કીધી છે કે “સુધારા” નો આરંભ ડેલ્યુ જ પછીથી થયે તે વાત સાચી નથી. તે સંગીન પૂરાવાની સહાયથી એમ સિદ્ધ કરે છે કે આ સુધારો લગભગ ત્રીસહજાર વર્ષ પહેલાં અમેરીકામાં આવેલા કાબ અને સમદ્રની આસપાસના પ્રદેશમાં પૂરજોશમાં ચાલતો હતો. તે વખતના મનુષ્યપ્રાણીમાં મી. યુજીસ કહે છે કે, સુખ કે દુઃખ જાણવાની લાગણીનો અભાવ હતો. આ વાત એમ સાબીત કરે છે કે જેમ સમય જતો જાય છે, તેમ તેમ માણસના શરીર બંધારણ અને મનએ ત:કરણ-૨ચનામાં સદાકાળ ફેરફાર થતી જાય છે. એક હજાર વરસ પહેલાં જે મનુષ્ય હતા તેના કરતાં આ જમાના–આ ક્ષણનું મનુષ્યપ્રાણી તદન નીરાજ છે એમ કહેવામાં બીલકુલ અતિશયોક્તિ નથી. આજનો માણસ બુદ્ધિવિશાળતા અને સંગીનતામાં ઘણો આગળ વધે છે. આ વાત સ્વતઃ સિદ્ધ છે કે આખી સૃષ્ટિનાં ઇતર જંતુઓ અને પ્રાણીવર્ગમાં માત્ર મનુષ્ય પિતાના બુદ્ધિવિકાસથી કુદરત ઉપર પોતાની સ્વતંત્ર સત્તા જમાવે છે. આવા પ્રકારની સત્તા મનુષ્ય કુદરત ઉપર કયારનીએ જમાવી છે. આકાશ, વાયુ, જળ, તેજ અને પૃથ્વી આદિ પંચમહાભૂત તો ઉપર મનુષ્ય અખલિત અને સંપૂર્ણ કાબૂ મેળવ્યો છે. અફસોસની વાત એ છે કે આ બધી સત્તા મેળવ્યા છતાં આજના મનુષ્યમાં એવો શોચનીય ફેરફાર જોવામાં આવે કે તે પોતે પોતાનો વધારેને વધારે ગુલામ બનતો જાય છે. ટૂંકમાં કહીએ તે સાંપ્રત સમયના સમાજની સર્વ પ્રકારની પરિસ્થિતિનું સૂક્ષમ દૃષ્ટિથી અવલોકન કરનારને એમ જણાય છે કે મનુધ્ય-જીવન વિકારનાં મૂળમાંજ સળ પેઠે છે. આર્યાવર્તના મનુષ્યપ્રાણુના મૂળ સ્વભાવ-ગુણ એ નિવૃત્તિ પરાયણતા. આ નિવૃત્તિ-પરાયણતા એ અત્યારે પોતાની જગા ખાલી કીધી છે અને
Shree Sudharmaswami Gyanbhandar-Umara, Surat
www.umaragyanbhandar.com